GU/Prabhupada 0073 - વૈકુંઠ મતલબ ચિંતામુક્ત

Revision as of 14:15, 14 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0073 - in all Languages Category:GU-Quotes - 1967 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 10.2-3 -- New York, January 1, 1967

એવું નથી કે આ સંગમાં તમારે આ કરવું જ પડશે. તમે આ કળાને શીખી શકો છો અને તમે પોતાના ઘરે તેનું આચરણ કરી શકો છો. તમે આવી વાનગીઓ, સરસ વાનગીઓ તમારે ઘરે પણ બનાવી શકો છો, અને કૃષ્ણને અર્પણ કરી શકો છો. તે બહુ અઘરું નથી. અમે દરરોજ બનાવીને કૃષ્ણને અર્પણ કરીએ છે અને મંત્રનો જપ કરીએ છીએ,

નમો બ્રહમણ્ય દેવાય
ગો બ્રાહ્મણ હિતાય ચ
જગદ-ધિતાય કૃષ્ણાય
ગોવિન્દાય નમો નમઃ

બસ તેટલું જ. તે બહુ મુશ્કેલ નથી. દરેક વ્યક્તિ ખાદ્યપદાર્થ બનાવી શકે છે અને કૃષ્ણને અર્પણ કરી શકે છે અને પછી તે ગ્રહણ કરી શકે છે, અને પછી તમારા કુટુંબીજનો સાથે કે તમારા મિત્રો સાથે તમે બેસી શકો છો અને કૃષ્ણના ચિત્રની સામે તમે જપ કરી શકો છો,

હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે

અને એક શુદ્ધ જીવન જીવી શકો છો. તમે પરિણામ જુઓ. જો દરેક ઘર, દરેક વ્યક્તિ, કૃષ્ણને સમજવાનો આ સિદ્ધાંત અપનાવશે, તે બની જશે... આખું જગત વૈકુંઠ બની જશે. વૈકુંઠ એટલે જ્યાં કોઈ ચિંતા નથી. વૈકુંઠ. વૈ એટલે કે વગર અને કુંઠ એટલે કે ચિંતા. આ દુનિયા ચિંતાથી ભરેલી છે. સદા સમુદ્વિગ્ન ધીયામ અસદ ગ્રહાત (શ્રી.ભા. ૭.૫.૫). કારણકે આપણે આ ભૌતિક જીવનના અસ્થાયી અસ્તિત્વને સ્વીકાર કર્યું છે, તેથી આપણે હમેશા ચિંતાગ્રસ્ત હોઈએ છીએ. આધ્યાત્મિક જગતમાં ઠીક ઉલટું હોય છે, જ્યાં ગ્રહોને વૈકુંઠ કેહવાય છે. વૈકુંઠ એટલે કે ચિંતા વગર.

આપણે ચિંતાથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. દરેક વ્યક્તિ પોતાને ચિંતાથી મુક્ત કરવાનો પ્રયત્ન કરે છે, પણ તેને ખબર નથી કેવી રીતે ચિંતાથી બાહર નીકળવું. આ નશાનું શરણ લેવું કોઈ માર્ગ નથી પોતાને ચિંતાથી બહાર કાઢવા માટે. તે ડ્રગ છે. તે વિસ્મૃતિમાં નાખે છે. થોડીક વાર માટે, થોડીક વાર માટે, આપણે બધું ભૂલી જઈએ છે, પણ જ્યારે તમે ફરી તમારી ચેતનામાં આવો છો તેજ ચિંતા અને તેજ વસ્તુઓ છે. તો આ તમને મદદ નહીં કરે.

જો તમારે આ ચિંતાઓથી મુક્ત થવું છે અને જો તમારે વાસ્તવમાં શાશ્વત જ્ઞાનમય અને આનંદમય જીવન જોઈએ છે, તો આ જ પદ્ધતિ છે. આ પદ્ધતિ છે. તમારે કૃષ્ણને સમજવા પડશે. અહી સ્પષ્ટ બતાવેલું છે ન મે વિદુ: સુર ગણા: (ભ.ગી. ૧૦.૨). કોઈ પણ સમજી નથી શકતું. પણ એક માર્ગ છે. સેવન્મુખે હી જીહ્વાદૌ સ્વયં એવ સ્ફુરતી અદઃ (ભ.ર.સી. ૧.૨.૨૩૪). આ એક વિધિ છે. શ્રીમદ ભાગવતમમાં ઘણી જગ્યાએ આ વિધિને વિવિધ પ્રકારોમાં વર્ણન કરવામાં આવેલી છે. જેમ કે એક જગ્યાએ એમ કહ્યું છે કે

જ્ઞાને પ્રયાસમ ઉડપાસ્ય નમંત એવ
જીવંતી સન મુખરીતમ ભવદીય વાર્તામ
સ્થાને સ્થિતા: શ્રુતિ-ગતામ તનુ વાન મનોભીર
યે પ્રાયશો અજીતો જિતો અપિ અસી તૈસ ત્રીલોક્યમ
(શ્રી.ભા ૧૦.૧૪.૩)

આ બહુ સુંદર શ્લોક છે. એમ કેહવાય છે કે અજીતને, કોઈ પણ જાણી નથી શકતું. ભગવાનનું બીજું નામ અજીત છે. અજીત એટલે કે કોઈ પણ તેમને જીતી ના શકે. કોઈ પણ તેમની પાસે જઈ ના શકે. તેથી તેમનું નામ અજીત છે. તો અજીત પણ પરાજિત થાય છે. અજીત જિતો અપિ અસી. ભલે ભગવાન ને જાણી નથી શકાતા, ભગવાનને જીતી નથી શકાતા, છતાં, તે પરાજિત થાય છે. કેવી રીતે? સ્થાને સ્થિતઃ.