GU/Prabhupada 0795 - આધુનિક જગત - તે લોકો બહુ જ સક્રિય છે, આપણ મૂર્ખતાપૂર્વક સક્રિય, તમોગુણ અને રજોગુણમાં
Lecture on SB 1.2.24 -- Los Angeles, August 27, 1972
ઉદાહરણ છે: જેમ કે જો તમારે કોઈ કામ કરવું છે, તો અગ્નિની જરૂર છે. લાકડું પણ અગ્નિનું બીજું સ્તર છે; ધુમાડો પણ અગ્નિનું બીજું સ્તર છે. પણ જેમ અગ્નિ જરૂરિયાત છે, તેવી જ રીતે, સત્વગુણના સ્તર પર આવવું, તે જરૂરિયાત છે, વિશેષ કરીને આ મનુષ્ય જીવનમાં. બીજી જીવન યોનીઓમાં, તેઓ મોટેભાગે અજ્ઞાનતામાં છે. જેમ કે પૃથ્વી. પૃથ્વીમાં શક્તિ છે લાકડું, વૃક્ષો અને વનસ્પતિ ઉત્પન્ન કરવાની, પણ પૃથ્વીનો અમુક ભાગ, તે કશું ઉત્પન્ન નથી કરતું, રણ. તેમાં શક્તિ છે. જો તમે પાણી રેડો, તેમાં લાકડું ઉત્પન્ન કરવાની શક્તિ છે, પણ, તેમાં.. તેવી જ રીતે, તમોગુણ, તે જીવો, જે લોકો તમોગુણમાં છે, તેમને પરમ સત્યનું કોઈ જ્ઞાન ના હોઈ શકે. તે શક્ય નથી. તેથી તે ધીમી ઉત્ક્રાંતિ છે, તમોગુણથી રજોગુણ. અને રજોગુણ, ત્યાં થોડું કાર્ય છે. જેમ કે પ્રાણી, તેમને થોડું કાર્ય છે. જેમ કે એક કૂતરો, આપણે જોયું છે, દરિયાકિનારે અને બીજી જગ્યાએ, ખૂબ જ ઝડપથી ભાગતો અહી અને ત્યાં, પણ તેનો કોઈ અર્થ નથી. એક વાંદરો ખૂબ જ સક્રિય છે. તમે તમારા દેશમાં વાંદરાને નથી જોયો. અમારા દેશમાં વાંદરાઓ હોય છે. બિનજરૂરી રીતે તેઓ પરેશાની ઉત્પન્ન કરે છે. પણ તેઓ બહુ જ સક્રિય હોય છે. પણ મનુષ્ય, તેઓ એટલા સક્રિય નથી, પણ તેમને મગજ છે, તેઓ મગજ સાથે કામ કરી રહ્યા છે.
તો મૂર્ખ કાર્યોનો કોઈ અર્થ નથી. મગજ વગર, ફક્ત સક્રિય, તે ભયાનક છે. સ્વસ્થ કાર્યની જરૂર છે. જેમ કે એક ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ. તેને ઘણો વધારે પગાર મળે છે, પણ તે ખુરશી પર બેઠો છે અને ફક્ત વિચારે છે. બીજા વિચારી શકે છે કે "અમે આટલું બધુ કામ કરીએ છીએ, અમને એટલો મોટો પગાર નથી મળતો, અને આ માણસને આટલો મોટો પગાર મળે છે. તે ફક્ત બેસી રહ્યો છે." કારણકે મૂર્ખ કાર્યનું કોઈ મૂલ્ય નથી. તે ભયાનક છે. તો આ આધુનિક જગત, તેઓ બહુ સક્રિય છે, પણ તેઓ મૂર્ખતાપૂર્ણ રીતે સક્રિય છે, તમોગુણ અને રજોગુણમાં, રજસ તમસ. તેથી તે ગૂંચવાયેલું કાર્ય છે. મૂર્ખ કાર્ય, તે એક અકસ્માત છે. સ્વસ્થ કાર્યની જરૂર છે. કારણકે, જેમ કે જ્યાં સુધી અગ્નિના સ્તર પર ના આવો, તમે ભૌતિક વસ્તુનો ઉપયોગ ના કરી શકો. અગ્નિની જરૂર છે. તેવી જ રીતે, તમારા જીવનને સફળ બનાવવા માટે, ધીમી ઉત્ક્રાંતિ છે, જળચરથી વનસ્પતિ, વનસ્પતિથી જીવાણુ (કિડાઓ), કિડાઓથી સરિસૃપ, સરીસૂપથી પક્ષી, પછી પશુ, પછી મનુષ્ય જીવન, પછી સભ્ય મનુષ્યનું જીવન. આ રીતે, ધીમે ધીમે, ઉત્ક્રાંતિથી, આપણે મનુષ્ય સ્તર પર આવીએ છીએ. અને વેદિક જ્ઞાન મનુષ્યો માટે છે, આ બીજા પ્રાણીઓ માટે નથી.