GU/Prabhupada 0170 - આપણે ગોસ્વામીઓનું અનુસરણ કરવું પડે

Revision as of 15:38, 22 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0170 - in all Languages Category:GU-Quotes - 1976 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.7.8 -- Vrndavana, September 7, 1976

તો આ સંહિતા... સંહિતા એટલે કે વૈદિક સાહિત્ય. કેટલા બધા ધૂર્તો છે, તેઓ કહે છે કે, "ભાગવતમ વ્યાસદેવ દ્વારા ન હતું લખાયું, તે કોઈ બોપદેવ દ્વારા લખાયું હતું." તેઓ એવું કહે છે. માયાવાદી, નિરીશ્વરવાદી. કારણકે નીરીશ્વરવાદીઓના નેતા કે માયાવાદીઓના નેતા, શંકરાચાર્ય, તેમણે ભગવદ ગીતા ઉપર ટીકા લખી હતી, પણ તેઓ શ્રીમદ ભાગવતમને અડી ન શક્યા, કારણકે શ્રીમદ ભાગવતમમાં વસ્તુઓની એટલી સારી વ્યવસ્થા છે, કૃત્વાનુક્રમ્ય, કે માયાવાદીયો દ્વારા કે ભગવાન નિરાકાર છે તેવું સાબિત કરવું શક્ય નથી. તેઓ ના કરી શકે. આજકાલ તેઓ એમ કરે છે, ભાગવતમને પોતાના રીતે વાંચે છે, પણ તે કોઈ બુદ્ધિશાળી વ્યક્તિને પસંદ નથી પડતું. એક વાર મે એક મોટા માયાવાદીને જોયો હતો શ્રીમદ ભાગવતમના એક શ્લોકને સમજાવતા, કે, "કારણકે તમે ભગવાન છો, તો જ્યારે તમે પ્રસન્ન થશો, ત્યારે ભગવાન પણ પ્રસન્ન થશે." આ તેમનો સિદ્ધાંત છે. "તમારે ભગવાનને અલગથી પ્રસન્ન કરવાની જરૂર નથી. તો જો તમે દારુ પીને પ્રસન્ન થશો, તો ભગવાન પણ પ્રસન્ન થાય છે." આ તેમની સમજૂતી છે.

તેથી ચૈતન્ય મહાપ્રભુએ આ માયાવાદી ટીકાની નિંદા કરી છે. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, માયાવાદી ભાષ્ય સુનીલે હય સર્વનાશ (ચૈ.ચ. મધ્ય ૬.૧૬૯). માયાવાદી કૃષ્ણે અપરાધી. તેમણે સ્પષ્ટ રૂપે કહ્યું છે. એમાં કોઈ સંદેહ નથી. માયાવાદી, તેઓ કૃષ્ણ પ્રતિ મહાન અપરાધી છે. તાન અહમ દ્વિષતઃ ક્રુરાન (ભ.ગી. ૧૬.૧૯), કૃષ્ણ પણ કહે છે. તેઓ કૃષ્ણ પ્રતિ ખૂબજ, ખૂબજ ઈર્ષાળુ છે. કૃષ્ણ દ્વિ-ભુજ મુરલીધર છે, શ્યામસુંદર, અને માયાવાદી સમજાવે છે કે "કૃષ્ણને કોઈ હાથ નથી, પગ નથી. આ બધું કલ્પના છે." તે કેટલું અપરાધયુક્ત છે તેમને ખબર નથી. પણ આપણા જેવા લોકોને ચેતવણી આપવા માટે, ચૈતન્ય મહાપ્રભુએ સ્પષ્ટ કીધું છે કે, 'માયાવાદીઓ પાસે ન જાઓ.' માયાવાદી ભાષ્ય સુનીલે હય સર્વનાશ. માયાવાદી હય કૃષ્ણે અપરાધી. આ ચૈતન્ય મહાપ્રભુનું વાક્ય છે.

તો તમારે ખૂબજ ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ માયાવાદી પાસે સાંભળવા ન જતા. કેટલા બધા માયાવાદીઓ છે વૈષ્ણવોના વેશમાં. શ્રીલ ભક્તીવીનોદ ઠાકુરે તેમના વિશે સમજાવ્યું છે, કે એઈ અત એક કલી-ચેલા નાકે તિલક ગલે માલા, કે "અહી કલીનો ચેલો છે. ભલે તેના નાક ઉપર તિલક છે અને ગળે માળા છે, પણ તે કલીનો ચેલો છે." જો તે માયાવાદી છે, સહજ-ભજન કચે મમ સંગે લય પરે બલ. તો આ વસ્તુઓ છે. તમે વૃંદાવન આવ્યા છો. ધ્યાનથી રહો, ખૂબજ ધ્યાનથી. માયાવાદી ભાષ્ય સુનીલે (ચૈ.ચ. મધ્ય ૬.૧૬૯). અહી ઘણા બધા માયાવાદીઓ છે, ઘણી કહેવાતી તિલક-માળા, પણ તમને ખબર નથી કે તેમની અંદર શું છે. પણ મહાન આચાર્યો, તેઓ જાણી શકે છે.

શ્રુતિ સ્મૃતિ પુરાણાદી
પંચરાત્ર વિધિમ વિના
ઐકાંતિકી હરેર ભક્તિર
ઉત્પાતાયૈવ કલ્પતે
(ભ.ર.સિ. ૧.૨.૧૦૧)

તેઓ માત્ર તોફાન જ પેદા કરે છે. તેથી આપણને ગોસ્વમીઓનું અનુસરણ કરવું જોઈએ, ગોસ્વામી સાહિત્યનુ, વિશેષ કરીને ભક્તિ-રસામૃત સિંધુ, જે અમે અનુવાદ કર્યું છે "ધી નેક્ટર ઓફ ડિવોશન માં, તમારે દરેકે ખુબજ ધ્યાનથી વાંચવું જોઈએ અને પ્રગતિ કરવી જોઈએ. કહેવાતા માયાવાદી વૈષ્ણવનો શિકાર ના બનો. તે ખુબજ ખતરનાક છે.

તેથી તે કહેલું છે, સ સંહિતામ ભાગવતીમ કૃત્વાનુક્રમ્ય ચાત્મજમ (શ્રી.ભા. ૧.૭.૮). તે ખુબજ ગુહ્ય વિષય વસ્તુ છે. તેમણે શીખવેલું છે, શિક્ષણ આપ્યું છે શુકદેવ ગોસ્વામીને.