GU/Prabhupada 0483 - જ્યાં સુધી તમે કૃષ્ણ માટે પ્રેમ વિકસિત ના કરો તમે કૃષ્ણ વિશે કેવી રીતે વિચારી શકો?
Lecture -- Seattle, October 18, 1968
તો જો તમે કૃષ્ણ વિશે વિચારો, તે વિધિ છે, કૃષ્ણ ભાવનામૃત. પછી મયી આસકત મન: પાર્થ યોગમ યુંજન મદ આશ્રય: (ભ.ગી. ૭.૧), જો તમે આ યોગ પદ્ધતિ, કૃષ્ણ ભાવનામૃત, નો અભ્યાસ કરો, કેવી રીતે? મદ આશ્રય. મદ આશ્રય મતલબ "એવા વ્યક્તિની શરણ ગ્રહણ કરીને કે જે મારા સંપર્કમાં છે." મદ આશ્રય: મદ આશ્રય: મતલબ પ્રત્યક્ષ તેમના સંપર્કમાં. જેવા તમે તેમના રૂપ વિશે વિચારો છો તમે સીધા તેમના સંપર્કમાં આવો છો. પણ જ્યાં સુધી તમે એક ગુરુની શરણ ગ્રહણ નથી કરતાં જે તેમના (કૃષ્ણ) વિશે જાણે છે, તમે લાંબા સમય સુધી કેન્દ્રિત ના કરી શકો. તે કામચલાઉ હશે. તેથી તમારે એવા વ્યક્તિ પાસેથી સાંભળવું પડે જે કૃષ્ણ વિશે જાણે છે. પછી તમારા મનનું કેન્દ્રિત કરવું ચાલુ રહેશે. તમારે તેમના (ગુરુના) નિર્દેશન અનુસાર કાર્ય કરવું પડે. તમારું જીવન ગુરુના નિર્દેશન હેઠળ એવી રીતે ઢાળવું પડે. પછી તમે આ યોગ પદ્ધતિને પૂર્ણ રીતે ચાલુ રાખી શકો. તે યોગ પદ્ધતિ શું છે? તે યોગ પદ્ધતિ ભગવદ ગીતામાં સમજાવવામાં આવેલી છે, છઠ્ઠા અધ્યાયમાં, છેલ્લો શ્લોક. યોગીનામ અપિ સર્વેશામ મદ ગતેનાંતરાત્મના: (ભ.ગી. ૬.૪૭) "જે વ્યક્તિ હમેશા મારા વિશે વિચારે છે," મદ ગત, "તે પ્રથમ વર્ગનો યોગી છે." ઘણી જગ્યાએ તે કહ્યું છે. પ્રેમાંજનચ્છુરિત. જ્યાં સુધી તમે કૃષ્ણ પ્રત્યે પ્રેમ ના વિકસિત કર્યો હોય કેવી રીતે તમે કૃષ્ણ વિશે વિચારી શકો? જેમ કે રાધારાણી. રાધારાણી, તેઓ આવ્યા હતા. તેઓ વિવાહિત હતા, અને ગૃહસ્થ જીવન, પણ તેઓ કૃષ્ણની ભક્તિ કરવા આવ્યા હતા. તેવી જ રીતે, આપણે હમેશા કૃષ્ણને આપણા મનમાં રાખવા પડે, તેમના વિશે વિચારતા. આ વિધિથી જ, મયી આસક્ત મના: પાર્થ યોગમ યુંજન મદ આશ્રય: (ભ.ગી. ૭.૧), "મારી સુરક્ષા હેઠળ, મારા પ્રતિનિધિની સુરક્ષા હેઠળ, જ્યારે તમે સમગ્રમ, પૂર્ણતામાં, સમજશો, ત્યારે તમારું જીવન સફળ છે." અસંશયમ: "કોઈ પણ સંદેહ વગર." એવું નહીં કે કારણકે તમારા ગુરુ કહે છે કે "કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે." ના. જો તમને કોઈ સંદેહ હોય, બસ પ્રશ્ન પૂછો, માત્ર સમજવાનો પ્રયત્ન કરો. તે હકીકત છે કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, નિસંદેહ. પણ જો તમને કોઈ સંદેહ હોય, તમે તે સાંભળી શકો છો. અસંશયમ. આ રીતે, જો તમે આ યોગ પદ્ધતિનો અભ્યાસ કરો, કૃષ્ણ ભાવનામૃત, બધી યોગ પદ્ધતિઓમાં શ્રેષ્ઠ, અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસી (ભ.ગી. ૭.૧), તો તમે કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, ને સમજશો. પૂર્ણ રીતે, કોઈ પણ સંદેહ વગર, અને તમારું જીવન સફળ હશે.
આપનો આભાર. (ભક્તો પ્રણામ કરે છે)