GU/Prabhupada 0949 - આપણે શિક્ષાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ, પણ આપણે આપણા દાંતોનો પણ અભ્યાસ નથી કરતાં

Revision as of 05:41, 30 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Gujarati Pages - 207 Live Videos Category:Prabhupada 0949 - in all Languages Categ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

720831 - Lecture - New Vrindaban, USA

તો હું ફરીથી એક ભજન સમજાવીશ, નરોત્તમ દાસ ઠાકુર દ્વારા ગાવામાં આવેલું. નરોત્તમ દાસ ઠાકુર આપણા પૂર્વ આચાર્યોમાના એક છે, અને તેમના ભજનો વૈષ્ણવ સમાજમાં વેદિક સત્ય તરીકે સ્વીકારવામાં આવે છે. તેમણે સરળ ભાષામાં લખ્યા છે, પણ તે વેદિક સત્ય ધરાવે છે. તો તેમના ઘણા ભજનો છે. તેમાથી એક છે: હરિ હરિ બિફલે જનમ ગ્યાઇનુ. તેઓ કહે છે, "મારા વ્હાલા પ્રભુ, હું મારા જીવનનો કીમતી સમય ફક્ત વેડફી રહ્યો છું." બિફલે જનમ ગ્યાઇનુ. દરેક મનુષ્ય તરીકે જન્મ લે છે, પણ તેને ખબર નથી કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. તે ફક્ત પશુ તરીકે તેનો ઉપયોગ કરે છે. પશુ ખાય છે; આપણે ફક્ત અસ્વાભાવિક રીતે ખાવાની વ્યવસ્થા કરી છે. તે આપણો વિકાસ છે. પશુઓના સામ્રાજ્યમાં, દરેક ચોક્કસ પ્રાણીને ચોક્કસ પ્રકારનું ભોજન હોય છે. જેમ કે વાઘ. વાઘ માંસ અને રક્ત ખાય છે, પણ જો તમે વાઘને સરસ નારંગીઓ અથવા દ્રાક્ષ આપશો, તે અડશે પણ નહીં, કારણકે તે તેનું ભોજન નથી. તેવી જ રીતે, ભૂંડ. તે મળ ખાય છે. તેને તમે સરસ હલવો આપશો, તે અડશે પણ નહીં. (હાસ્ય) તમે જોયું? તો દરેક ચોક્કસ પ્રાણીને ચોક્કસ પ્રકારનું ભોજન હોય છે. તેવી જ રીતે, આપણે મનુષ્યો, આપણને પણ ચોક્કસ પ્રકારનું ભોજન છે. તે શું છે? ફળો, દૂધ, ધાન્ય. જેમ કે આપણા દાંત બનેલા છે - તમે એક ફળ લો, તમે તેના બહુ સરળતાથી આ દાંતથી ટુકડા કરી શકો છો. પણ તમે જો એક માંસનો ટુકડો લેશો, તેને આ દાંતોથી ટુકડા કરવા બહુ મુશ્કેલ હશે. પણ વાઘને ચોક્કસ પ્રકારના દાંત આપેલા છે, તે તરતજ માંસના ટુકડા કરી શકે છે. આપણે શિક્ષાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ, પણ આપણે આપણા દાંતોનો પણ અભ્યાસ નથી કરતાં. આપણે ફક્ત દાંતના ડોક્ટર પાસે જઈએ છીએ. બસ તેટલું જ. તે આપણા સમાજનો વિકાસ છે. વાઘ ક્યારેય દાંતના ડોક્ટર પાસે નથી જતો. (હાસ્ય) જોકે તેના દાંત તેટલા મજબૂત છે કે તરત જ ટુકડા કરી શકે, પણ તેને દાંતના ડોક્ટરની જરૂર નથી, કારણકે તે તેવું કશું નથી ખાતો કે જે તેના માટે અસ્વાભાવિક હોય. પણ આપણે કઈ પણ ખાઈએ છીએ; તેથી આપણને દાંતના ડોક્ટરની મદદ જોઈએ છે.

તો આપણે મનુષ્યોને એક ચોક્કસ પ્રકારનું કાર્ય છે. તે કાર્ય છે ભાગવત જીવનનો અભ્યાસ કરવો કે ચર્ચા કરવી. તે સ્વાભાવિક છે. ભાગવત ધર્મ. આપણે ભગવાનને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભાગવત ધર્મ, હું પહેલાજ સમજાવી ચૂક્યો છું. ભગવાન અને ભક્ત અથવા ભાગવત, તેમનો સંબંધ, તેને ભાગવત ધર્મ કહેવાય છે. તો તે બહુ સરળ છે. કરી રીતે? હવે તમારે ફક્ત કૃષ્ણ વિષે સાંભળવું પડશે.