GU/Prabhupada 0359 - વ્યક્તિએ પરંપરા પદ્ધતિથી આ જ્ઞાન શીખવું પડે

Revision as of 13:56, 27 July 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 French Pages with Videos Category:Prabhupada 0359 - in all Languages Category:FR-Quotes - 1974 Category:FR-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 4.2 -- Bombay, March 22, 1974

વૈદિક જ્ઞાનનું અનુસરણ કરવું મતલબ કૃષ્ણને સમજવું. પણ જો તમે કૃષ્ણને સમજો, અને જો તમે વાત કરો, કેટલી બધી વ્યર્થપૂર્ણ વાતો, અને જો તમે પંડિતની જેમ વર્તન કરો, તે શ્રમ-એવ હી કેવલમ છે. તે કહેલું છે. શ્રમ એવ હી. માત્ર સમયનો બરબાદ કરવો અને કોઈ પણ કારણ વગર મહેનત કરવી. વાસુદેવે ભગવતી...

ધર્મ: સ્વાનુસ્થિતઃ પુસાં
વિશ્વક્ષેન-કથાસુ યઃ
નોત્પાદયેદ યદિ રતિમ
શ્રમ એવ હી કેવલમ
(શ્રી.ભા. ૧.૨.૮)

હવે, ધર્મ, દરેક વ્યક્તિ પોતાના વ્યવસાયિક ધર્મનું ખૂબજ સારી રીતે પાલન કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ય, શૂદ્ર. હું સુવ્યવસ્થિત સમાજ વિશે વાત કરું છું, વર્તમાન સમયે આ જે પશુ સમાજ છે તેના વિશે નહીં. સુગઠિત સમાજમાં પણ, એક બ્રાહ્મણ એક બ્રાહ્મણની જેમ જ તેના કર્તવ્યોનું પાલન કરે છે. સત્યમ શમો દમસ તિતિક્ષા આર્જવમ, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિકયમ બ્રહ્મ-કર્મ સ્વભાવ-જમ (ભ.ગી. ૧૮.૪૨). છતાં... ધર્મ સ્વાનુસ્થિતઃ, તે ખૂબ સારી રીતે બ્રાહ્મણની જેમ તેના કર્તવ્યોનું પાલન કરે છે, પણ તેના કર્તવ્યોના પાલન દ્વારા, જો તે કૃષ્ણ ભાવનામૃત વિકસિત નથી કરી રહ્યો, તો શ્રમ એવ હી કેવલમ. આ નિર્ણય છે. તો તેણે સમય બગાડ્યો છે. કારણકે બ્રાહ્મણ બનવું એટલે, પૂર્ણ બ્રાહ્મણ, એટલે કે બ્રહ્મને જાણવું. અથાતો બ્રહ્મ-જિજ્ઞાસા. અને પર-બ્રહ્મ કૃષ્ણ છે. તો જો તે કૃષ્ણને નથી સમજતો, ત્યારે તેના આ બ્રાહ્મણના કર્તવ્ય પાલનનો શું ઉપયોગ? તે શાસ્ત્રનો નિર્ણય છે. શ્રમ એવ હી કેવલમ, માત્ર સમય વ્યર્થ કરવો.

