GU/Prabhupada 0770 - આત્મ-તત્ત્વ-વિત. અને શા માટે હું આત્માને પ્રેમ કરું છું? કારણકે હું કૃષ્ણને પ્રેમ કરું છું
Lecture on SB 2.1.1 -- Paris, June 9, 1974
પ્રભુપાદ: જેમ કે આપણા કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં, અમે બીજી કોઈ વાત નથી કરતાં. આપણે ફક્ત કૃષ્ણની વાત કરીએ છીએ. અને જો આપણે કૃષ્ણ વિશે વાત કરીએ, ઓછામાં ઓછું, સો વર્ષો માટે, વર્તમાન સ્થિતિમાં, છતાં, આપણો જથ્થો સમાપ્ત નહીં થાય. આપણી પાસે ઘણી બધી પુસ્તકો છે. જો સો વર્ષો માટે, જે પણ જથ્થો આપણી પાસે છે, જો આપણે નિરંતર તેને સો વર્ષો સુધી વાંચીશું, અને શ્રીમદ ભાગવતમનો એક એક શબ્દ સમજવાનો પ્રયત્ન કરીશું, તો તેને સો વર્ષ લાગશે. તે એક શબ્દ જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧), જો તમે સમજવાનો પ્રયત્ન કરો, તમે તેને એક સો વર્ષમાં સમજી શકો. તો તે એટલું સરસ છે, શ્રીમદ ભાગવતમ. રોજ તેને વાંચતાં જાઓ. તમે જોશો... બંને શ્રીમદ ભાગવતમ, ભગવદ ગીતા. રોજ, જેટલું તમે વધારે સાક્ષાત્કાર કરશો, આત્મવિત, તમે નવો અર્થ જોશો, નવો પ્રકાશ. શ્રીમદ ભાગવતમ એટલું સરસ છે. ફક્ત તમે શ્રીમદ ભાગવતમ વાંચો... વિદ્યા ભાગવતાવધિ: જે વ્યક્તિ શિક્ષિત છે... શિક્ષાની સીમા શું છે? સીમા, શિક્ષાની, છે જ્યારે તમે શ્રીમદ ભાગવતમ સમજી લેશો. તે સીમા છે. સમાપ્ત. વધુ કોઈ જ્ઞાનની આવશ્યકતા નહીં. તેથી તેને કહેવાય છે શ્રોતવ્યાદીશુ ય: પર: (શ્રી.ભા. ૨.૧.૧). અંતિમ, પ્રથમ વર્ગનું.
પણ અપશ્યતામ આત્મ-તત્ત્વમ ગૃહેશુ ગૃહ મેધીનામ (શ્રી.ભા. ૨.૧.૨). ગૃહમેધી, તે લોકો જાણતા નથી કે આત્મા છે, અને આત્મા શાશ્વત છે. અને આપણે, વાસ્તવમાં, આપણે સુખની પાછળ છીએ. પણ કોનું સુખ? તે આત્માનું સુખ છે. તે કૃષ્ણનું સુખ છે. આપણે, આપણે આ શરીરને સુરક્ષિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે આ શરીરને બહુ પ્રેમ કરીએ છીએ. શા માટે? કારણકે આત્મા છે. દરેક વ્યક્તિ તે જાણે છે. જેવુ આ શરીર, આત્મા નથી, તે બહાર જતું રહે છે. તેને રસ્તા પર ફેંકી દો. કોઈ પરવાહ નહીં કરે. ધારોકે એક સુંદર પુરુષ અને સુંદર સ્ત્રી, મૃત શરીરો પડ્યા છે - કોણ તેની પરવાહ કરે છે? પણ જ્યાં સુધી આત્મા છે, "ઓહ, એટલી સુંદર છોકરી, સુંદર છોકરો." આત્મા મહત્વનુ છે.
તો વાસ્તવમાં, આપણે આ શરીરને પ્રેમ નથી કરતાં, કારણકે તે જ સુંદર શરીર ત્યાં છે. કેમ તમે પરવાહ નથી કરતાં? કારણકે આત્મા નથી... તેથી હું આત્માને પ્રેમ કરું છું. આ હકીકત છે. આને કહેવાય છે આત્મવિત, આત્મ-તત્ત્વ-વિત. અને હું આત્માને કેમ પ્રેમ કરું છું? કારણકે હું કૃષ્ણને પ્રેમ કરું છું. આત્મા કૃષ્ણનો અંશ છે. તો, શા માટે હું આત્માને આટલો પ્રેમ કરું છું? કારણકે તે કૃષ્ણનો અંશ છે. તેથી આખરે, હું કૃષ્ણને પ્રેમ કરું છું. આ નિષ્કર્ષ છે. અને જો હું કૃષ્ણને પ્રેમ ના કરું, તે મારૂ અસાધારણ સ્તર છે. અને સામાન્ય સ્તર છે હું કૃષ્ણને પ્રેમ કરું છું. તેથી આપણે કૃષ્ણ ભાવનામૃત જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જેવુ વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર થાય છે અને કૃષ્ણને પ્રેમ કરવાનું શરૂ કરે છે, પછી તેને બીજા કોઈને પણ પ્રેમ કરવાની ઈચ્છા નથી થતી. સ્વામીન કૃતાર્થો અસ્મિ (ચૈ.ચ. મધ્ય ૨૨.૪૨): "હવે હું પૂર્ણ રીતે સંતુષ્ટ છું." તો નહિતો, આપણને ઘણા પ્રશ્નો હશે, ઘણા ઉત્તરો, જ્યાં સુધી આપણને આત્મ-સાક્ષાત્કાર નથી થતો, આપણો સમય વ્યર્થ થાય છે.
તો, આ કૃષ્ણપ્રશ્ન, કૃષ્ણ વિશે પૃચ્છા, તે નિરંતર ચાલવી જોઈએ. અને બધા જ ઉત્તરો તમને ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવતમમાથી મળશે. અને ફક્ત પ્રશ્નો અને ઉત્તરોથી તમારું જીવન સફળ થશે.
આપનો ખૂબ ખૂબ આભાર.
ભક્તો: જય પ્રભુપાદ.