GU/Prabhupada 0383 - 'ગૌર પાહુ' પર તાત્પર્ય

Revision as of 13:50, 27 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0383 - in all Languages Category:GU-Quotes - 1969 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Gaura Pahu -- Los Angeles, January 10, 1969

ગૌર પાહુ ના ભજીયા ગ્વાઈનુ, પ્રેમ રથન ધન હેલાય હારાઈનુ. આ નરોત્તમ દાસ ઠાકુર દ્વારા ગાવામાં આવેલું બીજું ભજન છે. તે કહી રહ્યા છે કે "મે ભગવાન ચૈતન્યની ભક્તિ ના કરીને મારી આધ્યાત્મિક મૃત્યુને આમંત્રણ આપ્યું છે." ગૌર પાહુ ના ભજીયા ગ્વાઈનુ. ગૌર પાહુ મતલબ "ભગવાન ચૈતન્ય." ના ભજીયા, "ભક્તિ ના કરીને." ગ્વાઈનુ, "મે આધ્યાત્મિક મૃત્યુને નિમંત્રણ આપ્યું છે." અને અધને યતને કરી ધનુ તઈનુ. "શા માટે મે આધ્યાત્મિક મૃત્યુને આમંત્રણ આપ્યું છે? કારણકે હું કોઈ બેકાર વસ્તુમાં પ્રવૃત છું અને મે મારા જીવનના વાસ્તવિક ઉદેશ્યનો અસ્વીકાર કર્યો છે." અધન મતલબ બેકાર વસ્તુઓ. અને ધન મતલબ મૂલ્યવાન. તો વાસ્તવમાં, આપણે દરેક, આપણી આધ્યાત્મિક મુક્તિને અવગણતા, આપણે ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિમાં પ્રવૃત્ત છીએ, અને તેથી આપણે આ મનુષ્ય શરીરની તક ગુમાવી રહ્યા છીએ, પોતાને આધ્યાત્મિક સ્તર પર ઉન્નત કરવાની. આ મનુષ્ય જીવન વિશેષ કરીને બદ્ધ જીવને આપવામાં આવ્યું છે આધ્યાત્મિક મુક્તિના અવસર માટે. તો જે પણ વ્યક્તિ આધ્યાત્મિક મુક્તિની દરકાર નથી કરતો, તે આધ્યાત્મિક મૃત્યુને આમંત્રણ આપે છે. આધ્યાત્મિક મૃત્યુ મતલબ પોતાને ભૂલવું, કે તે આત્મા છે. તે આધ્યાત્મિક મૃત્યુ છે. તો પ્રાણી જીવનમાં તે પૂર્ણ રીતે ભૂલેલો છે. તેને કોઈ પણ સંજોગોમાં યાદ ના અપાવી શકાય કે તે આ શરીર નથી, પણ તે આ શરીર કરતાં અલગ છે. તે ફક્ત આ મનુષ્ય શરીરમાં, મનુષ્ય જીવનમાં, વ્યક્તિ સમજી શકે કે તે આ શરીર નથી, તે આત્મા છે. તો હરે કૃષ્ણ જપ કરીને, વ્યક્તિ સરળતાથી આ હકીકત સમજી શકે છે, અને ભગવાન ચૈતન્યની ભક્તિ કરીને, તેમના નિયમો અને રસ્તાનું અનુસરણ કરીને, વ્યક્તિ હરે કૃષ્ણ જપ કરી શકે છે અને બહુ જ સરળતાથી આધ્યાત્મિક સમજણના સ્તર પર આવી શકે છે. પણ નરોત્તમ દાસ ઠાકુર કહે છે કે આપણા છેડે આપણે આને અવગણી રહ્યા છીએ. તેથી આપણે આધ્યાત્મિક મૃત્યુને નિમંત્રણ આપી રહ્યા છીએ.

