GU/Prabhupada 0293 - બાર પ્રકારના રસ – વિનોદી

Revision as of 13:17, 30 April 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0293 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture -- Seattle, October 4, 1968

કૃષ્ણ એટલે કે "સર્વ-આકર્ષક". તે પ્રેમીને આકર્ષક છે, તે જ્ઞાનીને આકર્ષક છે, તે રાજનેતાને આકર્ષક છે, તે વૈજ્ઞાનિકને આકર્ષક છે, તે ચોરને પણ આકર્ષક છે. ચોરને પણ. જ્યારે કૃષ્ણ કંસના આંગણમાં ગયા હતા, ત્યારે વિવિધ પ્રકારના લોકો તેમને વિવિધ દ્રષ્ટિએ દર્શન કર્યું, જેમને વૃંદાવનથી નિમંત્રણ અપાયેલું હતું,તે નાનકડી છોકરીઓ હતી, તેમણે કૃષ્ણને જોયા, "ઓહ, સૌથી સુંદર વ્યક્તિ." જે પહેલવાન હતા, તેમણે કૃષ્ણના વજ્રની જેમ દર્શન કર્યા. તેમને પણ કૃષ્ણના દર્શન કર્યા,પણ તેમને કહ્યું, "ઓહ, અહીં તો વજ્ર છે." જેમ કે,તમે કેટલા પણ મજબૂત કેમ ન હોવો, પણ જ્યારે વજ્ર નો પાત થાય છે, ત્યારે બધું પૂરું થઇ જાય છે. તો તે પહેલવાનોએ કૃષ્ણને વજ્રની જેમ જોયા હતા. હા. અને વૃદ્ધ વ્યક્તિઓ, વૃદ્ધ સ્ત્રીઓ, તે લોકો કૃષ્ણનું એક સુંદર બાળકની જેમ દર્શન કર્યું હતું. તો તમે કૃષ્ણ સાથે કોઈ પણ રીતે સંબંધ સ્થાપિત કરી શકો છો. બાર પ્રકારના રસ છે. જેમ કે ક્યારેક આપણે કોઈ નાટ્યમાં ખૂબજ દુઃખદ દ્રશ્ય જોઈએ છીએ, કોઈ ભયાનક દ્રશ્ય. કોઈ બીજાની હત્યા કરે છે અને આપણે તેને જોતા આનંદ માણીયે છીએ. વિવિધ પ્રકારના વ્યક્તિઓ છે... વિવિધ પ્રકારની રમતો છે. મોન્ટ્રિયાલમાં અમારા એક વિદ્યાર્થી છે, તે કેહતો હતો કે તેમના પિતા સ્પેનમાં બળદના યુદ્ધમાં આનંદ લેતા હતા. જ્યારે બળદ યુદ્ધમાં લડાઈમાં મરી જાય, ત્યારે તે આનંદ લેતો હતો - વિવિધ પ્રકારના માણસો. એક વ્યક્તિ જુએ છે, "ઓહ, તે દર્દનાક છે.",અને બીજો વ્યક્તિ મજા લે છે, "ઓહ, તે ખૂબ સારું છે." સમજ્યા? તો કૃષ્ણ સમાવી શકે છે. જો તમારે રૌદ્ર વસ્તુઓને પ્રેમ કરવો છે, તો કૃષ્ણ તમારી સમક્ષ નૃસિહદેવની જેમ પ્રસ્તુત કરે છે, "આહ" (હાસ્ય - હરીબોલ). હા. અને જો તમને કૃષ્ણને એક પ્રેમમય મિત્રની જેમ જુઓ છો, ત્યારે તે છે વંશી-ધારી, વૃંદાવન વિહારી, જો તમને કૃષ્ણને એક પ્યારા બાળકની જેમ જુઓ છો, ત્યારે તે ગોપાલ છે. જે કૃષ્ણને એક પ્રિય મિત્રની જેમ જુઓ છો, તે અર્જુન છે. જેમ કે અર્જુન અને કૃષ્ણ. તો બાર પ્રકારના રસો છે. કૃષ્ણ બધા પ્રકારના રસોમાં સંમિલિત થઇ શકે છે, તેથી તેમનુ નામ અખિલ-રસામૃત-સિંધુ કહેવાય છે. અખિલ-રસામૃત-સિંધુ. અખિલ એટલે કે વિશ્વનો, રસ એટલે કે રસ - વિનોદ, અને સિંધુ - સાગર. જેમ કે જો તમારે જળ શોધવુ છે, અને તમે પેસિફિક મહાસાગરના સામે જાઓ, ઓહ, અસીમિત જળ. કોઈ તુલના નથી કેટલું જળ છે. તેમજ, જો તમને કઈ જોઈએ છે અને તમે કૃષ્ણ પાસે જાવો, તમને અસીમિત ભંડાર મળશે, અસીમિત ભંડાર, જેમ કે સાગર. સિંધુ. તેથી ભગવદ્ ગીતામાં કહેવાયેલું છે, યમ લબ્ધવા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ જો કોઈ પણ તે પરમ પૂર્ણને પોહચી શકે છે કે પ્રાપ્ત કરી શકે છે, ત્યારે તે સંતુષ્ટ થઇ જાશે અને તે કહેશે કે, "ઓહ, મને હવે કઈ પણ ઈચ્છા નથી, મારી પાસે બધું પૂર્ણ છે, હું પૂર્ણ તુષ્ટ છું." યમ લબ્ધવા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતે, અને જો કોઈ તે દિવ્ય સ્તિથીમાં સ્થિત થાય છે, ત્યારે શું થાય છે? ગુરુનાપી દુઃખેન ન વિચાલ્યતે (ભ.ગી.૬.૨૦-૨૩). જો દુઃખની ખૂબ કઠિન પરીક્ષા છે, મારા કહેવાનો અર્થ છે, તે ભ્રષ્ટ/ભ્રમિત નથી થાતો.

કેટલા બધા ઉદાહરણો છે શ્રીમદ ભાગવતમમાં. જેમ કે ભગવદ્ ગીતામાં પાંડવો કેટલા બધા કષ્ટમય પરીસ્તીથીમાં સ્થિત હતા, પણ તે ક્યારે પણ ભ્રષ્ટ થતા નહતા. તેમણે ક્યારે પણ કૃષ્ણને નથી નિવેદન કર્યું, "મારા પ્રિય કૃષ્ણ, તમે અમારા મિત્ર છો, પાંડવોના, કેમ અમે આટલા બધા કષ્ટોની પરીક્ષા અનુભવ કરીયે છીએ?" નહિ. તેમણે ક્યારે પણ નહિ. કારણ કે તેમને વિશ્વાસ હતો કે, "આ બધા કષ્ટોના હોવા છતાં, અમે વિજયી થાશું કારણ કે કૃષ્ણ છે. કારણ કે કૃષ્ણ છે." આ વિશ્વાસ. તેને કહેવાય છે, શરણાગતિ, સમર્પણ.