GU/Prabhupada 0223 - સંપૂર્ણ માનવ સમાજને શિક્ષણ આપવા માટે આ સંસ્થા હોવી જ જોઈએ

Revision as of 10:28, 29 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0223 - in all Languages Category:GU-Quotes - 1977 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Room Conversation with Ratan Singh Rajda M.P. "Nationalism and Cheating" -- April 15, 1977, Bombay

પ્રભુપાદ: શું વિરોધ છે?

મિસ્ટર રાજડા: કોઈ વિરોધ હોઈ ના શકે.

પ્રભુપાદ: ભગવદ ગીતા સ્વીકૃત છે, અને જ્યાં સુધી હું સમજુ છું કે મોરારજી દેસાઈને ગિરફ્તાર કરવામાં આવ્યા હતા, તેમણે કહ્યું હતું "મને મારૂ ભગવદ ગીતાનું વાંચન પૂરું કરવા દો." મેં પેપરમાં વાંચ્યું હતું.

મિસ્ટર રાજડા: હા, તેમણે તેમ કહ્યું હતું.

પ્રભુપાદ: તો તે... તો તે ભગવદ ગીતાનો ભક્ત છે, અને બીજા પણ કેટલા બધા છે. તો કેમ આ શિક્ષાને આખી દુનિયામાં ન આપવી જોઈએ?

મિસ્ટર રાજડા: હવે, મેં જોયું છે, સામાન્ય રીતે તે સવારે ૩.૩૦ વાગ્યે ઉઠી જાય છે, સૌથી પેહલા તેના બધા ધાર્મિક કાર્યો કરે છે, ભગવદ ગીતાને વાંચવું, અને બીજું બધું. અને તે બે, ત્રણ કલાક સુધી ચાલે છે. અને પછી તે સ્નાન કરીને રૂમની બાહર આવે છે. પછી તે મળે છે (અસ્પષ્ટ).

પ્રભુપાદ: અને આ વિદેશી છોકરાઓ, તે તેમનો ભગવદ ગીતાનો અભ્યાસ સવારે ૩.૩૦ વાગ્યે થી ૯:૩૦ સુધી કરે છે. તેમને બીજુ કોઈ કાર્ય નથી. તમે જુઓ. તમે અમારા આ ગિરિરાજનું અવલોકન કર્યું હશે. આખો દિવસ તે કરે છે. તેઓ બધા આમાં જ છે. સવારે ૩.૩૦ વાગ્યેથી જ્યા સુધી તેઓ થાકી નથી જતા, ૯.૩૦ સુધી, માત્ર ભગવદ ગીતા.

મિસ્ટર રાજડા: અદ્ભુત.

પ્રભુપાદ: અને અમારી પાસે એટલી બધી સામગ્રીઓ છે. જો અમે એક વાક્ય ઉપર ચર્ચા કરીએ તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી.૨.૧૩), તેને સમજવા માટે દિવસો લાગે છે.

મિસ્ટર રાજડા: ચોક્કસ.

પ્રભુપાદ: હવે, જો આ સત્ય છે, તથા દેહાંતર પ્રાપ્તિ: (ભ.ગી.૨.૧૩) અને ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી.૨.૨૦), આપણે તેના માટે શું કરીએ છીએ? આ ભગવદ ગીતા છે. ન જાયતે ન મ્રિયતે વા કદાચીન ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી.૨.૨૦). તો, જ્યારે મારુ શરીર નષ્ટ થશે, હું જતો રહીશ... (તોડ) ...વ્યક્તિગત રૂપે બારણે બારણે, પુસ્તક વિતરણ કરતાં અને ધન મોકલતા. અમે અમારું આંદોલન આ રીતે આગળ વધારીએ છીએ. અને મને ન સરકારથી ન તો જનતાથી કઈ મદદ મળે છે. અને બેંક ઓફ અમેરિકામાં નોંધ પણ છે કે હું કેટલું બધું વિદેશી ધન હું લાવું છું. આટલું બારીક સ્વાસ્થ્ય સાથે પણ, હું રાત્રીના સમયે માત્ર ચાર કલાક ઉંઘું છું. અને તેઓ પણ મને મદદ કરે છે. તો અમારો વ્યક્તિગત પ્રયાસ છે. તો કેમ તમે પણ અહી ના આવો? જો તમે વાસ્તવમાં ભગવદ ગીતાના ગંભીર વિદ્યાર્થી છો, કેમ તમે પણ અહી આવીને અમને સહકાર ના આપો? અને હરાવ અભક્તસ્ય કુતો મહદ ગુણા મનોરથેનાસ્તી ધાવતો...(શ્રી.ભા. ૫.૧૮.૧૨). તમે આ જનતાને પ્રમાણિક ફક્ત કાયદાથી ના બનાવી શકો. તે શક્ય નથી. ભૂલી જાઓ. તે શક્ય નથી. હરાવ અભક્તસ્ય કુતો...યસ્યાસ્તી ભક્તિર ભગવતી અકિંચન સર્વૈ:... જો તમે, જો કોઈ પણ ભગવાનનો ભક્ત બની જશે, ત્યારે બધા સારા ગુણ તેમાં આવી જશે. અને હરાવ અભક્તસ્ય કુતો મહદ... જો તે ભક્ત નથી... હવે કેટલી બધી વસ્તુઓ છે, કેટલો ધિક્કાર ચાલે છે મોટા, મોટા નેતાઓ પ્રતિ. આજનું સમાચારપત્ર મેં જોયું. "આ માણસ, તે માણસ પણ તિરસ્કૃત છે." કેમ? હરાવ અભક્તસ્ય કુતો. મોટો નેતા બનવામાં શું લાભ છે જો તે ભક્ત નથી તો? (હિન્દીમાં) તમે ખૂબજ બુદ્ધિશાળી છો અને જુવાન છો, તેથી હું તમને ખ્યાલ આપવાનો પ્રયાસ કરું છું, અને જો તમે આ ખ્યાલને કઈ રૂપ આપી શકો છો..... તે પહેલાથી જ છે. તેમાં કોઈ રહસ્ય નથી. માત્ર આપણે ગંભીર હોવા જોઈએ, કે આ સંસ્થા હોવી જ જોઈએ આખા માનવ સમાજને શિક્ષણ પ્રદાન કરવા માટે. ભલે ઓછી સંખ્યામાં. કોઈ વાંધો નહીં. પણ આદર્શ હોવો જોઈએ.