પછી તે કહે છે કે પ્રેમ રથન ધન હેલાય હારાઈનુ. આધ્યાત્મિક જીવન મતલબ સાચો પ્રેમ વિકસિત કરવો. દરેક વ્યક્તિ પ્રેમ કહે છે. ઘણા બધા જાહેરાતના પાટિયા હોય છે, ઘણા બધા કાગળો, "પ્રેમ, પ્રેમ." પણ કોઈ પ્રેમ નથી. આ ભ્રમ છે. તે બધી વાસના છે. નશા માટે પ્રેમ, મૈથુન માટે પ્રેમ, આના માટે પ્રેમ... આ ચાલી રહ્યું છે. તો વાસ્તવિક પ્રેમ મતલબ... પ્રેમ, આ શબ્દ, ફક્ત કૃષ્ણ માટે જ વપરાઇ શકે છે, ભગવાન માટે. કારણકે આપણે તે ઉદેશ્ય માટે જ રચાયેલા છીએ. પ્રેમ કરવો મતલબ કૃષ્ણને પ્રેમ કરવો. તો તેની જરૂર છે. તે આધ્યાત્મિક પ્રેમ છે. તો પ્રેમ રથન. હું તે પ્રેમની દિવ્ય અવસ્થા પ્રાપ્ત કરી શકતો હતો, પણ હું તેને અવગણી રહ્યો છું. તેથી હું મારી આધ્યાત્મિક સમજણને નિમંત્રણ આપી રહ્યો છું. અને આ વસ્તુઓ મારા ભૂતકાળના પાપ કર્મોને કારણે થઈ રહી છે. દરેક વ્યક્તિ જેને આ ભૌતિક શરીર છે, તે તેના ભૂતકાળના પાપ કર્મોને કારણે છે. ક્યારેક આપણે પુણ્ય કર્મો કહીએ છીએ. વાસ્તવમાં, જ્યાં સુધી વ્યક્તિને આ ભૌતિક શરીર મળશે, કોઈ પુણ્ય કર્મો હોતા નથી. પુણ્ય કર્મો મતલબ હવે કોઈ ભૌતિક શરીર નહીં. તે પુણ્ય કર્મો છે. નહિતો તે હકીકત તરીકે લેવું જોઈએ કે બ્રહ્મા પણ, જે આ બ્રહ્માણ્ડના મુખ્ય જીવ છે અને જેમની જીવન અવધિ કરોડો વર્ષો છે, બધી જ શક્તિ, છતાં, તે પણ પાપ કર્મો તરીકે ગણાય છે, કારણકે તેમને ભૌતિક શરીર છે. તો આપણે ઊંડે અને ઊંડે જઈએ છીએ, એક પછી બીજું, શરીર, આપણા પાપ કર્મોથી. ભાગવતમાં પણ તે કહ્યું છે કે તેઓ જાણતા નથી, કે આ ઇન્દ્રિય તૃપ્તિની ક્રિયાથી તેમને એક બીજું શરીર મળશે. અને શરીર ભૌતિક બંધનોનું કારણ છે. કારણકે મારે આ શરીર છે, તેથી હું માથાનો દુખાવો અનુભવું છું, હું પેટનો દુખાવો અનુભવું છું. હું આ અને તે અનુભવું છું. પણ, જેવુ આપણે આ ભૌતિક શરીરમાથી બહાર નીકળી જઈએ છીએ, પછી કોઈ ભૌતિક બંધન નથી. તે ફક્ત આનંદમય જીવન છે. બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા (ભ.ગી. ૧૮.૫૪). પ્રસન્નાત્મા મતલબ આનંદમય, જેવુ વ્યક્તિને આધ્યાત્મિક જીવન મળે છે. તો મારા પૂર્વ પાપોના કારણે, હું આ તક ગુમાવી રહ્યો છું. અપન કર મદ સેવા...

