GU/Prabhupada 0786 - યમરાજના દંડની રાહ જોતાં

Revision as of 09:38, 11 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0786 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 6.1.48 -- Dallas, July 30, 1975

પ્રભુપાદ: બ્રહ્મચારીએ ગુરુકુળમાં રહેવું જોઈએ, પચ્ચીસ વર્ષ સુધી. તેનું પ્રશિક્ષણ થાય છે. પછી જો ગુરુને લાગે કે તેને લગ્નની જરૂર છે, તો તે ઘરે જાય છે અને લગ્ન કરે છે. નહિતો, શિક્ષા છે આખું જીવન બ્રહ્મચારી તરીકે રહેવું. કોઈ જરૂર નથી... કારણકે આ મનુષ્ય જીવન ભગવદ સાક્ષાત્કાર માટે છે. તે મૈથુન ભોગ અથવા ઇન્દ્રિય તૃપ્તિ માટે નથી. તે ફક્ત... અહી એક તક છે વ્યક્તિની બંધારણીય સ્થિતિ સમજવાની, કે તે આત્મા છે, અને કૃષ્ણ, અથવા પરમ ભગવાન, તે પણ આત્મા છે. તો આત્મા, વ્યક્તિગત આત્મા, કૃષ્ણનો અંશ છે. તેથી તેનું કર્તવ્ય છે સંપૂર્ણ આત્મા સાથે રહેવું. જેમ કે એક યાંત્રિક ભાગ, એક ટાઇપરાઇટર યંત્રનો સ્ક્રૂ: જો સ્ક્રૂ યંત્ર સાથે રહે છે; તો તેનું મૂલ્ય છે. અન જો સ્ક્રૂ યંત્ર વગર રહે છે, તો તેનું કોઈ મૂલ્ય નથી. એક નાના સ્ક્રૂની કોણ દરકાર કરે છે? પણ જ્યારે તે સ્ક્રૂની કોઈ યંત્રમાં જરૂર પડે છે, તમે ખરીદવા જાઓ છો - તે લોકો પાંચ ડોલર લેશે. શા માટે? જ્યારે તે યંત્ર સાથે જોડાય છે, તેનું મૂલ્ય છે. ઘણા ઉદાહરણો છે. જેમ કે અગ્નિનું તણખલું. જ્યારે અગ્નિ પ્રકટી રહી છે, તમે જોશો કે નાનું તણખલું, "ફટ! ફટ!" આ રીતે. તે બહુ જ સુંદર છે. તે બહુ જ સુંદર છે કારણકે તે અગ્નિની સાથે છે. અન જેવુ તણખલું અગ્નિમાથી નીચે પડી જાય છે, પછી તેનું કોઈ મૂલ્ય નથી. કોઈ તેની પરવાહ નથી કરતું. તે સમાપ્ત છે. તેવી જ રીતે, જ્યાં સુધી આપણે કૃષ્ણ સાથે છીએ, કૃષ્ણના અંશ તરીકે, આપણું મૂલ્ય છે. અને જેવા આપણે કૃષ્ણના સ્પર્શથી અલગ થઈ જઈએ છીએ, પછી આપણું કોઈ મૂલ્ય નથી. આપણે તે સમજવું જોઈએ.

તો કેવી રીતે વ્યક્તિએ હમેશા પોતાને કૃષ્ણ સાથે રાખવી તે મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. અને જો આપણે તે નથી કરતાં, તે પાપમય છે. પછી આપણે દંડના ભાગી બનીએ છીએ, કે "તમને પોતાને સમજવાનો અવસર આપવામાં આવ્યો, કૃષ્ણને સમજવાનો અને તમારો કૃષ્ણ સાથેનો સંબંધ સમજવાનો. તમે આ તકનો લાભ લીધો નહીં." ઓહ, તેને દંડ મળે છે: "ઠીક છે, તમે ફરીથી પ્રાણી બનો, ફરીથી જન્મ અને મૃત્યુના ચક્કરમાં." તો આપણે ખૂબ જ, ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. એવું ના વિચારો, કે "આપણે સ્વતંત્ર છીએ, અને જે પણ બકવાસ આપણને ગમે તે કરી શકીએ." તે બહુ જ જોખમવાળું જીવન છે. મૂર્ખતાપૂર્વક, એવું ના વિચારો. એક નિયમિત... યમરાજ હોય છે. કારણકે આપણે કૃષ્ણના પુત્રો છીએ... જ્યારે કૃષ્ણને ઈચ્છા હોય છે, કે "આ મારા પુત્રો, ધૂર્તો, આ ભૌતિક જગતમાં પીડાઈ રહ્યા છે. તેમને ઘરે પાછા આવવા દો," તેથી તેઓ વ્યક્તિગત રૂપે આવે છે. યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત, તદાત્માનામ સૃજામ્યહમ (ભ.ગી. ૪.૭). તેઓ ઈચ્છા કરે છે કે, કે "આ ધૂર્તો, તેઓ આ ભૌતિક જગતમાં સડી રહ્યા છે, જન્મ જન્માંતરથી. તેમને પાછા આવવા દો." કારણકે તેઓ વધુ દયાળુ છે. તો... અને જો તે આ મનુષ્ય જીવનનો ઉપયોગ નથી કરતો, ભગવદ ધામ જવા માટે, તે પાપમય છે. પછી તેને દંડ મળે છે.

તો નિષ્કર્ષ છે કે દરેક વ્યક્તિએ આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન ગ્રહણ કરવું જોઈએ, નહિતો, તે યમરાજના દંડની પ્રતિક્ષા કરી રહ્યો છે.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય શ્રીલ પ્રભુપાદ.