GU/Prabhupada 0661 - આ છોકરાઓ કરતાં વધુ શ્રેષ્ઠ ધ્યાનયોગી કોઈ જ નથી. તેઓ માત્ર કૃષ્ણ પર ધ્યાન કરી રહ્યા છે

Revision as of 09:15, 4 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0661 - in all Languages Category:GU-Quotes - 1969 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.13-15 -- Los Angeles, February 16, 1969

વ્યક્તિએ મારા પર ધ્યાન કરવું જોઈએ. અને આખરે, ધ્યાન ક્યાં છે. શૂન્યમાં નહીં. ફક્ત વિષ્ણુ પર, આ વિષ્ણુ રૂપ. તે સાંખ્યયોગ છે.

આ સાંખ્યયોગનો અભ્યાસ સૌ પ્રથમ કપિલદેવે કર્યો હતો. તેઓ ભગવાન, કૃષ્ણ, ના અવતાર છે. તો આ યોગનું રહસ્ય છે. કે આ, મારા કહેવાનો મતલબ, બેસવાની પદ્ધતિ અને નાકની ટોચને જોવું અને ટટ્ટાર બેસવું, આ બધુ, મારા કહેવાનો મતલબ, તમને તમારા મનને વિષ્ણુ, અથવા કૃષ્ણ, રૂપ પર કેન્દ્રિત કરવામાં મદદ કરશે. વ્યક્તિએ મારા પર ધ્યાન કરવું જોઈએ. આ ધ્યાન મતલબ કૃષ્ણ પણ ધ્યાન કરવું. તો અહી આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, તે પ્રત્યક્ષ રીતે ફક્ત કૃષ્ણ પર, બીજુ કશું નથી... તેથી આ છોકરાઓ કરતાં વધુ સારું ધ્યાની કોઈ નથી. તેઓ ફક્ત કૃષ્ણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમનું સમગ્ર કાર્ય છે કૃષ્ણ. તેઓ બગીચામાં કામ કરી રહ્યા છે, જમીનને ખોદતાં, "ઓહ, બહુ સરસ ગુલાબ આવશે, આપણે તેને કૃષ્ણને અર્પણ કરીશું." ધ્યાન. વ્યાવહારિક ધ્યાન. હું ગુલાબ ઉગાડીશ અને તેને કૃષ્ણને અર્પણ કરીશ. ખોદવાની ક્રિયામાં પણ ધ્યાન છે. તમે જોયું? તેઓ સરસ ખાદ્યપદાર્થ બનાવી રહ્યા છે, "ઓહ, તે કૃષ્ણ ખાશે." તો રાંધવામાં ધ્યાન છે. તમે જોયું? અને કીર્તન અને નૃત્યની તો વાત જ શી કરવી. તો આ... તેઓ ચોવીસ કલાક કૃષ્ણમાં ધ્યાન કરે છે. પૂર્ણ યોગી. કોઈને પણ આવવા દો અને પડકાર કરવા દો. આ છોકરાઓ પૂર્ણ યોગી છે.

આપણે પૂર્ણ યોગ પદ્ધતિ શીખવાડીએ છીએ. તરંગી રીતે નહીં. ભગવદ ગીતાની અધિકૃતતા પર. આપણે કોઈ તર્કનું નિર્માણ નથી કર્યું, પણ અહી વિધાન છે, તમે જોયું? ફક્ત તમારા મનને કૃષ્ણ, અથવા વિષ્ણુ પર કેન્દ્રિત કરવું. અને તેમના કાર્યો તેવી રીતે ઢાળવા કે તેઓ કૃષ્ણ સિવાય બીજું કશું વિચારી ના શકે, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ. તો તેઓ સર્વોચ્ચ ધ્યાની છે. "હ્રદયમાં મારા પર વિચારો અને મને જીવનનું અંતિમ લક્ષ્ય બનાવો." તો કૃષ્ણ જીવનનું અંતિમ લક્ષ્ય છે. તે લોકો તેમને કૃષ્ણલોક જવા માટે તૈયાર કરી રહ્યા છે. તો અહી એક પૂર્ણ યોગ છે. તે લોકો પૂર્ણ યોગનો અભ્યાસ કરી રહ્યા છે. આગળ વધો.