GU/Prabhupada 0095 - આપણું કાર્ય છે શરણાગત થવું

Revision as of 18:05, 14 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0095 - in all Languages Category:GU-Quotes - 1974 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 4.7 -- Bombay, March 27, 1974

આપણે શરણાગત થઈ રહ્યાં છે, પરંતુ આપણે કૃષ્ણને શરણાગત થઈ રહ્યાં નથી. આ રોગ છે. આ રોગ છે. અને કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે આ રોગમાથી સાજા થવું. આ રોગને મટાડો. કૃષ્ણ પણ અવતરિત થાય છે. તેઓ કહે છે, યદા યદા હી ધર્મસ્ય (ભ.ગી. ૪.૭). ધર્મસ્ય ગ્લાની:, ધર્મના પાલન બાબતે ક્ષતિઓ, જયારે ધર્મની ક્ષતિઓ થાય છે, કૃષ્ણ કહે છે, તદાત્માનમ સૃજામી અહમ. અને અભ્યુત્થાનમ અધર્મસ્ય. બે વસ્તુઓ છે. જયારે લોકો કૃષ્ણને શરણાગત થતાં નથી, તેઓ ઘણા બધા "કૃષ્ણ" ઉત્પન કરે છે, ઘણા બધા ધૂર્તો, શરણાગત થવા માટે. તે અધર્મસ્ય છે. ધર્મ એટલે કે કૃષ્ણને શરણાગત થવું, પરંતુ કૃષ્ણને શરણાગત થવાને બદલે, તેઓ બિલાડીઓ, કુતરાઓ, આ, પેલું, ઘણી બધી વસ્તુઓને શરણાગત થવાની ઈચ્છા કરે છે. તે અધર્મ છે.

કૃષ્ણ કહેવાતા હિંદુ ધર્મ, કે મુસ્લિમ ધર્મ કે ખ્રિસ્તી ધર્મને સ્થાપવા માટે આવ્યા ન હતા. ના. તેઓ વાસ્તવિક ધર્મને સ્થાપવા આવ્યા હતા. વાસ્તવિક ધર્મ એટલે આપણે સાચા વ્યક્તિને અર્પિત, શરણાગત થવું જોઈએ. તે વાસ્તવિક ધર્મ છે. આપણે શરણાગત થઈ રહ્યાં છે. દરેક પાસે થોડોક ખ્યાલ છે. તે ત્યાં શરણાગત થાય છે. રાજકિય, સામાજિક, આર્થિક, ધાર્મિક, કોઈ પણ બાબત. દરેક પાસે થોડા વિચાર છે. અને તે આદર્શના નેતા પણ છે. જેથી આપણું કર્તવ્ય શરણાગત થવાનું છે. તે હકીકત છે. પરંતુ આપણે જાણતા નથી કે ક્યાં શરણાગત થવું જોઈએ. તે મુશ્કેલી છે. અને કારણકે શરણાગતિમાં ભૂલ છે અથવા ખોટી જગ્યાએ છે, તેથી આખું જગત અત્યંત અવ્યવસ્થિત છે.

અમે આ શરણાગતિને તે શરણાગતિ તરફ બદલી રહ્યાં છે. કોઈ કોંગ્રેસ પક્ષ નહીં. હવે કોમ્યુનીસ્ટ પક્ષ.” ફરીથી "કોમ્યુનીસ્ટ પક્ષ નહીં. આ.. આ પક્ષ, તે પક્ષ." પક્ષ બદલવાનો શું ફાયદો છે? કારણકે આ પક્ષ અથવા તે પક્ષ, તેઓ કૃષ્ણને શરણાગત થયા નથી. તેથી જ્યાં સુધી તમે કૃષ્ણને શરણાગત થવાને મુદ્દે આવો નહીં, ત્યાં સુધી કોઈ શાંતિ થઈ શકે નહીં. આ મુદ્દો છે. ફક્ત તવાના વાસણને બદલે અગ્નિ કરવાથી તમે બચશો નહીં. તેથી કૃષ્ણની છેલ્લી આજ્ઞા છે

સર્વધર્માન પરિત્યજ્ય
મામ એકમ શરણમ વ્રજ
અહમ ત્વામ સર્વ પાપેભ્યો
મોક્ષયીશ્યામિ…
(ભ.ગી. ૧૮.૬૬)

તેથી ધર્મની ક્ષતિ એટલે કે... આ પણ શ્રીમદ ભાગવતમમાં જણાવવામાં આવેલું છે. સ વૈ પુંસામ પરો ધર્મઃ પ્રથમ કક્ષા કે ઉચ્ચ ધર્મ. પર: એટલે ઉચ્ચ, આધ્યાત્મિક. સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૬). જયારે આપણે અધોક્ષજને શરણાગત થઈએ છીએ... અધોક્ષજ એટલે કે પરમ આધ્યાત્મ, અથવા કૃષ્ણ. કૃષ્ણનું બીજુ નામ અધોક્ષજ છે. અહૈતુકી અપ્રતીહતા. અહૈતુકી એટલે કે કોઈ પણ કારણ વગર. કોઈ પણ કારણ વગર. એવું નહીં કે "કૃષ્ણ આવા છે, તેથી હું શરણાગત થવું છું." ના. કોઈ પણ કારણ વગર. અહૈતુકી અપ્રતીહતા. અને તે અટકી શકે નહીં. કોઈ પણ અટકાવી શકે નહીં. જો તમારે કૃષ્ણને શરણાગત થવું હોય, કોઈ રોક નથી, કોઈ બાધા નથી. તમે કોઈ પણ અવસ્થામાં તે કરી શકો. તમે તે કરી શકો છો. અહૈતુકી અપ્રતીહતા યયાત્મા સુપ્રસીદતી. પછી તમે, આત્મા, તમારી આત્મા, તમારું મન, તમારું શરીર, સંતોષ પામશે. આ પ્રક્રિયા છે.