GU/Prabhupada 0817 - ફક્ત સિક્કો મારવો 'હું ખ્રિસ્તી છું,' 'હું હિન્દુ છું,' 'હું મુસ્લિમ છું,' કોઈ લાભ નથી
751019 - Lecture BG 04.13 - Johannesburg
તો આપણે ધાર્મિક પદ્ધતિ ગ્રહણ કરવી જ જોઈએ. તે માનવતા છે. તમે કોઈ પણ ધાર્મિક પદ્ધતિ ગ્રહણ કરો, પણ તમારે જાણવું જોઈએ કે ધર્મનું લક્ષ્ય શું છે, એવું નહીં કે ફક્ત ઢોંગ કરવો, "હું ખ્રિસ્તી છું," "હું હિન્દુ છું," "હું મુસ્લિમ છું." પણ ધાર્મિક બનવાનો ઉદેશ્ય શું છે? તે તમારે જાણવું જ જોઈએ. તે બુદ્ધિ છે. ફક્ત એવું કહેવાનો ગર્વ ના લો કે "હું ખ્રિસ્તી છું," "હું હિન્દુ છું," "હું મુસ્લિમ છું." તે ઠીક છે, તમને કોઈ પ્રકારની ઉપાધિ છે. પણ ભાગવત કહે છે કે તે ધાર્મિક પદ્ધતિ પૂર્ણ છે. તે શું છે? સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૬): "તે ધર્મ, તે ધાર્મિક પદ્ધતિ, પૂર્ણ છે." સ વૈ પુંસામ પરો. પરો મતલબ પૂર્ણ, કોઈ પણ ક્ષતિ વગર. તે શું છે? યતો ભક્તિર અધોક્ષજે. "જેનાથી, આવી ધાર્મિક પદ્ધતિનું પાલન કરીને, જો તમે ભગવાનના ભક્ત બનો, તે પૂર્ણ છે." તે નથી કહેતું કે તમે હિન્દુ બનો કે મુસ્લિમ બનો અથવા ખ્રિસ્તી કે બુદ્ધજીવી કે બીજું કઈ બનો. તે બહુ ઉદાર છે, કે જે પણ ધાર્મિક પદ્ધતિ તમે સ્વીકારો, કોઈ વાંધો નથી; તે ઠીક છે. પણ પરિણામ જુઓ. પરિણામ શું છે? યતો ભક્તિર અધોક્ષજે: કે શું તમે ભગવાનને સમજ્યા છો અને શું તમે ભગવાનના પ્રેમી બન્યા છો. તો તમારો ધર્મ પૂર્ણ છે. ફક્ત સિક્કો મારવો કે 'હું ખ્રિસ્તી છું,' 'હું હિન્દુ છું,' 'હું મુસ્લિમ છું,' તેમાં કોઈ લાભ નથી. તે શ્રીમદ ભાગવતમમાં પણ સમજાવેલું છે.
- ધર્મ: સ્વાનુસ્થિત: પુંસામ
- વિશ્વક્સેન કથાસુ ય:
- નોત્પાદયેદ રતિમ યદી
- શ્રમ એવ હી કેવલમ
- (શ્રી.ભા. ૧.૨.૮)
ધર્મ: સ્વાનુસ્થિત:, જે પણ ધર્મ તમે અપનાવો, તેનો ફરક નથી પડતો. અને તમે બહુ સરસ રીતે પાલન કરો છો. ધાર્મિક પદ્ધતિ અનુસાર, તમે નીતિ નિયમોનું પાલન કરો છો અને બધુ જ કરો છો. ધર્મ: સ્વાનુસ્થિત: પુંસામ: "ધાર્મિક સિદ્ધાંતનું સાવચેતીપૂર્વક પાલન કરીને," વિશ્વક્સેન કથાસુ ય:, "જો તમે ભગવાન વિશે વધુ અને વધુ જાણવા માટે જિજ્ઞાસુ નથી બનતા..." વિશ્વક્સેન કથા.... વિશ્વક્સેન મતલબ ભગવાન. કથાસુ ય:, નોત્પાદયેદ રતિમ યદી: "જો તમે ભગવાન વિશે વધુ અને વધુ સાંભળવા માટે આસક્ત નથી બનતા, તો તે છે," શ્રમ એવ હી કેવલમ, "ફક્ત સમયનો બગાડ." ફક્ત સમયનો બગાડ, કારણકે ધર્મ મતલબ ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણિતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). ધર્મ મતલબ ભગવાન દ્વારા આપવામાં આવેલી આજ્ઞા, અને તમે પાલન કરો. આ ધર્મની સરળ વ્યાખ્યા છે. બીજા કર્મકાંડો, સૂત્રો, ચર્ચ જવું અથવા મંદિર જવું, તે વિગતો છે. પણ સાચો ધર્મ મતલબ, ધર્મનો સાર, ધર્મ મતલબ, ભગવાનની આજ્ઞાઓનું પાલન કરવું. બસ તેટલું જ. તે ધર્મ છે. ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણિતમ.
