GU/Prabhupada 0294 - કૃષ્ણ પ્રતિ શરણાગતિના છ લક્ષણો
Lecture -- Seattle, October 4, 1968
કૃષ્ણ પ્રતિ શરણાગતિના છ લક્ષણો છે. શરણાગતિનો એક બિંદુ છે કે તે વિશ્વાસ કરવું કે, "કૃષ્ણ મારી રક્ષા કરશે." જેમ કે નાનકડા છોકરાને તેના માતા ઉપર પૂર્ણ વિશ્વાસ છે; "મારી માં ત્યાં છે. કોઈ સંકટ નથી." વિશ્વાસ. મેં જોયું છે. બધા. મારા પાસે છે... હું એક વ્યવહારિક અનુભવ બતાવીશ. કલકત્તામાં, મારા બાળપણમાં, હું ટ્રામમાં પ્રવાસ કરતો હતો, અને મારો સૌથી નાનકડો બાળક, તે મારી સાથે હતો. તે બે વર્ષ નો જ હતો, અથવા અઢી વર્ષનો. તો કંડક્ટર, મજાકમાં, તેને પૂછ્યું, "તારુ ભાડુ આપજે." તો સૌથી પેહલા તેને કીધું હતું: "મારા પાસે કોઈ ધન નથી." તો કંડક્ટરે કીધું, "ત્યારે નીચે ઉતરી જાવ." તે તરત જ કીધું, "ઓહ, અહીં મારા પિતા છે." (હાસ્ય). જોયુ? "તમે મને નીચે ઉતરવા માટે નથી કહી શકતા. મારા પિતા અહીં છે." તમે જુઓ છો? તો આ માનસિકતા છે. જો તમે કૃષ્ણ પાસે પોહચી ગયા છો, ત્યારે સૌથી મોટો ભય પણ તમને વિચલિત નથી કરી શકતો. તે તથ્ય છે. તો કૃષ્ણ એવા છે આ સર્વશ્રેષ્ઠ વરદાનને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો, કૃષ્ણને. અને કૃષ્ણ શું કહે છે, "કૌંતેય પ્રતિજાનીહિ ન મેં ભક્ત્ય પ્રણશયતિ (ભ.ગી.૯.૩૧) "મારા પ્રિય કૌંતેય, કુંતીના પુત્ર, અર્જુન, દુનિયામાં ઘોષણા કરો કે મારા ભક્તોનો ક્યારે પણ નાશ નહિ થાય." ક્યારે પણ નાશ નહિ થાય. કૌંતેય પ્રતિજાનીહિ ન મેં ભક્ત્યા પ્રણશયતિ. તેમજ, ભગવદ્ ગીતામાં કેટલા બધા શ્લોકો છે, હું ભગવદ્ ગીતાથી બોલું છું, કારણ કે આ ગ્રંથ આખી દુનિયામાં ખૂબજ પ્રસિદ્ધ છે, અને... સમજવાનો પ્રયાસ કરો, આ ગ્રંથને વાંચો, ખૂબજ મહત્વનો આ જ્ઞાનનો ગ્રંથ. તો કૃષ્ણ કહે છે,
- અહં સર્વસ્ય પ્રભાવો
- મત્તઃ સર્વમ પ્રવર્તતે
- ઇતિ મત્વા ભજનતે મામ
- બૂધા ભાવ સમન્વિત
- (ભ.ગી.૧૦.૮)
કોણ કૃષ્ણની પૂજા કરી શકે છે? તે અહીં વર્ણિત છે, બુધા. બુધા એટલે કે સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ. બોધ, બોધ એટલે કે જ્ઞાન, બુધા એટલે કે તે વ્યક્તિ જે બુદ્ધિમાન છે, જ્ઞાનથી પૂર્ણ છે. બધા લોકો જ્ઞાનની પાછળ છે. અહીં તમારી પાસે આ વાશિંગટન વિશ્વવિદ્યાલય છે. અહીં કેટલા બધા વિદ્યાર્થીઓ છે. તે અહીં જ્ઞાનને પ્રાપ્ત કરવા આવ્યા છે. તો જે વ્યક્તિ જ્ઞાનની સિદ્ધિને પ્રાપ્ત કર્યું છે અથવા જ્ઞાનનો શ્રેષ્ઠ સ્તરને પ્રાપ્ત કર્યું છે, તેને બુધા કહેવાય છે. તો માત્ર બુધા જ નહિ, પણ ભાવ-સમન્વિત. ભાવ એટલે કે આનંદ. વ્યક્તિને ખૂબજ પંડિત અને બુદ્ધિમાન હોવું જોઈએ. તે જ સમયે તે આધ્યાત્મિક રીતે આનંદમાં હોવો જોઈએ. "તેવો વ્યક્તિ", કૃષ્ણ કહે છે, ઇતિ મત્વા ભજનતે મામ, "તેવા વ્યક્તિઓ મારુ ભજન કરે છે અથવા મને પ્રેમ કરે છે," જે બુદ્ધિશાળી છે અને દિવ્ય રીતે આનંદથી ખૂબ પૂર્ણ છે, તેવો વ્યક્તિ કૃષ્ણને પ્રેમ કરે છે અથવા કૃષ્ણનુ ભજન કરે છે. કેમ? કારણ કે ઇતિ મત્વા, "આ સમજીને.." આ શું છે? અહં સર્વસ્ય પ્રભવો (ભ.ગી.૧૦.૮). "હું બધાનો સ્ત્રોત છું, સર્વસ્ય." જે પણ તમે લાવો, તે છે, જો તમે ચાલતા જાઓ, શોધ કરો, ત્યારે તમને અંતમાં ખબર પડશે, કે તે કૃષ્ણ છે." વેદાંત સૂત્ર પણ તે જ વાત કહે છે, બ્રહ્મ એટલે કે શું? અથાતો બ્રહ્મ જિજ્ઞાસા.