GU/Prabhupada 0384 - 'ગૌરાંગ બોલિતે હબે' પર તાત્પર્ય

Revision as of 13:52, 27 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0384 - in all Languages Category:GU-Quotes - 1969 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->



Purport to Gauranga Bolite Habe -- Los Angeles, January 5, 1969

આ ભજન નરોત્તમ દાસ ઠાકુર દ્વારા ગાવામાં આવ્યું છે. તે કહે છે, "ક્યારે તે દિવસ આવશે, કે હું ફક્ત ભગવાન ચૈતન્યનું નામ ગાઈશ, અને મારા શરીરમાં ધ્રુજારી હશે?" ગૌરાંગ બોલિતે હબે પુલક શરીર. પુલક શરીર મતલબ શરીર પર ધ્રુજારી. જ્યારે વ્યક્તિ વાસ્તવમાં દિવ્ય સ્તર પર સ્થિત થાય છે, ક્યારેક આઠ પ્રકારના લક્ષણો હોય છે: રડવું, એક પાગલ માણસની જેમ વાત કરવી, અને શરીરમાં ધ્રુજારી, કોઈ પણ માણસોની દરકાર કર્યા વગર નૃત્ય કરવું... આ લક્ષણો આપમેળે વિકસિત થાય છે. તેનો કૃત્રિમ રીતે અભ્યાસ કરવાનો નથી. તો નરોત્તમ દાસ ઠાકુર તે દિવસની ઈચ્છા કરે છે, એવું નહીં કે કૃત્રિમ રીતે વ્યક્તિએ અનુકરણ કરવું પડે. તેની ભલામણ તે નથી કરતાં. તે કહે છે, "ક્યારે તે દિવસ આવશે, જેથી ફક્ત ભગવાન ચૈતન્યના નામનો ઉચ્ચાર કરવાથી, મારા શરીરમાં ધ્રુજારી હશે?" ગૌરાંગ બોલે હબે પુલક શરીર. અને હરિ હરિ બોલિતે: "અને જેવુ હું 'હરિ હરિ', અથવા 'હરે કૃષ્ણ' જપ કરીશ, મારી આંખોમાથી અશ્રુધારા વહેશે." હરિ હરિ બોલિતે નયને બાબે નીર. નીર મતલબ પાણી. તેવી જ રીતે, ચૈતન્ય મહાપ્રભુએ પણ કહ્યું છે કે "ક્યારે તે દિવસ આવશે?" જ્યારે હું ફક્ત ઈચ્છા કરીશ. પણ જો, કૃષ્ણની કૃપાથી, તે સ્તર પર આપણે પહોંચી શકીએ, આ લક્ષણો આપમેળે આવશે. પણ નરોત્તમ દાસ ઠાકુર કહે છે કે, ભૌતિક આસક્તિઓમાથી મુક્ત થયા વગર તે સ્તર પર પહોંચવું શક્ય નથી.

તેથી તે કહે છે, આર કબે નિતાઈ ચંદેર, કોરૂણા હોઇબે: "ક્યારે તે દિવસ આવશે, જ્યારે ભગવાન નિત્યાનંદની કૃપા મારા પર થશે જેથી..." વિષય છાડીયા. આર કબે નિતાઈ ચંદેર કોરૂણા હોઇબે, સંસાર બાસના મોર કબે તુચ્છ હાબે. સંસાર બાસના મતલબ ભૌતિક આનંદની ઈચ્છા. સંસાર બાસના મોર કબે તુચ્છ હાબે: "ક્યારે મારા ભૌતિક આનંદની ઈચ્છા તુચ્છ હશે." તુચ્છ. તુચ્છ મતલબ એક વસ્તુ જેની આપણે કોઈ ગણતરી નથી કરતાં: "તેને ફેંકી દો." તેવી જ રીતે, અધ્યાત્મિક પ્રગતિ શક્ય છે જ્યારે વ્યક્તિ આશ્વસ્ત થાય છે, કે "આ ભૌતિક જગત અને ભૌતિક સુખનું કોઈ મૂલ્ય નથી. તે મને જીવનનો કોઈ વાસ્તવિક આનંદ આપી ના શકે." આ વિશ્વાસ બહુ જ જરૂરી છે. સંસાર બાસના મોર કબે તુચ્છ હાબે. અને તે એ પણ કહે છે કે "જ્યારે હું ભૌતિક આનંદની ઈચ્છાઓમાથી મુક્ત થઈશ, પછી વૃંદાવનનો સાચો સ્વભાવ જોવાનું શક્ય બનશે." વિષય છાડિયા કબે શુદ્ધ હાબે મન: "જ્યારે મારૂ મન પૂર્ણ રીતે શુદ્ધ થશે, ભૌતિક દૂષણોથી મુક્ત, તે સમયે મારા માટે તે શકય બનશે જોવું કે વૃંદાવન શું છે." બીજા શબ્દોમાં, વ્યક્તિ બળપૂર્વક વૃંદાવન જઈ ન શકે અને ત્યાં રહી ન શકે, અને દિવ્ય આનંદ પ્રાપ્ત ન કરી શકે. ના. વ્યક્તિએ તેના મનને બધી જ ભૌતિક ઈચ્છાઓમાથી મુક્ત કરવું પડે. પછી તે વૃંદાવનમાં રહી શકે અને ત્યાં રહેવાના લાભનું આસ્વાદન કરી શકે. તો નરોત્તમ દાસ ઠાકુર તે કહે છે. વિષય છાડિયા કબે, શુદ્ધ હાબે મન: "જ્યારે મારૂ મન આ ભૌતિક આનંદના દૂષણમાથી મુક્ત થશે અને હું શુદ્ધ બનીશ, પછી મારા માટે વૃંદાવનને તેના મૂળ રૂપે જોવું શક્ય બનશે." નહિતો તે શક્ય નથી.

અને તે ફરીથી કહે છે, કે વૃંદાવન જવું મતલબ રાધા અને કૃષ્ણની દિવ્ય લીલાઓને સમજવું. કેવી રીતે આ શક્ય છે? તો તે કહે છે, રૂપ રઘુનાથ પદે હોઇબે આકુતિ. રૂપ, રૂપ ગોસ્વામી, રૂપ ગોસ્વામીથી શરૂ કરીને રઘુનાથ દાસ ગોસ્વામી સુધી, છ ગોસ્વામીઓ હતા: રૂપ, સનાતન, ગોપાલ ભટ્ટ, રઘુનાથ ભટ્ટ, જીવ ગોસ્વામી, રઘુનાથ દાસ ગોસ્વામી. તો તે કહે છે, રૂપ રઘુનાથ પદે: "રૂપ ગોસ્વામીથી શરૂ કરીને રઘુનાથ દાસ ગોસ્વામી સુધી," પદે, "તેમના ચરણ કમળે. ક્યારે હું તેમના ચરણ કમળમાં આસક્ત થઈશ..." રૂપ રઘુનાથ પદે, હોઇબે આકુતિ. આકુતિ, આતુરતા. તે આતુરતા શું છે? તેનો મતલબ રાધા-કૃષ્ણને ગોસ્વામીઓના માર્ગદર્શન હેઠળ સમજવા. વ્યક્તિ રાધા-કૃષ્ણને તેના પોતાના પ્રયાસોથી સમજવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. તે તેને મદદ નહીં કરે. જેમ આ ગોસ્વામીઓ, તેમણે આપણને નિર્દેશ આપ્યો છે, જેમ કે ભક્તિ રસામૃત સિંધુ, તો વ્યક્તિએ પાલન કરવું પડે, એક પછી એક ડગલે, કેવી રીતે પ્રગતિ કરવી. પછી એક ભાગ્યશાળી દિવસ આવશે, જ્યારે આપણે સમજી શકીશું, રાધા અને કૃષ્ણના પ્રેમમય કાર્યકલાપો શું છે. નહિતો, જો આપણે તેને સાધારણ યુવક અને યુવતી તરીકે લઈશું, તેમના પ્રેમનું આદાન પ્રદાન કરતાં, તો આપણે પદભ્રષ્ટ થઈશું. પછી પ્રકૃત સહજીયા, વૃંદાવનના શિકાર, નું નિર્માણ થશે.

તો નરોત્તમ દાસ ઠાકુર આપણને નિર્દેશન આપે છે, કેવી રીતે વ્યક્તિ રાધા અને કૃષ્ણના સંગના સર્વોચ્ચ સિદ્ધ સ્તર પર પહોંચી શકે. પ્રથમ વસ્તુ છે કે વ્યક્તિ શ્રી ચૈતન્ય મહાપ્રભુથી ખૂબ જ આસક્ત હોવો જોઈએ. તે આપણને લઈ જશે. કારણકે તેઓ કૃષ્ણ ભાવનામૃતની સમજણ આપવા માટે આવ્યા હતા, તેથી વ્યક્તિએ સૌ પ્રથમ શ્રી ચૈતન્ય મહાપ્રભુને શરણાગત થવું જોઈએ. શ્રી ચૈતન્ય મહાપપ્રભુને શરણાગત થવાથી, નિત્યાનંદ પ્રભુ પ્રસન્ન થશે, અને તેમના પ્રસન્ન થવાથી, આપણે ભૌતિક ઈચ્છાઓથી મુક્ત થઈશું. અને જ્યારે કોઈ ભૌતિક ઈચ્છાઓ નહીં રહે, ત્યારે આપણે વૃંદાવનમાં પ્રવેશ કરી શકીશું. અને વૃંદાવનમાં પ્રેવશ કર્યા પછી, જ્યારે આપણે છ ગોસ્વામીઓની સેવા કરવા માટે આતુર હોઈશું, ત્યારે આપણે રાધા અને કૃષ્ણની લીલાઓને સમજવાના સ્તર પર પહોંચી શકીશું.