તેથી વ્યક્તિએ આ જ્ઞાન પરંપરા પદ્ધતિથી શીખવું પડે. એવમ પરંપરા પ્રાપ્તમ (ભ.ગી. ૪.૨). તમારે ઉચિત વ્યક્તિ પાસે જવું જોઈએ જે કૃષ્ણને જાણે છે. એવમ પરંપરા... જેમ કે સૂર્ય, વિવસ્વાન, તે કૃષ્ણ દ્વારા શિક્ષિત થયા હતા. તો જો તમે વિવસ્વાનથી શિક્ષણ લેશો, સૂર્ય-દેવથી, ત્યારે તમને પૂર્ણ જ્ઞાન મળશે. પણ તમે સૂર્ય-ગ્રહ પર જઈને વિવસ્વાનને પૂછી ના શકો, "કૃષ્ણે તમને શું કહ્યું હતું?" તેથી વિવસ્વાને તે જ્ઞાન તેમના પુત્ર, મનુને સોપ્યું. આ યુગને વૈવસ્વત મનુ કહેવાય છે, આ યુગને. હવે વિવસ્વાન, કારણકે તે વિવસ્વાનના પુત્ર છે, તેથી આ મનુને વૈવસ્વત મનુ કહેવાય છે. વૈવસ્વત મનુ. હવે આ યુગ વૈવસ્વત મનુનો યુગ ચાલી રહ્યો છે. મનુર ઈક્ષ્વાકવે અબ્રવીત. તો મનુએ પણ આ જ્ઞાન તેમના પુત્રને કહ્યું. તો આ રીતે, એવમ પરંપરા પ્રાપ્તમ (ભ.ગી. ૪.૨), તેઓ થોડા ઉદાહરણો આપે છે, પણ જ્ઞાનને પરંપરાથી પ્રાપ્ત કરવું જોઈએ. પણ કોઈ ને કોઈ રીતે, પરંપરા ખોવાઈ રહી છે... જેમ કે મેં મારા શિષ્યને કઈ કહ્યું છે. તે તે જ વાત તેના શિષ્યને કહે છે. તે તે જ વાત તેના શિષ્યને કહે છે. પણ કોઈ ન કોઈ રીતે, જો તે કોઈ બિંદુ ઉપર ફેરફાર કરવામાં આવે, ત્યારે તે જ્ઞાન ખોવાઈ જાય છે. જેવો શૃંખલાનો કોઈ પણ શિષ્ય જ્ઞાનમાં ફેરફાર કરે છે, ત્યારે તે ખોવાઈ જાય છે. તેને સમજાવવામાં આવી રહ્યું છે.

સ કાલેનેહ મહતા. સમય ખૂબજ શક્તિશાળી છે. તે બદલી નાખે છે. તે.. સમય મતલબ તે બદલે છે, તે મૂળ અવસ્થાનો વિનાશ કરી દે છે. તમને અનુભવ છે. તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો. તે ખૂબ તાજું છે, નવું છે. પણ સમય તેનો વિનાશ કરી દેશે. તે ગંદુ બની જશે. એક સમયે તે વ્યર્થ બની જશે, સમયના પ્રવાહમાં. તો સમય લડી રહ્યું છે. આ ભૌતિક સમયને, કાળ કહેવાય છે. કાળ એટલે કે મૃત્યુ. અથવા કાળ એટલે કે કાળો સર્પ. તો કાળો સર્પ નાશ કરે છે. જેવો તે કોઈ પણ વસ્તુને અડે છે, તે નાશ પામે છે. તેવી જ રીતે, કાળ... આ કાળ પણ કૃષ્ણનું બીજુ રૂપ છે. તો કાલેન મહતા. તેથી તેને મહતા કહેવાય છે. તે ખૂબજ શક્તિશાળી છે. તે સાધારણ વસ્તુ નથી. મહતા. તેનું કાર્ય છે નાશ કરવો. તો કાલેન ઇહ નષ્ટ. તો કાળના પ્રવાહમાં... કારણકે કાળ કેવી રીતે નાશ કરી શકે? જેવો કાળ જુએ છે કે તમે ફેરફાર કરો છો, તે ખોવાઈ જશે. તો જે લોકો જે કાળ - ભૂત, વર્તમાન, ભવિષ્યના પ્રભાવમાં છે, તેમની પાસેથી ભગવદ ગીતા સમજવાનો પ્રયાસ ન કરો. કહેવાતા ધૂર્ત તત્વજ્ઞાનીઓ અને ટીકાકારોથી સમજવાનો પ્રયત્ન ન કરતા, અને... તેઓ ભગવદ ગીતા એક વિકૃત રીતે લખશે. કોઈ કહેશે, "કોઈ કૃષ્ણ નથી. કોઈ મહાભારત હતું નહીં." કોઈ કહે છે, "કૃષ્ણે આ વિષય ઉપર ભાર આપ્યો છે," "કૃષ્ણે તે વિષય ઉપર ભાર આપ્યો છે." કોઈ કહેશે કે, "કૃષ્ણે કર્મ-કાંડ ઉપર ભાર આપ્યો હતો." કોઈ કહેશે જ્ઞાન ઉપર, અને કોઈ કહેશે યોગ ઉપર. ભગવદ ગીતાની કેટલી બધી આવૃત્તિઓ છે. યોગી ચાર્થ, જ્ઞાન અર્થ, ગીતાર ગાન અર્થ...

તો સાચું ગીતાર ગાન પરમ પુરુષ દ્વારા કહેવામાં આવેલું છે, અને આપણે તેને સ્વીકારવું જ પડે. તે ગીતાર ગાન છે.