તમે ધર્મનું નિર્માણ ના કરી શકો. અને વાસ્તવિક ધર્મ જે છે, જો તમે પાલન કરો, તો તમે ધાર્મિક છો. વાસ્તવિક ધર્મ છે ભગવાનનો આદેશ. તે છે... દરેક વ્યક્તિ ધર્મના કોઈ સિદ્ધાંતનું પાલન કરે છે ભગવાનને સમજવા માટે. અને આપણી વેદિક પદ્ધતિમાં મનુષ્ય જીવનનો એક માત્ર ઉદેશ્ય છે ભગવાનને સમજવા. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. મનુષ્ય જીવનનું બીજું કોઈ કાર્ય નથી. બીજું કોઈ નહીં. બીજું કાર્ય, તે, બિલાડીઓ અને કુતરાઓ પણ કરી રહ્યા છે અને આપણે પણ કરી રહ્યા છીએ. તે આપમેળે છે. એવું નથી કે બીજા પ્રાણીઓમાં, તે લોકો ભૂખે મરી રહ્યા છે. તેઓ પણ ખાય છે અને આપણે પણ ખાઈએ છીએ. પણ સુવિધા છે, બીજા પ્રાણીઓ મનુષ્ય કરતાં નીચલા છે, તેમને કોઈ વ્યવસ્યાય કે ધંધો કરવાનો હોતો નથી કે એક દેશમાથી બીજા દેશમાં જવું રોજીરોટી કમાવવા માટે. તે તેમનો લાભ છે. અને આપણો ગેરલાભ છે કે આપણે વધુ સારું ભોજન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આખી દુનિયામાં ભ્રમણ કરી રહ્યા છીએ, અને આપણે છતાં મેળવી નથી રહ્યા. તો તેમનો લાભ વધુ સારો છે. પક્ષીઓ, નાના પક્ષીઓ, સવારે, સવારે બસ તેઓ ઊઠે છે અને તે લોકો ચિંચી કરે છે અને જતાં રહે છે, કારણકે તેમને ખાત્રી છે "આપણું ભોજન તૈયાર છે, ક્યાય પણ આપણે જઈએ." અને તે હકીકત છે. તે લોકો કોઈ પણ વૃક્ષ પર જાય છે. પક્ષી શું ખાશે? ચાર, પાંચ નાના ફળ. પણ એક વૃક્ષ પર અસંખ્ય ફળો હોય છે, અને અસંખ્ય વૃક્ષો હોય છે. તેવી જ રીતે, એક પ્રાણીને લો, એક હાથી પણ. આફ્રિકામાં ઘણા બધા હાથીઓ છે, લાખો હાથીઓ. તે લોકો એક સમયમાં ચાલીસ કિલો ખાય છે. અને કોણ ભોજન પૂરું પાડે છે? તેમને કોઈ ધંધો નથી. તેમને કોઈ વ્યવસાય નથી. કેવી રીતે તેઓ ખાઈ રહ્યા છે? હમ્મ?