GU/Prabhupada 0393 - 'નિતાઈ ગુણમણી આમાર' પર તાત્પર્ય

Revision as of 14:10, 27 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0393 - in all Languages Category:GU-Quotes - Unknown Date Category:GU-Q...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Nitai Guna Mani Amara

આ ભજન લોચન દાસ ઠાકુર દ્વારા ગાવામાં આવ્યું છે, ભગવાન ચૈતન્યના લગભગ સમકાલીન. ભગવાન ચૈતન્ય મહાપ્રભુના જીવન અને ઉપદેશો પર તેમની ઘણી બધી પુસ્તકો છે. તો તે કહી રહ્યા છે કે ભગવાન નિત્યાનંદ બધા જ સદગુણોથી પૂર્ણ છે, ગુણમણી. ગુણમણી મતલબ બધા ગુણોનું ઘરેણું. તો નિતાઈ ગુણમણી આમાર નિતાઈ ગુણમણી. તે વારંવાર ઉચ્ચારી રહ્યા છે કે ભગવાન નિત્યાનંદ બધા જ સદગુણોના સ્ત્રોત છે. આનિયા પ્રેમેર વન્યા ભાષાઈલો અવની. અને તેમના આધ્યાત્મિક ગુણોને કારણે, તેમણે આખા જગતને ભગવદ પ્રેમના પૂરથી ભરી દીધું. તેમની કૃપાથી લોકો અનુભવી શકે છે કે ભગવદ પ્રેમ શું છે. પ્રેમેર વન્યા લોઈયા નિતાઈ આઇલા ગૌડ દેશે. જ્યારે ચૈતન્ય મહાપ્રભુએ ઘર છોડયું અને સન્યાસ લીધો, તેમણે તેમનું વડુ મથક જગન્નાથ પૂરીને બનાવ્યું. તો સન્યાસ આશ્રમ સ્વીકાર કર્યા પછી, જ્યારે તેમણે તેમનું ઘર અને દેશ છોડયો, ભગવાન નિત્યાનંદ પ્રભુ પણ તેમની સાથે જગન્નાથ પૂરી ગયા. તો થોડા દિવસો પછી, ભગવાન ચૈતન્યે તેમને વિનંતી કરી કે "જો આપણે બંને અહી રહીશું, તો બંગાળમાં કોણ પ્રચાર કરશે?" બંગાળને ગૌડ દેશ પણ કહેવાય છે. તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુની આજ્ઞાથી, તેઓ તેમની પાસેથી ભગવદ પ્રેમ લાવ્યા, અને આખા બંગાળ, ગૌડદેશ, માં વિતરિત કર્યો. અને તે ભગવદ પ્રેમમાં, બધા ભક્તો ડૂબી ગયા. ફક્ત તે જ લોકો જે ભક્તો હતા નહીં, તેઓ ડૂબી ના શક્યા, પણ તેઓ તરી રહ્યા હતા, દિન હિન બાચે. પણ જ્યાં સુધી નિત્યાનંદ પ્રભુનો પ્રશ્ન છે, તેઓ ભક્તો અને અભક્તો વચ્ચે કોઈ ભેદ કરતાં નથી. દિન હિન પતિત પામર નાહી બાચે. ગરીબ અથવા ધનવાન, અથવા જ્ઞાની અથવા મૂર્ખ, દરેક વ્યક્તિ ભગવાન ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા લઈ શકે છે, અને ભગવદ પ્રેમના મહાસાગરમાં ડૂબી શકે છે. આવો ભગવદ પ્રેમ છે બ્રહ્માર દુર્લભ. બ્રહ્માજી પણ, જે આ બ્રહ્માણ્ડમાં પરમ શિક્ષક છે, તે પણ આસ્વાદન નથી કરી શકતા. પણ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ મહાપ્રભુની કૃપાથી, આ ભગવદ પ્રેમ દરેક વ્યક્તિને કોઈ પણ ભેદ વગર આપવામાં આવી રહ્યો હતો. તો આબદ્ધ કરુણા સિંધુ, તે બિલકુલ એક મોટા મહાસાગર જેવો હતો જે બધી જ બાજુએથી અવરોધિત છે. ભગવદ પ્રેમનો મહાસાગર એક વિશાળ મહાસાગર છે, પણ તે ઉભરાતો હતો નહીં. તો નિત્યાનંદ પ્રભુએ મહાસાગરમાથી એક નહેર બનાવી, અને તેઓ દરેક બારણે તે નહેર લાવ્યા. ઘરે ઘરે બુલે પ્રેમ અમિયાર બાન. ભગવદ પ્રેમના અમૃતનું પૂર આવી રીતે બંગાળમાં દરેકે દરેક ઘરમાં વિતરિત કરવામાં આવતું હતું. વાસ્તવમાં હજુ પણ બંગાળ ભાવવિભોર થઈ જાય છે જ્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુની કથા થાય છે. લોચન બોલે, હવે લેખક પોતાના વતી બોલી રહ્યા છે, કે જે પણ વ્યક્તિ ભગવાન નિત્યાનંદ પ્રભુ દ્વારા આપવામાં આવેલો લાભ નથી લેતો, તો તેમના અભિપ્રાય પ્રમાણે તે વિચારે છે કે આવો વ્યક્તિ જાણીજોઇને આત્મહત્યા કરે છે.