GU/Prabhupada 0315 - આપણે ખૂબ જિદ્દી છીએ, આપણે કૃષ્ણને વારંવાર ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ

Revision as of 08:29, 10 July 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0315 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


City Hall Lecture -- Durban, October 7, 1975

સજ્જનો અને સ્ત્રીઓ, આ મહાન આંદોલનમાં ભાગ લેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ આંદોલન મે શરૂ નથી કર્યું. તે કેટલા, કેટલા બધા વર્ષો પેહલા સ્વયમ કૃષ્ણ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું હતું. સૌથી પેહલા, તેમણે આ ભગવદ ગીતાનું તત્વજ્ઞાન સૂર્ય-દેવને કહ્યુ હતું. જેમ કે ભગવદ ગીતાના ચોથા અધ્યાયમાં કહેલું છે,

ઈમમ વિવસ્વતે યોગમ
પ્રોકતવાન અહમ અવ્યયમ
વિવસ્વાન મનવે પ્રાહ
મનુર ઈક્ષ્વાકવે અબ્રવીત
(ભ.ગી. ૪.૧)
એવમ પરંપરા પ્રાપ્તમ
ઈમમ રાજર્ષયો વિદુઃ
(ભ.ગી. ૪.૨)

તો જો આપણે મનુના જીવન-આયુની ગણતરી કરીશું, તે લાખો વર્ષો સુધી આવશે. તો કૃષ્ણે ઓછામાં ઓછા તેને ચાર કરોડ વર્ષો પેહલા કહ્યું હતું, તેમણે ભગવદ ગીતાનું આ તત્વજ્ઞાન સૂર્ય-દેવ, વિવસ્વાન, ને કહ્યું હતું. સૂર્ય-ગ્રહના પ્રધાન વિગ્રહનું નામ છે વિવસ્વાન. તેમનો પુત્ર, મનુ, વૈવસ્વત મનુ... તેમનો પુત્ર, ઈક્ષવાકુ, જે સૂર્ય-વંશના મૂળ વ્યક્તિ છે, જેમાં ભગવાન રામચંદ્ર પ્રકટ થયા હતા, ઈક્ષ્વાકુ... તો આ રીતે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન કેટલા બધા વર્ષોથી ચાલી આવેલું છે. પણ કૃષ્ણે કહ્યું, એવમ પરંપરા પ્રાપ્તમ ઈમમ રાજર્ષયો વિદુઃ (ભ.ગી. ૪.૨): "પહેલા રાજર્ષિ લોકો, તેઓ આ ઉપદેશ ગુરુ પરંપરાની શૃંખલા દ્વારા પ્રાપ્ત કરતાં હતા." તે ભગવદ ગીતાને સમજવાની પદ્ધતિ છે. પણ કૃષ્ણે કહ્યું, સ કાલેનેહ યોગો નષ્ટ પરંતપ (ભ.ગી. ૪.૨). હવે કૃષ્ણ, પાંચ હજાર વર્ષો પહેલા, જ્યારે કૃષ્ણ અર્જુન સાથે કુરુક્ષેત્રના યુદ્ધસ્થળમાં વાત કરી રહ્યા હતા, તે ચિંતિત હતો કે યુદ્ધ કરવું કે નહીં, અને માત્ર તેને લડવા માટે પ્રોત્સાહિત કરવા, તેમણે આ ભગવદ ગીતા અર્જુનને પાંચ હજાર વર્ષો પેહલા કહી હતી. અને તેમણે કહ્યું કે "તે પરંપરા પદ્ધતિ, હવે તૂટી ગઈ છે; તેથી હું તને ફરીથી કહું છું, જેના દ્વારા લોકો તારી પાસેથી શીખે કે આ તતજ્ઞાનનું તાત્પર્ય શું છે, કૃષ્ણ ભાવનામૃત."

તો પાંચ હજાર વર્ષો પહેલા આ સિદ્ધાંત અર્જુનને કહેવામાં આવ્યો હતો, અને આપણી પાસે આ ઉપદેશ છે. દુર્ભાગ્યવશ તે ફરીથી વિચલિત થાય છે. કારણકે આપણે પરંપરા પદ્ધતિ દ્વારા નથી પ્રાપ્ત કરતાં, તેથી આપણે તાત્પર્ય આપીએ છીએ, આપણે આપણી રીતે તાત્પર્ય આપીએ છીએ, અને તેથી તે ફરીથી તૂટી ગયું છે. તેથી, ફરીથી, શ્રી ચૈતન્ય મહાપ્રભુએ આ ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો હતો એક ભક્તના રૂપે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભગવાન કૃષ્ણના અવતાર છે. જેમ કે કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, તે આદેશ-આપતા સ્વામીની જેમ ઉપદેશ આપ્યો હતો, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી.૧૮.૬૬), પણ છતાં લોકોએ તેની ગેરસમજ કરી હતી. તેથી, આ વખતે, પાંચસો વર્ષો પહેલા, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, કૃષ્ણ સ્વયમ, કૃષ્ણના ભક્તના રૂપે પ્રકટ થયા હતા.

શ્રી ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ છે. તે પ્રામાણિક શાસ્ત્રમાં વર્ણિત છે:

કૃષ્ણ-વર્ણમ ત્વિષાકૃષ્ણમ
સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ
યજ્ઞે: સંકીર્તન પ્રાયૈર
યજન્તિ હી સુમેધસ:
(શ્રી.ભા. ૧૧.૫.૩૨)

તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન વ્યવહારિક રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુનું આંદોલન છે, અને શ્રી ચૈતન્ય મહાપ્રભુ સ્વયમ કૃષ્ણ છે. તો કૃષ્ણ બદ્ધ જીવ ઉપર ખૂબજ દયાળુ છે. તેઓ તેમને કૃષ્ણ ભાવનામૃતના સાચા સ્તર ઉપર ફરી અને ફરી લાવવાનો પ્રયાસ કરે છે. પણ આપણે એટલા હઠી છીએ કે આપણે વારંવાર કૃષ્ણને ભૂલી જવાનો પ્રયાસ કરીએ છીએ. આ ચાલી રહ્યું છે.