GU/Prabhupada 0875 - તમારા પોતાના ભગવાનના નામનો જપ કરો. આપત્તિ ક્યાં છે - પણ ભગવાનના પવિત્ર નામનો જપ કરો

Revision as of 12:13, 17 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Gujarati Pages - 207 Live Videos Category:Prabhupada 0875 - in all Languages Categ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

750519 - Lecture SB - Melbourne

આપણે ભગવાનને જોઈ ના શકીએ. આપણે જોઈ શકીએ, પણ તરત જ નહીં. જ્યારે આપણે ઉન્નત થઈશું, આપણે ભગવાનને જોઈ શકીશું, તેમની સાથે વાતો કરી શકીશું. પણ કારણકે આપણે અત્યારે તેટલા યોગ્ય નથી, તો જો આપણે તે જાણીએ કે ભગવાનનું નામ આ છે, તો ચાલો જપ કરીએ. બસ તેટલું જ. શું તે ખૂબ મુશ્કેલ કાર્ય છે? કોઈ કહેશે કે તે અઘરું કાર્ય છે? નામનો, ભગવાનના પવિત્ર નામનો જપ કરવો. પછી શું થશે? ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). તમારું, જો તમે ભગવાનના પવિત્ર નામનો જપ કરશો તો, પછી તમારું હ્રદય, જેને દર્પણ સાથે સરખાવ્યું છે... જેમ કે તમે રોજ તમારો ચહેરો દર્પણમાં જુઓ છો, તેજ રીતે, તમે તમારી સ્થિતિ તમારા હ્રદયરૂપી દર્પણમાં જોઈ શકશો, હ્રદયમાં. તમે જોઈ શકશો. તેને ધ્યાન કહેવાય છે.

તો અત્યારના સમયમાં, આપનું હ્રદય ભૌતિક ધારણાઓની ધૂળથી ઘેરાયેલું છે: "હું ભારતીય છું," "હું અમેરિકન છું," "હું આ છું," "હુ તે છું," "હું તે છું." આ ધૂળ છે. તમારે તેને સ્વચ્છ કરવું પડશે. જેમ કે જો દર્પણ ઉપર ધૂળનું આવરણ હોય તો તમે તેને સાફ કરશો. તો તમને સાચો ચહેરો દેખાશે. તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ચેતો દર્પણ માર્જનમ: "ભગવાનના પવિત્ર નામનો જપ કરવાથી, ધીમે ધીમે તમે તમારા હ્રદય પર જામેલી ધૂળને દૂર કરશો." ખૂબ સરળ વસ્તુ. જપ કરતાં જાઓ. અને પછીની સ્થિતિ શું હશે? ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ: "આ ભૌતિક અસ્તિત્વની ચિંતાઓની અગ્નિ તરત સમાપ્ત થઈ જશે." ફક્ત આજ વિધિ, જપ. જો તમારી પાસે કોઈ નામ છે, જો તમને હરે કૃષ્ણ જપ કરવામાં કોઈ આપત્તિ હોય તો, તો તમે ભગવાનનું જે કોઈ નામ ખબર છે, તેનો જપ કરો. તે અમારું આંદોલન છે. અમે એમ નથી કહેતા કે તમારે... પણ આ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સ્વીકૃત છે, કે હરેર નામ (ચૈ.ચ. આદિ ૧૭.૨૧). જો તમને કોઈ આપત્તિ નથી, તો હરે કૃષ્ણનો જપ કરો. અને જો તમને લાગે કે "હરે કૃષ્ણ ભારતમાથી લાવવામાં આવ્યું છે. અમે તે જપ નહીં કરીએ," ઠીક છે, તમે તમારા પોતાના ભગવાનના નામ નો જપ કરો. આપત્તિ ક્યાં છે? પણ નામનો, ભગવાનના પવિત્ર નામનો જપ કરો. તે અમારો પ્રચાર છે.

ચેતો દર્પણ માર્જનમ ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). અને જેવું તમારું હ્રદય સ્વચ્છ થઈ જાય છે, કે ચિંતાઓ... ન શોચતી ન કાંક્ષતિ (ભ.ગી. ૧૨.૧૭). તમે ધીરે ધીરે આગળ વધશો. પછી તમે સમજશો કે "હું અમેરિકન પણ નથી, કે ભારતીય પણ નથી, કે નથી બિલાડી, કે નથી કૂતરો, પણ હું પરમ ભગવાનનો અભિન્ન અંશ છું." પછી, જો તમે સમજશો કે તમે પરમ ભગવનના અભિન્ન અંશ છો, તો તમને તમારું કાર્ય ખબર પડી જશે. જેમ કે તમારા શરીરમાં ઘણા બધા અંશો છે. તમારી પાસે હાથ છે, પગ છે, માથું છે, આંગળીઓ છે, કાન છે, નાક છે - ઘણા બધા ભાગો. તો આ બધા શરીરના ભાગોનું કાર્ય શું છે? શરીરના અંગોનું કાર્ય છે: શરીરને બરાબર જાળવવું, શરીરની સેવા કરવી. જેમકે આ આંગળી અહિયાં છે. હું થોડી બેચેની અનુભવું છું; તરત જ મારી આંગળી આવશે અને સેવા કરશે, આપમેળે. તેથી નિષ્કર્ષ એ છે કે ભગવાનના અંશનું કાર્ય ભગવાનની સેવા કરવાનું છે. તે જ એક કાર્ય છે, સ્વાભાવિક કાર્ય. તો જ્યારે તમે ભગવાનની સેવામાં જોડાઈ જાઓ છો, કારણકે તમે સમજો છો - ભગવાનના પવિત્ર નામનો જપ કરવાથી તમે સમજશો કે ભગવાન કોણ છે અને તેમની સલાહ શું છે, તેમને શું જોઈએ છીએ, મારી શું સેવા - પછી તમે સેવામાં જોડાઈ જશો. તે તમારા જીવનની પૂર્ણતા છે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. ચેતો દર્પણ માર્જનમ ભવ મહા દાવાગ્નિ નિર્વાપણમ શ્રેયઃ કૈરવ ચંદ્રિકા વિતરણમ. અને જેવા તમે બધી અસ્વચ્છ વસ્તુઓથી મુક્ત થઈ જાઓ છો, ત્યારે તમારા જીવનની સાચી પ્રગતિ શરૂ થાય છે.