GU/Prabhupada 0788 - આપણે સમજવાનો પ્રયત્ન કરવો જ જોઈએ કે આપણે દુખી કેમ છીએ - કારણકે આપણે આ ભૌતિક શરીરમાં છીએ

Revision as of 09:44, 11 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0788 - in all Languages Category:GU-Quotes - 1974 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 4.10 -- Vrndavana, August 2, 1974

પ્રભુપાદ:

વિતરાગ ભય ક્રોધ
મન મયા મામ ઉપાશ્રિત:
બહવો જ્ઞાન તપસા પૂતા
મદ ભાવમ આગતા:
(ભ.ગી. ૪.૧૦)

ભાવમ મતલબ સ્વભાવ પણ. જેમ કે આપણે સ્વ-ભાવ કહીએ છીએ. તો મદ ભાવમ... એક પ્રકૃતિ છે, આ ભૌતિક પ્રકૃતિ... આ પણ કૃષ્ણનો ભાવમ છે, મતલબ કૃષ્ણનો સ્વભાવ (પ્રકૃતિ). કૃષ્ણથી પરે કશું જ નથી, પણ આ બાહ્ય પકૃતિ છે. ભૂમિર અપો અનલો વાયુ:... ભિન્ના મે પ્રકૃતિર અષ્ટધા (ભ.ગી. ૭.૪). ભિન્ના મતલબ અલગ શક્તિ. શક્તિ કામ કરી રહી છે. જો કે એ કૃષ્ણની પ્રકૃતિ છે, છતાં, તે અલગ પ્રકૃતિ છે.

જેમ કે હું બોલી રહ્યો છું, તે રેકોર્ડ થઈ રહ્યું છે. જ્યારે તેને ફરીથી ચલાવવામાં આવશે, તમે તે જ ધ્વનિ સાંભળશો, પણ છતાં, તે મારીથી અલગ છે. તેવી જ રીતે, આ ભૌતિક પ્રકૃતિ પણ કૃષ્ણની પ્રકૃતિ છે.

કૃષ્ણથી પરે કશું જ નથી. બે પ્રકારની પ્રકૃતિ હોય છે: આધ્યાત્મિક પ્રકૃતિ અને ભૌતિક પ્રકૃતિ. તો ભૌતિક પ્રકૃતિ મતલબ બાહ્ય શક્તિ, અને આધ્યાત્મિક પ્રકૃતિ મતલબ આંતરિક શક્તિ. અને આપણે, આપણે પણ આધ્યાત્મિક શક્તિ છીએ, તટસ્થ. આપણે ક્યાં તો ભૌતિક પ્રકૃતિમાં રહી શકીએ અથવા આધ્યાત્મિક પ્રકૃતિમાં. તેથી આપણે તટસ્થ પ્રકૃતિ છીએ. ત્રણ પ્રકૃતિ હોય છે: બાહ્ય, આંતરિક અને તટસ્થ. જ્યાં સુધી આપણે ભૌતિક પ્રકૃતિમાં છીએ, બાહ્ય પ્રકૃતિમાં, આપણે દુખી છીએ. તે સ્થિતિ છે.

જેમ કે એક માછલી, જ્યારે તેને જમીન પર મૂકવામાં આવે, તે દુખી છે, અથવા મૃત્યુ. તેવી જ રીતે, જો તમે, જમીનના પ્રાણી, જો તમને પાણીમાં મૂકવામાં આવે, તમે દુખી છો. અને મૃત્યુ. તો કારણકે આપણે આધાત્યમિક પ્રકૃતિના છીએ... અને જેમ કૃષ્ણ દ્વારા સમજાવવામાં આવ્યું છે, કે આ ભૌતિક પ્રકૃતિ અપરા છે. અપરા મતલબ ઊતરતી, આપણા માટે યોગ્ય નહીં. તેથી આપણે દુખી છીએ. જ્યાં સુધી આપણે ભૌતિક પ્રકૃતિમાં રહીશું, આપણે દુખી જ રહીશું.

જેમ કે આ શરીર. આ શરીર ભૌતિક પ્રકૃતિનું બનેલું છે. અને આપણે આ શરીરમાં છીએ. દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા (ભ.ગી. ૨.૧૩). જ્યાં સુધી આપણને આ શરીર છે, ભૌતિક શરીર, આપણે દુખી જ રહીશું. સૌ પ્રથમ, આપણે સમજવાનો પ્રયત્ન કરવો જ જોઈએ કે આપણે દુખી શા માટે છીએ. આપણે દુખી છીએ કારણકે આપણે આ ભૌતિક શરીરમાં છીએ. અને... દુખ શું છે? તે ચાર સિદ્ધાંતોમાં છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ (ભ.ગી. ૧૩.૯). જન્મ લેવો અને ફરીથી મરવું, અને જ્યાં સુધી આપણે જીવીએ છીએ આપણે કોઈ રોગથી પીડાવું જ પડશે, અને આપણે વૃદ્ધ પણ થવું પડશે. સ્પષ્ટ સત્ય.

તેથી બુદ્ધિશાળી વ્યક્તિઓ સચેત હોવા જોઈએ આ ભૌતિક અસ્તિત્વની દુખમય અવસ્થાથી અને તેનાથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો જોઈએ. શું કોઈ સંદેહ છે? હે? આ હકીકત છે. તો આપણું એક માત્ર કાર્ય છે કે કેવી રીતે આ ભૌતિક અસ્તિત્વથી બહાર નીકળવું. તે આપણું એક માત્ર કાર્ય છે, એવું નહીં કે કેવી રીતે આપણે વસ્તુઓની ગોઠવણ કરીશું અને સુખી રહીશું. તેને કર્મી કહેવાય છે, મૂર્ખાઓ. તે હકીકત છે કે જ્યાં સુધી તમે અહી આ ભૌતિક જગતમાં રહેશો, ગમે તેટલું તમે વસ્તુઓની ગોઠવણ કરવાનો પ્રયાસ કરો સુખી રહેવા માટે, તે ક્યારેય શક્ય નથી. તે ક્યારેય શક્ય નથી. પાશ્ચાત્ય દેશમાં તે લોકો ભૌતિક રીતે સુખી બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વાસ્તવમાં જાણતા નથી કે સુખ શું છે, પણ ભૌતિક સુખ મતલબ મૈથુન જીવન. તો મૈથુન જીવનનો આનંદ તેઓ રોજ લઈ રહ્યા છે. અને છતાં, તેઓ નગ્ન નૃત્ય જોવા જાય છે કે શું ત્યાં સુખ છે. શા માટે ત્યાં સુખ હશે? કોઈ સુખ ના હોઈ શકે. પણ આ ગોઠવણ છે. તેઓ આ રીતે કે બીજી રીતે પ્રયાસ કરી રહ્યા છે. બસ તેટલું જ.