GU/Prabhupada 0274 - આપણે બ્રહ્મ-સંપ્રદાયથી છીએ
Lecture on BG 2.7 -- London, August 7, 1973
તો તમારે પરમ પુરુષ પાસે જવું પડે, એટલે કે કૃષ્ણ અથવા તેમના પ્રતિનિધિ પાસે. બીજા બધા ધૂર્તો અને મૂર્ખ છે. જો તમે કોઈ એવા વ્યક્તિ પાસે જાઓ, ગુરુ પાસે, જે કૃષ્ણનો પ્રતિનિધિ નથી, ત્યારે તમે એક ધૂર્ત પાસે જાવો છો. તમે કેવી રીતે પ્રબુદ્ધ થશો? તમારે કૃષ્ણ અથવા તેમના પ્રતિનિધિ પાસે જ જવું પડે. તેની જરૂર છે. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). તો ગુરુ કોણ છે? સમિત-પાણી: શ્રોત્રિયમ બ્રહ્મ-નિષ્ઠમ (મુ.ઉ. ૧.૨.૧૨). એક ગુરુ પૂર્ણ કૃષ્ણ-ભાવનાભાવિત છે. બ્રહ્મ-નિષ્ઠમ. અને શ્રોત્રિયમ. શ્રોત્રિયમ એટલે કે જે વ્યક્તિએ સાંભળ્યું છે, જે જ્ઞાનને શ્રોત્રિય પંથ દ્વારા પ્રાપ્ત કર્યું છે, શ્રેષ્ઠ અધિકૃત સ્ત્રોતથી સાંભળીને. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ (ભ.ગી. ૪.૨). તો અહીં આપણે અર્જુન પાસેથી શીખવું પડે કે જ્યારે આપણે દુવિધામાં છીએ, જ્યારે આપણે આપણા સાચા કર્તવ્યને ભૂલી જઇએ, અને તેથી ભ્રમિત થઈએ છીએ, ત્યારે આપણું કર્તવ્ય છે કૃષ્ણ પાસે જવું જેમ અર્જુન કરે છે. તો જો તમે કહેશો કે: "કૃષ્ણ ક્યાં છે?" કૃષ્ણ તો નથી, પણ કૃષ્ણનો પ્રતિનિધિ અહીં છે. તમારે તેમની પાસે જવું જોઈએ. તે વૈદિક આજ્ઞા છે. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). વ્યક્તિએ ગુરુ પાસે જવું જ જોઈએ. અને મૂળ ગુરુ કૃષ્ણ છે. તેને બ્રહ્મ હ્રદ ય આદિ-કવયે મુહ્યન્તિ યત સૂરય: (શ્રી.ભા. ૧.૧.૧). જન્માદ્યસ્ય યત: અન્વયાત ઈતરતસ ચ અર્થેષુ અભિજ્ઞ: સ્વરાટ. તમારે જવું જ પડે. તે ગુરુ છે. તો અહીં આપણે માનીએ છીએ, આપણે બ્રહ્મા પાસેથી સ્વીકારીએ છીએ... કારણકે તેઓ આ બ્રહ્માંડના પેહલા જીવ છે, તેથી તેમનો ગુરુના રૂપે સ્વીકાર કરવામાં આવેલો છે. તેમણે પ્રદાન કર્યું છે... જેમ કે આપણે બ્રહ્મ સંપ્રદાયથી છીએ. ચાર સંપ્રદાય છે. બ્રહ્મ-સંપ્રદાય, રુદ્ર-સંપ્રદાય, શ્રી સંપ્રદાય અને કુમાર સંપ્રદાય . તે બધા મહાજનો છે. મહાજન યેન ગતઃ સ પન્થા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). આપણે તે કાર્ય પદ્ધતિનો સ્વીકાર કરવો પડે જે મહાજનો દ્વારા અપાયેલી છે.
તો બ્રહ્મા મહાજન છે. તમે જોશો બ્રહ્માનું ચિત્ર તેમના હાથમાં વેદ લઈને. તો તે, તેમણે વેદનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. પણ ક્યાંથી તેમને વૈદિક જ્ઞાન મળ્યું હતું? તેથી વૈદિક જ્ઞાન અપૌરુષેય છે. તે માનવ-નિર્મિત નથી. તે ભગવાન-નિર્મિત છે. ધર્મમ તુ સાક્ષાદ ભગવત-પ્રણીતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). તો કેવી રીતે ભગવાન, કૃષ્ણે બ્રહ્માજીને આપ્યું હતું? તેને બ્રહ્મ હ્રદા. બ્રહ્મ, બ્રહ્મ એટલે કે વૈદિક જ્ઞાન. શબ્દ-બ્રહ્મ. તેને. તેમણે વૈદિક જ્ઞાનનો હ્રદ થી પ્રવેશ કરાવ્યો. તેષામ સતત યુકતાનામ ભજતામ પ્રીતિ-પૂર્વકમ (ભ.ગી. ૧૦.૧૦). જ્યારે બ્રહ્માજીનું સર્જન થયું, ત્યારે તેઓ દુવિધામાં હતા: "મારૂ કર્તવ્ય શું છે? બધું અંધારું છે." તો તેમણે ધ્યાન કર્યું હતું અને કૃષ્ણે તેમને જ્ઞાન આપ્યું કે: "તમારું કર્તવ્ય આ છે. તમે આમ કરો." તેને બ્રહ્મ હ્રદા ય આદિ-કવયે. આદિ-કવયે (શ્રી.ભા. ૧.૧.૧). બ્રહ્મા આદિ-કવયે છે. તો વાસ્તવિક ગુરુ કૃષ્ણ છે. અને અહીં છે... કૃષ્ણ ભગવદ ગીતામાં ઉપદેશ આપે છે. આ ધૂર્તો અને મૂર્ખો કૃષ્ણને ગુરુના રૂપે સ્વીકાર કરશે નહીં. તે કોઈ ધૂર્ત અને મૂર્ખ અને દુર્જન, પાપી વ્યક્તિ પાસે જશે અને ગુરુ સ્વીકારશે. તે કેવી રીતે ગુરુ હોઈ શકે?