GU/Prabhupada 0597 - આપણે જીવનનો થોડો આનંદ મેળવવા માટે સખત પરિશ્રમ કરી રહ્યા છીએ

Revision as of 11:05, 7 August 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0597 - in all Languages Category:GU-Quotes - 1972 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972

દરેક જીવ ભૌતિક પ્રકૃતિ પર રાજ કરવાનો સખત પ્રયાસ કરી રહ્યો છે. તે તેનો રોગ છે. તેને રાજ કરવું છે. તે સેવક છે, પણ કૃત્રિમ રીતે, તેને સ્વામી બનવું છે. તે તેનો રોગ છે. દરેક વ્યક્તિ... આખરે, જ્યારે તે ભૌતિક જગત પર રાજ કરવામાં નિષ્ફળ જાય છે, તે કહે છે, "ઓહ, આ ભૌતિક જગત મિથ્યા છે. હવે હું પરમ સાથે એક બની જઈશ." બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. પણ કારણકે આત્મા કૃષ્ણનો અભિન્ન અંશ છે, તો સ્વભાવથી, તે આનંદમય છે. તે આનંદની શોધમાં છે. આપણે દરેક, આપણે જીવનમાં થોડો આનંદ શોધવા સખત પરિશ્રમ કરી રહ્યા છીએ.

તો તે જીવનનો આનંદ આધ્યાત્મિક જ્યોતિમાં ના મળી શકે. તેથી શ્રીમદ ભાગવતમમાં આપણને આ માહિતી મળે છે, કે આરૂહ્ય કૃચ્છેણ પરમ પદમ (શ્રી.ભા. ૧૦.૨.૩૨). કૃચ્છેણ, સખત તપસ્યાઓ કર્યા પછી, વ્યક્તિ કદાચ બ્રહ્મજ્યોતિમાં પ્રવેશી શકે. સાયુજ્ય મુક્તિ. તેને સાયુજ્ય મુક્તિ કહેવાય છે. સાયુજ્ય, લીન થવું. તો આરૂહ્ય કૃચ્છેણ પરમ પદમ. જો વ્યક્તિ તે બિંદુ સુધી પણ જાય, બ્રહ્મના અસ્તિત્વમાં લીન થવું ઘણી સખત તપસ્યાઓ પછી, છતાં, તે પતિત થાય છે. પતંતિ અધ: અધ: મતલબ ફરીથી આ ભૌતિક જગતમાં આવે છે. આરૂહ્ય કૃચ્છેણ પરમ પદમ તત: પતંતિ અધ: (શ્રી.ભા. ૧૦.૨.૩૨). કેમ તેઓ પતિત થાય છે? અનાદ્રત યુષ્મદ અંઘ્રય: તેઓ ક્યારેય સહમત નથી થતાં કે ભગવાન વ્યક્તિ છે. તેઓ ક્યારેય સહમત નથી થતાં. તેમનું તુચ્છ સૂક્ષ્મ મગજ ક્યારેય સ્વીકારી નથી શકતું કે ભગવાન, પરમ, એક વ્યક્તિ હોઈ શકે. કારણકે તેને તેના જેવા, અથવા બીજા જેવા વ્યક્તિઓનો જ અનુભવ છે. જો ભગવાન મારા અને તમારા જેવા વ્યક્તિ હોય, તો કેવી રીતે તેઓ બ્રહ્માણ્ડો, અસંખ્ય બ્રહ્માણ્ડોની રચના કરી શકે?

તેથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સમજવા માટે પર્યાપ્ત પુણ્ય કર્મોની જરૂર છે. ભગવદ ગીતામાં તે કહ્યું છે, બહુનામ જન્મનામ અંતે (ભ.ગી. ૭.૧૯). નિરાકાર તત્વજ્ઞાની રીતે તર્ક કર્યા પછી, જ્યારે વ્યક્તિ પરિપક્વ થાય છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન, જ્યારે તે વાસ્તવમાં સમજદાર બને છે,... જ્યાં સુધી તે સમજી ના શકે કે પરમ નિરપેક્ષ સત્ય એક વ્યક્તિ છે, સચ્ચિદાનંદ વિગ્રહ... (બ્ર.સં. ૫.૧). બ્રહ્મેતી પરમાત્મેતી ભગવાન ઈતિ શબ્દયતે. ભગવાન. તે... વદંતી તત તત્ત્વ વિદસ તત્ત્વમ યજ જ્ઞાનમ અદ્વયમ (શ્રી.ભા. ૧.૨.૧૧). આ વિધાન છે શ્રીમદ ભાગવતમાં: "જે લોકો પરમ સત્યને જાણે છે, તેઓ જાણે છે કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, તે એક જ છે. ફક્ત સમજણના અલગ અલગ સ્તર છે." જેમ કે જો તમે દૂરથી એક પર્વતને જુઓ, તમે નિરાકાર જોશો, ધૂંધળું, કઈક વાદળછાયું. જો તમે નજીક જશો, તો તમે જોશો કે થોડું લીલું છે. અને જો તમે વાસ્તવમાં પર્વત ઉપર જશો, તો તમે જોશો કે ઘણા બધા પશુઓ, વૃક્ષો, મનુષ્યો છે. તેવી જ રીતે, જે લોકો પરમને દૂરથી સમજવાનો પ્રયત્ન કરે છે, તેઓ સાક્ષાત્કાર કરે છે, માનસિક તર્ક દ્વારા, નિરાકાર બ્રહ્મ. જે લોકો વધુ આગળ જાય છે, યોગીઓ, તેઓ સ્થાનિક વિચાર જોઈ શકે છે. ધ્યાનાવસ્થિત તદ ગતેન મનસા પશ્યંતી યમ યોગીન: (શ્રી.ભા. ૧૨.૧૩.૧). તેઓ જોઈ શકે છે, ધ્યાન અવસ્થિત, તેમની અંદર સ્થિત. આ પરમાત્મા રૂપ છે. અને જેઓ ભક્તો છે, તેઓ કૃષ્ણને જુએ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, સાક્ષાત, વ્યક્તિ તરીકે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩).