GU/Prabhupada 0357 - મારે ઈશ્વરવિહીન સમાજની વિરુદ્ધમાં ક્રાંતિ શરૂ કરવી છે

Revision as of 11:31, 27 July 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 French Pages with Videos Category:Prabhupada 0357 - in all Languages Category:FR-Quotes - 1973 Category:FR-Quotes - Mo...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Morning Walk -- December 11, 1973, Los Angeles

પ્રભુપાદ: મારું સ્વાસ્થ્ય હંમેશા સારું નથી હોતું. છતાં, હું કેમ પ્રયત્ન કરું છું? તે મારી મહત્ત્ત્વાકાંક્ષા છે. મારે એક ક્રાંતિનો પ્રારંભ કરવો છે. તેમનો ઈશ્વરવિહીન સમાજ, ઈશ્વરવિહીન સમાજના વિરોધમાં. તે મારી મહત્ત્ત્વાકાંક્ષા છે. આ માર્ગ ઉપર શિક્ષિત થવા માટે અને નેતૃત્વ કરવા માટે અમેરિકા શ્રેષ્ઠ વ્યક્તિ હશે, નેતાઓ બનવા માટે. તેઓ પહેલેથી જ નેતા છે જ, પણ તેમણે હવે વાસ્તવિક નેતા બનવું જ જોઈએ, જેથી આખી દુનિયા સુખી બની શકે. તે નિર્દેશન હું આપી શકું છું. જો સૌથી મોટા અમેરિકી સજ્જનો મારી પાસે આવશે, હું તેમને નિર્દેશન આપી શકું છું કે કેવી રીતે તેઓ દુનિયાનું નેતૃત્વ કરી શકે. વાસ્તવિક નેતા, બનાવટી નેતા નહીં. કારણકે ભગવાને તેમના ઉપર કૃપા કરી છે, કેટલી બધી વસ્તુઓમાં. અને આ આંદોલન અમેરિકાથી પ્રારંભ થયું છે. મેં આ આંદોલન ન્યુયોર્કથી પ્રારંભ કર્યું છે. તો તે સરકાર દ્વારા ખૂબજ ગંભીરતાથી લેવામાં આવવું જોઈએ.(તોડ)

હ્રદયાનંદ: શું તમે કહો છો કે અમેરિકા સૌથી મહત્વપૂર્ણ છે?

પ્રભુપાદ: હા.

હ્રદયાનંદ: શું તમે વિચારો છો કે...

પ્રભુપાદ: તેથી હું તમારા દેશમાં આવ્યો છું...

હ્રદયાનંદ: તો કદાચ...

પ્રભુપાદ: ...કારણ કે તમે સૌથી મહત્વના છો. હવે તમારે.... મારા નેતૃત્વમાં તમારે વાસ્તવિક મહત્વનું થવું જોઈએ, ખોટું નહીં.

હ્રદયાનંદ: તો કદાચ મારે અહીં રહીને પ્રચાર કરવો જોઈએ.

પ્રભુપાદ: આહ?

હ્રદયાનંદ: જો તે એટલું મહત્વનું છે, તો મારા ખ્યાલથી મારે અહીં રહેવું જોઈએ અને રૂપાનુગને મદદ કરવી જોઈએ.

પ્રભુપાદ: હા. તમારા આખા દેશને બદલી નાખો, ભગવદ ભાવનામૃતમાં બદલી નાખો. કારણકે તેમણે સંવિધાનમાં ઘોષણા કરી છે કે, "અમે ભગવાનમાં વિશ્વાસ કરીએ છીએ." હવે તેમણે ખૂબજ ગંભીરતાથી લેવું જોઈએ. "ભગવાન" નો અર્થ શું છે? "વિશ્વાસ" નો અર્થ શું છે? તમે આ સંદેશને લો. આપણે વાસ્તવમાં કરીએ છીએ. આપણે ભગવાનમાં વિશ્વાસ કરીએ છીએ, તેથી આપણે આપણું આખું જીવન ભગવાન માટે સમર્પિત કર્યું છે. આ ભગવાનમાં વિશ્વાસ છે. એવું નથી કે તમે પાર્લરમાં ધૂમ્રપાન કરો, અને ભગવાનમાં વિશ્વાસ કરો. તેવા પ્રકારનો વિશ્વાસ નહીં. સાચો વિશ્વાસ.