GU/Prabhupada 0280 - ભક્તિમય સેવા એટલે ઈન્દ્રિયોની શુદ્ધિ
Lecture on BG 7.2 -- San Francisco, September 11, 1968
તો કૃષ્ણ ભાવનામૃત અથવા ભક્તિમય સેવા એટલે કે ઇન્દ્રિયોને શુદ્ધ કરવું, બસ. આપણને નાશ નથી કરવો, આ ઇન્દ્રિયોથી બહાર નથી આવવો. નહિ. આપણને માત્ર આપણા ઇન્દ્રિયોને શુદ્ધ કરવા છે. તમે કેવી રીતે તમારા ઇન્દ્રિયોથી બહાર આવી શકો છો? કારણ કે તમે જીવ છો, તમારા ઇન્દ્રિયો તો છે. પણ વાત છે કે પ્રસ્તુત સમયે, કારણ કે આપણે ભૌતિક રૂપે દૂષિત છે, આપણા ઇન્દ્રિયોને પૂર્ણ આનંદ નથી મળી રહ્યું. આ સૌથી વૈજ્ઞાનિક છે. તો ભક્તિમય સેવા એટલે કે ઇન્દ્રિયોને શુદ્ધ કરવું. સર્વોપાધિ વિનિર્મુક્તમ તત પરત્વેન નિર્મલં. નિર્મલં એટલે કે શુદ્ધિકારણ. કેવી રીતે તમે તમારા ઇન્દ્રિયોને શુદ્ધ કરી શકો છો? તે નારદ-ભક્તિ-સૂત્રમાં વ્યક્ત છે. તેમ કહેવાયેલું છે કે સર્વોપાધિ-વિનિર્મુક્તમ ઇંદ્રિયોની શુદ્ધિકરણ એટલે કે તમને બધા પ્રકારના ઉપાધીયોથી મુક્ત હોવું જોઈએ. આપણું જીવન ઉપાધિઓથી ભરેલું છે. જેમ કે હું વિચારું છું કે "હું ભારતીય છું","હું સંન્યાસી છું" તમે વિચારો છો કે તમે અમેરિકી છો, તમે વિચારો છો કે તમે પુરુષ છો, તમે વિચારો છો કે તમે સ્ત્રી છો, તમે વિચારો છો કે તમે શ્વેત છો, તમે વિચારો છો કે તમે કાળા છો. કેટલા બધા ઉપાધીયો. આ બધા ઉપાધીયો છે. તો ઇન્દ્રિયોને શુદ્ધ કરવું એટલે કે ઉપાધીઓને શુદ્ધ કરવું. અને કૃષ્ણ ભાવનામૃત એટલે કે, "હું ભારતીય નથી હું અમેરિકી નથી, આ નથી કે તે નથી, મારો કૃષ્ણ સાથે નિત્ય સંબંધ છે. હું કૃષ્ણનો અંશ છું." જ્યારે આપણે પૂર્ણ રીતે સમજી જાય છીએ કે, "હું કૃષ્ણનો નિત્ય અંશ છું. તે કૃષ્ણ ભાવનામૃત છે અને તે તમારા ઇંદ્રિયોની શુદ્ધિકારણ છે." તો કૃષ્ણના અંશ રૂપે, તમને કૃષ્ણની સેવા કરવી છે. તેમાં તમને આનંદ છે. હવે આપણે આપણા ઇંદ્રિયોની સેવા કરીયે છીએ, ભૌતિક ઇન્દ્રિયો. જ્યારે તમે... જ્યારે તમે સાક્ષાત્કાર કરશો કે તમે કૃષ્ણ/ગોવિંદના અંશ છો, ત્યારે તમે કૃષ્ણના, ગોવિંદના ઇન્દ્રિયોને તુષ્ટ કરશો. અને તેમના ઇન્દ્રિયોને તુષ્ટ કરવાથી તમારા ઇન્દ્રિયો પણ તુષ્ટ થઇ જાશે. જેમ કે આ ઉદાહરણ - આ આધ્યાત્મિક નથી જેમ કે પતિને સ્વામીના રૂપે સ્વીકાર કરવામાં આવે છે, અને પત્નીને સેવિકાના રૂપમાં. પણ જો પત્ની પતિના ઇન્દ્રિયોને તુષ્ટ કરશે, ત્યારે તેના ઇન્દ્રિયો પણ તુષ્ટ થઇ જાશે. તેમજ, જો તમારા શરીર ઉપર જો તમને ખુજલી છે, અને તમારા દેહનો ભાગ, અંગુલી, તે ભાગ ઉપર ખુજલી કરે છે, તે તુષ્ટિ અંગુલી દ્વારા પણ અનુભવ થાય છે. એમ નથી કે તે જ ભાગ સંતુષ્ટિનો અનુભવ કરે છે, પરંતુ આખું દેહ સંતુષ્ટિનો અનુભવ કરે છે. તેમજ,કૃષ્ણ પૂર્ણ હોવાથી, જ્યારે તમે કૃષ્ણને સંતુષ્ટ કરશો, કૃષ્ણ,ગોવિંદ નો અનુભવ ત્યારે આખા બ્રહ્માંડની સંતુષ્ટિ થાય છે. આ વિજ્ઞાન છે. તસ્મિન તુષ્ટે જગત તુષ્ટમ. બીજો ઉદાહરણ છે કે જો તમે તમારા પેટને સંતુષ્ટ કરશો, ત્યારે આખું શરીર સંતુષ્ટ થઇ જાય છે. પેટ એટલી શક્તિ આપશે ભોજન પદાર્થના પાચન દ્વારા, કે તે રક્તમાં પરિવર્તિત થાશે, તે હૃદયમાં આવશે, અને હૃદયથી તે આખા શરીરમાં ફેલાઈ જાશે. અને આખા દેહમાં જે કાષ્ટ, જે કમજોરી હતી, તે સંતુષ્ટ થઇ જાશે. તો આ છે કૃષ્ણ ભાવનામૃતની વિધિ. આ કૃષ્ણ ભાવનામૃતનું વિજ્ઞાન છે, અને કૃષ્ણ વ્યક્તિગત રૂપે સમજાવે છે, તો યજ જ્ઞાત્વા, જો તમે કૃષ્ણ ભાવનામૃતનો વિજ્ઞાનને જાણશો, ત્યારે કઈ પણ અંજાન નથી રહી જાશે. બધું જાણમાં આવી જશે. તે એટલી સરસ વસ્તુ છે.