GU/Prabhupada 0864 - સંપૂર્ણ માનવ સમાજને સુખી બનાવવા માટે, આ ભગવાન ચેતના આંદોલન ફેલાવવું અત્યંત આવ્યશ્યક છે
750521 - Conversation - Melbourne
નિર્દેશક: અમારા મંત્રી પોતાને એક જનતાના સેવક તરીકે પોતાની જાતને જુએ છે, જે બહાર નિકાળી જઈ શકે છે...
પ્રભુપાદ: તે ખામી છે. લોકો ધૂર્ત છે, અને તેમણે બીજા ધૂર્તને ચૂંટ્યો છે (હાસ્ય) તે દોષ છે.
નિર્દેશક: પણ તે તેવું જ છે.
પ્રભુપાદ: તો શું થઈ શકે? તો પછી નિરાશાજનક.
નિર્દેશક: ઠીક છે, તમે કામ કરી શકો છો...
પ્રભુપાદ: પણ અમે આ ધૂર્તો પર નિર્ભર રહ્યા વગર જઈ રહ્યા છીએ. અમે જઈ રહ્યા છીએ. અમે પુસ્તકો પ્રકાશિત કરી રહ્યા છીએ, અમે અમારૂ આંદોલન ચલાવી રહ્યા છીએ, અમે પ્રમાણિકતાથી કોશિશ કરી રહ્યા છીએ. બસ એટલું જ. તે અમે સમસ્ત દુનિયામાં કરી રહ્યા છીએ.
નિર્દેશક: અમે એટલું જ કરી શકીએ છીએ કે તમને અનુમતિ આપીએ કે તમે લોકોને અલગ રીતે માનવી શકો.
પ્રભુપાદ: હા, અમે કરી રહ્યા છીએ.
નિર્દેશક: અને તમે જ્યારે તે કરો, ત્યારે સમાજ કલ્યાણ વિભાગના અમુક કાયદા છે...
પ્રભુપાદ: હવે જો હું એક માણસને ઉપદેશ આપું, "કૃપા કરીને અવૈધ યૌન સંબંધ ના રાખશો." તમને કોઈ આપત્તિ છે?
નિર્દેશક: માફ કરજો?
પ્રભુપાદ: જો હું કોઈને સલાહ આપું કે "અવૈધ યૌન સંબધ ના રાખશો," તમને કોઈ આપત્તિ છે?
નિર્દેશક: હા, મને છે..
પ્રભુપાદ: તમે અવૈધ... જો હું કહું...
નિર્દેશક: મને સેક્સ પસંદ છે, અને મારી પત્નીને સેક્સ પસંદ છે. અમે મજા લઈએ છીએ. અમે તેના વગર રહી ના શકીએ. અમારું લગ્ન જીવન સુખી છે કારણકે સેક્સ છે.
પ્રભુપાદ: જુઓ (મંદ હસે છે). આ સ્થિતિ છે.
નિર્દેશક: તે સ્થિતિ છે. અમે બંને પ્રેરિત છીએ...
પ્રભુપાદ: તો તેમણે કેવી રીતે સ્વીકાર કર્યો છે? (ભક્તોને સંબોધીને)
નિર્દેશક: મને ખબર નથી. મને ખબર નથી. પણ હું ના કરી શકું. (અસ્પષ્ટ) જીવન છે સેક્સનો આનંદ લેવા માટે, અને અમારું લગ્નજીવન સેક્સ ને કારણે વધારે સુખી છે.
પ્રભુપાદ: ના, અમે સેક્સ નિષેધ નથી કરતાં. પણ અમે નિષેધ કરીએ છીએ...
નિર્દેશક: ... પણ બે બાળકો નહીં...
પ્રભુપાદ: ... અવૈધ યૌન સંબંધ
નિર્દેશક: ઠીક છે, અમે ગોળી લઈએ છીએ, ગર્ભનિરોધકનો ઉપયોગ કરીએ છીએ, બધી વસ્તુઓનો. કારણકે તે અમારું...
પ્રભુપાદ: તમે ગર્ભનિરોધક કેમ ઉપયોગ કરો છો?
નિર્દેશક: કારણકે અમારે વધુ બાળકો નથી જોઈતા.
પ્રભુપાદ: તો તમે સેક્સ બંધ કેમ નથી કરી દેતા?
નિર્દેશક: કારણકે અમને સેક્સ ગમે છે.
પ્રભુપાદ: જુઓ.
નિર્દેશક: કારણકે અમને તેમાં મજા આવે છે.
