GU/Prabhupada 0695 - સસ્તામાં તેઓ ભગવાન પસંદ કરે છે. ભગવાન એટલા સસ્તા બની ગયા છે - "હું ભગવાન છું, તમે ભગવાન છો"
Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969
ભક્ત: "આ શ્લોકમાં પણ, ભજન્તી શબ્દનો ઉપયોગ થયો છે. ભજન્તી ફક્ત પરમ ભગવાન માટે જ વપરાય છે, જ્યારે 'પૂજા' શબ્દ દેવતાઓ અથવા બીજા કોઈ સામાન્ય જીવ માટે વપરાઈ શકે છે. અવજાનંતી શબ્દ..."
પ્રભુપાદ: અવજાનંતી મતલબ અવગણના કરવી. "ભગવાન શું છે? હું ભગવાન છું? ભગવાન શું છે? હું ભગવાનની સેવા શા માટે કરું? આ અવજાનંતી છે. જેમ કે અપરાધી, "આહ, સરકાર શું છે? હું મારા પોતાના કાર્યો મારી રીતે કરી શકું છું. હું સરકારની પરવાહ નથી કરતો." આને અવજાનંતી કહેવાય છે. પણ તમે ના કરી શકો. જો હું કહું "હું સરકારની પરવાહ નથી કરતો," ઠીક છે, તમે તે કહી શકો છો, પણ પોલીસ વિભાગ છે. તે તમને પીડા આપશે, તે તમને દંડિત કરશે. ભૌતિક પ્રકૃતિ તમને ત્રણ પ્રકારના દુખોથી દંડિત કરશે. આગળ વધો.
ભક્ત: "શ્રીમદ ભાગવતમના આ શ્લોકમાં વપરાયેલો શબ્દ અવજાનંતી ભગવદ ગીતામાં પણ જોવા મળે છે. અવજાનંતી...
પ્રભુપાદ: મામ મૂઢા: શ્રીમદ ભાગવતમ, આ શબ્દ વપરાયો છે, અવજાનંતી સ્થાનાદ ભ્રષ્ટા: પતંતી અધ: (શ્રી.ભા. ૧૧.૫.૩). તેવી જ રીતે ભગવદ ગીતામાં તે જ શબ્દ વપરાયો છે: અવજાનંતી મામ મૂઢા: (ભ.ગી. ૯.૧૧). મૂઢા મતલબ ધૂર્તો. ફક્ત ધૂર્તો, તેઓ વિચારે છે કે - તેઓ મારી પરવાહ નથી કરતાં. ધૂર્તો. તે જાણતો નથી કે તે કષ્ટ સહન કરશે, પણ તે તેવું કહેવાની હિમ્મત કરે છે કે, "હું પરવાહ નથી કરતો..." તે છે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમ આશ્રિતમ, પરમ ભાવમ અજાનંત: (ભ.ગી. ૯.૧૧). ભગવાનની પરમ સ્થિતિને જાણ્યા વગર. સસ્તામાં, સસ્તામાં તેઓ ભગવાન પસંદ કરે છે. ભગવાન એટલા સસ્તા બની ગયા છે. "હું ભગવાન છું, તમે ભગવાન છો." ભગવાનનો અર્થ શું છે? તમે જાણો છો? જો તમે ભગવાન છો, હું ભગવાન છું, તો ભગવાનનો અર્થ શું છે? તો અવજાનંતી, આ શબ્દ ખૂબ જ યોગ્ય છે. અવજાનંતી મતલબ અવગણના કરવી, પરવાહ ના કરવી. પણ તેઓ મૂઢા: છે. તેમને મૂઢા કહેવાય છે - મતલબ ગેરસમજુ, અજ્ઞાની. અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમ આશ્રિતમ (ભ.ગી. ૯.૧૧). આગળ વધો.
ભક્ત: "ફક્ત મૂર્ખાઓ અને ધૂર્તો જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, ભગવાન કૃષ્ણ, નો ઉપહાસ કરે છે. આવા મૂર્ખાઓ ભગવાનના કોઈ સેવાભાવ વગર ભગવદ ગીતાની ઉપર ટિપ્પણીઓ લખે છે. પરિણામ સ્વરૂપ તે લોકો ભજન્તી અને પૂજા વચ્ચે યોગ્ય રીતે ભેદ નથી કરી શકતા. તો બધા જ પ્રકારના યોગ અભ્યાસની પરાકાષ્ઠા ભક્તિયોગમાં છે. બીજા બધા યોગ ભક્તિયોગ પર આવવાના સાધન માત્ર છે. યોગનો વાસ્તવમાં મતલબ છે ભક્તિયોગ. બીજા બધા યોગ આ લક્ષ્ય ભણી જાય છે. કર્મયોગથી શરૂઆત કરીને ભક્તિયોગના અંત સુધી આત્મ-સાક્ષાત્કારનો લાંબો માર્ગ છે. કર્મોના પરિણામ વગરનો કર્મયોગ આ માર્ગની શરૂઆત છે. જ્યારે કર્મયોગ જ્ઞાન અને વૈરાગ્યમાં વધે છે તે સ્તરને જ્ઞાનયોગ કહેવાય છે. જ્યારે જ્ઞાનયોગ વધે છે વિભિન્ન શારીરિક ક્રિયાઓ દ્વારા પરમાત્માના ધ્યાનમાં, અને મન તેમના પર છે, તેને અષ્ટાંગયોગ કહેવાય છે. અને જ્યારે વ્યક્તિ અષ્ટાંગયોગથી પરે થાય છે, અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, કૃષ્ણ, ના બિંદુ સુધી આવે છે, તેને ભક્તિયોગ કહેવાય છે."
પ્રભુપાદ: હા, યોગ પદ્ધતિનો ધીમો વિકાસ. કર્મયોગ થી જ્ઞાનયોગ. કર્મયોગ મતલબ સામાન્ય કાર્યો, સકામ કાર્યો. સામાન્ય કાર્યો મતલબ પાપમય કાર્યો પણ, કર્મયોગનો અર્થ પાપમય કાર્યો નથી. ફક્ત, સારા, પુણ્યશાળી કાર્યો અથવા નિર્દિષ્ટ કર્તવ્યો. તેને કર્મયોગ કહેવાય છે. પછી, કર્મયોગ કરીને વ્યક્તિ જ્ઞાનયોગના સ્તર પર આવે છે. અને જ્ઞાનથી આ અષ્ટાંગયોગ પદ્ધતિ - ધ્યાન, ધારણ, પ્રાણાયામ, આસન - એવું, જે લોકો અષ્ટાંગયોગનો અભ્યાસ કરી રહ્યા છે. પછી અષ્ટાંગયોગથી, મનને વિષ્ણુ પર કેન્દ્રિત કરતાં, ભક્તિયોગના બિંદુ પર આવે છે. અને જ્યારે વ્યક્તિ ભક્તિયોગના સ્તર પર આવે છે, તે છે યોગનું સિદ્ધ સ્તર. અને આ કૃષ્ણ ભાવનામૃત મતલબ શરૂઆતથીજ, સીધુજ, તે ભક્તિયોગ. આગળ વધો.