GU/Prabhupada 1023 - જો ભગવાન સર્વ-શક્તિમાન હોય, શા માટે તમે તેમની શક્તિ પર કાપ મૂકો છો, કે તેઓ આવી ના શકે?

Revision as of 10:31, 18 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Gujarati Pages - 207 Live Videos Category:Prabhupada 1023 - in all Languages Categ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730408 - Lecture SB 01.14.44 - New York

ભગવાન બે કાર્યો માટે આવે છે: ભક્તોની રક્ષા માટે અને દાનવોની હત્યા માટે. તો દાનવોની હત્યા માટે, તેમણે આવવાની જરૂર નથી. તેમની પાસે અખૂટ શક્તિ છે. ફક્ત તેમના ઇશારાથી, કોઈ પણ વ્યક્તિની હત્યા થઈ શકે છે. પર્યાપ્ત શક્તિ છે, દુર્ગાદેવી. પણ તેઓ તેમના ભક્ત માટે આવે છે, કારણકે તેમનો ભક્ત, તે બહુ જ ચિંતિત હોય છે. તે હમેશા પરમ ભગવાનના રક્ષણની ઈચ્છા કરતો હોય છે. તો કારણકે ભક્ત તેમને જોઈને સંતુષ્ટ થશે, તેથી તેઓ અવતરિત થાય છે. તે છે (અસ્પષ્ટ). કારણકે ભક્તો હમેશા વિરહ અનુભવતા હોય છે, ફક્ત તેમને રાહત આપવા, ભગવાન અવતરે છે. પ્રલય પયોધી જલે ધૃતવાન અસિ વેદમ (શ્રી દશાવતાર સ્તોત્ર ૧). વિભિન્ન અવતારો આવે છે માત્ર ભક્તોને રાહત આપવા. નહિતો તેમને કોઈ કાર્ય નથી. ભારતમાં, હિન્દુઓનો એક વર્ગ છે, તેમને આર્ય-સમાજ તરીકે ઓળખવામાં આવે છે. આર્ય-સમાજ. આર્ય-સમાજનો મત છે, "શા માટે ભગવાને આવવું જોઈએ? તેઓ એટલા મહાન છે; શા માટે તેમણે આવવું જોઈએ? અવતાર, તેઓ વિશ્વાસ નથી કરતાં. મુસ્લિમો પણ, તેઓ પણ વિશ્વાસ નથી કર્તા, અવતારોમાં. તો પણ તે જ દલીલ પર ભાર મૂકે છે, કે "શા માટે ભગવાને આવવું જોઈએ? શા માટે તેમણે એક મનુષ્ય તરીકે આવવું જોઈએ?" પણ તેઓ જાણતા નથી, કે ન તો તે લોકો આ પ્રશ્નનો જવાબ આપી શકે, "શા માટે ભગવાન ના આવે?" તેઓ કહે છે ભગવાન આવી ના શકે. પણ જો હું પ્રશ્ન મૂકું: "શા માટે ભગવાન આવી ના શકે?"' શું જવાબ છે? જો ભગવાન સર્વ-શક્તિમાન હોય, શા માટે તમે તેમની શક્તિ પર કાપ મૂકો છો, કે તેઓ આવી ના શકે? કયા પ્રકારના ભગવાન છે તેઓ? ભગવાન તમારા કાયદામાં છે, કે તમે ભગવાનના કાયદામાં છો?

તો, આ ફરક છે ભગવાનના પ્રેમીમાં અને દાનવોમાં. દાનવો વિચારી ના શકે. તેઓ વિચારે છે કે "કદાચ કોઈ ભગવાન છે. તે અળગા, નિરાકાર હોવા જોઈએ." કારણકે તેને અનુભવ છે આ રૂપનો: સીમિત. તો તેથી માયાવાદી તત્વજ્ઞાની કહે છે કે જ્યારે ભગવાન આવે છે, નિરાકાર - તેઓ માયાનું રૂપ લે છે. તેને માયાવાદી કહેવાય છે. તેઓ વાસ્તવમાં ભગવાનમાં વિશ્વાસ નથી કરતાં. નિરાકારવાદ, શુન્યવાદ. નિર્વિશેષ શૂન્યવાદી. એમાથી અમુક નિર્વીશેષ છે: "હા, ભગવાન હશે, પણ તેમને કોઈ રૂપ નથી." અને માયાવાદી... બંને માયાવાદી, શૂન્યવાદી છે. બુદ્ધ ધર્મના અને શંકરાચાર્યના પણ, તેઓ પણ વિશ્વાસ નથી કરતાં. પણ આપણે, વૈષ્ણવો, આપણે જાણીએ છીએ કે કેવી રીતે નાસ્તિકો છેતરાય છે. સમ્મોહાય સુર દ્વિશામ (શ્રી.ભા. ૧.૩.૨૪). ભગવાન બુદ્ધ નાસ્તિકોને છેતરવા આવ્યા હતા. નાસ્તિકો ભગવાનમાં વિશ્વાસ નથી કરતાં, તો ભગવાન બુદ્ધે કહ્યું, "હા, તમે સાચા છો. કોઈ ભગવાન નથી. પણ તમે બસ મને સાંભળવાનો પ્રયત્ન કરો." પણ તેઓ ભગવાન છે. તો આ છેતરપિંડી છે. "તમે ભગવાનમાં વિશ્વાસ ના કરો, પણ મારામાં વિશ્વાસ કરો." "હા, સાહેબ, અમે વિશ્વાસ કરીશું." અને આપણે જાણીએ છીએ કે તેઓ ભગવાન છે. (હાસ્ય) કેશવ ધૃત બુદ્ધ શરીર જય જગદીશ હરે (ગીત ગોવિંદ, શ્રી દશાવતાર સ્તોત્ર ૯). જરા જુઓ (અસ્પષ્ટ).