પ્રભુપાદ: તેઓ મતલબ કે તમે તબીબ પાસે જાઓ, "મને જે ગમે તે બધુ કરવું છે, છતા મને ઈલાજ કરાવવો છે." આ સ્થિતિ છે. તમને જોઈએ છીએ...
નિર્દેશક: હું ઈલાજ માટે નથી આવ્યો. (હાસ્ય) તમે મને પૂછ્યું...
પ્રભુપાદ: ના, ના, તમે આવ્યા છો... ના, ના, તમે અહી ઈલાજ માટે આવ્યા છો, કારણકે તમે સમાજને કાબુમાં રાખવામાં નિષ્ફળ ગયા છો, તમારા કાર્યો, તેથી તમે અહી આવ્યા છો, ઈલાજ. પણ જ્યારે હું દવા કહું છું, તમે સ્વીકારતા નથી.
નિર્દેશક: હું અહી ઈલાજ માટે નથી આવ્યો.
પ્રભુપાદ: ના... હા. તો તમે શેના માટે આવ્યા છો?
નિર્દેશક: મને નિમંત્રણ આપવામાં આવ્યું છે.
પ્રભુપાદ: ફક્ત તમને તમારા સામાજિક કાર્યોમાં મદદ કરવા માટે, સામાજિક કલ્યાણ કાર્યો. અમારી પાસેથી થોડી સલાહ લેવા માટે. પણ જ્યારે અમે સલાહ આપીએ છીએ, તમે અસ્વીકાર કરો છો. તે તમારી સ્થિતિ છે. તમે અહી આવ્યા છો કઈક સલાહ લેવા જેથી કરીને તમે તમારા કાર્યો ખૂબ સરસ બનાવી શકો, પણ જ્યારે અમે સલાહ આપીએ છીએ, તમે અસ્વીકાર કરો છો.
નિર્દેશક: હું બે વ્યક્તિ છું - હું સ્વયમ પોતે અને હું એક સરકારી સેવક છું.
પ્રભુપાદ: કોઈ, કોઈપણ. તે સ્થિતિ છે. ઈલાજ માટે આપણે તબીબ પાસે જઈએ, અને તબીબ દવા લખે, તમે અસ્વીકાર કરો છો. તો તમે સાજા કેવી રીતે થશો? તે સ્થિતિ છે. જ્યારે દવા આપવામાં આવે છે, તો તમે તેને બીજા રોગીઓના મત માં મૂકવા માંગો છો. દર્દીઓને દવા વિષે શું જ્ઞાન હોય? તેઓ દર્દીઓ છે. તેનો કોઈ પ્રશ્ન જ નથી...
નિર્દેશક: જો હું અહિયાં આવું અને તમારા આંદોલનમાં જોડાવા માંગતો હઔ, તો હું સ્વીકારું.
પ્રભુપાદ: ના, તમે જોડાવો કે ના જોડાવો, તમે અહી આવ્યા છો અમારી સલાહ લેવા કે શું અમે તમને તમારા કાર્યોમાં મદદ કરી શકીએ. પણ જ્યારે અમે કહીએ, તમે અસ્વીકાર કરો છો. તે તમારી સ્થિતિ છે.
ભક્ત (૧): તેમણે હવે જવું છે, શ્રીલ પ્રભુપાદ.
પ્રભુપાદ: તેમણે પ્રસાદ આપો. રાહ જુઓ. તો.... પૂરા માનવ સમાજને સુખી કરવા માટે, આ ભગવાન ચેતના આંદોલન ફેલાવવું જ પડે.
નિર્દેશક: ઠીક છે, હું ચોક્કસ પાછો રિપોર્ટ કરીશ. મને સમય આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.
પ્રભુપાદ: બસ થોડી વાર રાહ જુઓ.
ભક્ત (૨): અમે કઈક સરસ ખાદ્યપદાર્થ તૈયાર કરી રહ્યા છીએ (અસ્પષ્ટ)
ભક્ત (૩): તે તમારા માટે લાવે છે, એક સેકંડ.
નિર્દેશક: તે હિસ્સો છે...
ભક્ત (૩): હા, હા. તે એક રિવાજ છે.
ભક્ત (૧): શ્રીલ પ્રભુપાદે બધાને પ્રસાદ આપવાનું કહ્યું છે.
પ્રભુપાદ: તે અમારો રિવાજ છે કે કોઈપણ આવે, તેમણે બેસવા માટે સરસ જગ્યા અને કઈક પ્રસાદ આપવો જોઈએ. હા.