શા માટે તે થઈ રહ્યું છે? સત-સંગ છાડી ખાઇનુ અસત્યેર વિલાસ. "મે ભક્તોનો સંગ છોડી દીધો છે, પણ હું સામાન્ય બકવાસ માણસોનો સંગ કરી રહ્યો છું." અસત્યેર. અસત અને સત. સત મતલબ આત્મા. અને અસત મતલબ પદાર્થ. તો ભૌતિક આસક્તિનો સંગ મતલબ આ ભૌતિક, બદ્ધ જીવનમાં ફસાવવું. તો વ્યક્તિ ભક્તોનો સંગ કરવો પડે. સતામ પ્રસંગાદ મમ વીર્ય સંવિદો (શ્રી.ભા. ૩.૨૫.૨૫). વ્યક્તિ ફક્ત ભક્તોના સંગમાં જ ભગવાન વિશે સમજી શકે. તેથી આપણે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, સમાજ, નો પ્રચાર કરી રહ્યા છીએ. વાસ્તવમાં, તમે જોશો, જે વ્યક્તિ આ સમાજમાં આવે છે, થોડાક દિવસો, થોડાક અઠવાડીયાના સંગમાં જ, તે સચેત બની જાય છે, અને તે દીક્ષા માટે આગળ આવે છે અને વધુ પ્રગતિ કરે છે. તો આ સંગ બહુ જ મહત્વપૂર્ણ છે. જે લોકો વિભિન્ન કેન્દ્રો અને મંદિરો ચલાવે છે, તેમણે ખૂબ જ જવાબદાર માણસો બનવું જોઈએ, કારણકે બધુ જ આધાર રાખે છે તેમના નિષ્ઠાપૂર્વકના કાર્યો અને ચરિત્ર પર. જો તેઓ ગંભીર નથી, તો તે અસરકારક નહીં થાય. વ્યક્તિ આવી શકે છે અને આપણી સાથે સંગ કરી શકે છે, પણ જો આપણે ગંભીર નહીં હોઈએ, તો તે અસરકારક નહીં થાય. પણ જો ભક્તો ગંભીર છે, જે પણ વ્યક્તિ ભક્તના સંગમાં આવશે, તે બદલાશે. તે રહસ્ય છે. સત-સંગ છાડી અસત્યેર વિલાસ. અને જેવુ આપણે આ ભક્તોનો સંગ છોડી દઈએ છીએ, તરત જ માયા મને પકડી લે છે. જેવુ આપણે આ સંગ છોડી દઈએ છીએ, માયા કહે હકે, "હા, ચાલ મારા સંગમાં આવ." કોઈ પણ સંગ વગર, કોઈ પણ વ્યક્તિ તટસ્થ ના રહી શકે. તે શક્ય નથી. તેણે માયા અથવા કૃષ્ણ સાથે સંગ કરવો જ પડે. તો દરેક વ્યક્તિએ ભક્તોનો, કૃષ્ણનો, સંગ કરવા ખૂબ જ ગંભીર રહેવું જોઈએ.

કૃષ્ણ મતલબ... જ્યારે આપણે કૃષ્ણ બોલીએ છીએ, "કૃષ્ણ" મતલબ તેમના ભક્તો સાથે. કૃષ્ણ ક્યારેય એકલા નથી હોતા. કૃષ્ણ રાધારાણી સાથે હોય છે. રાધારાણી ગોપીઓ સાથે હોય છે. અને કૃષ્ણ ગોપાળો સાથે હોય છે. આપણે નિરાકારવાદી નથી. આપણે કૃષ્ણને એકલા નથી જોતાં. તેવી જ રીતે, કૃષ્ણ મતલબ કૃષ્ણના ભક્તો. તો કૃષ્ણ ભાવનામૃત મતલબ કૃષ્ણના ભક્તો સાથે સંગ રાખવો. વિષય વિષમ વિષ સતત ખાઈનુ. અને તે કહે છે કે "મે હમેશા ઇન્દ્રિય તૃપ્તિનું સૌથી ભયાનક ઝેર પીધું છે." વિષય વિષમ વિષ. વિષય મતલબ ઇન્દ્રિય તૃપ્તિ. ખાવું, ઊંઘવું, મૈથુન અને રક્ષણ. આને વિષય કહેવાય છે. અને વિષમ મતલબ ભયાનક રીતે. અને વિષ મતલબ ઝેર. જો વ્યક્તિ ફક્ત જીવનના આ ચાર સિદ્ધાંતોમાં પ્રવૃત્ત છે, જેમ કે પ્રાણીઓ. તો તે માનવું જોઈએ કે તે ફક્ત ઝેર પી રહ્યો છે. બસ તેટલું જ. વિષય વિષમ સતત ખાઈનુ. "હું જાણું છું કે આ ઝેર છે, પણ હું એટલો બધો નશામાં છું, કે હું દરેક ક્ષણે ઝેર પી રહ્યો છું." ગૌર કીર્તન રસે મગન ના પાઈનુ. "અને હું પોતાને ભગવાન ચૈતન્ય દ્વારા શરૂ કરાયેલા સંકીર્તન આંદોલનમાં લીન નથી કરી શકતો." ઓહ, તે વાસ્તવમાં હકીકત છે. જે લોકો ભૌતિક જીવનમાં બહુ જ આસક્ત હોય છે, અથવા હમેશા ઇન્દ્રિય તૃપ્તિનું ઝેર પિતા હોય છે, તેઓ સંકીર્તન આંદોલનથી આકર્ષિત થતાં નથી.

તો છેલ્લે, નરોત્તમ દાસ ઠાકુર પસ્તાવો કરે છે. તે પોતાને પ્રસ્તુત કરે છે. જો વ્યક્તિ પસ્તાવાના તે બિંદુ પર આવે છે, તે પણ બહુ સરસ છે. તે તરત જ શુદ્ધ બને છે. પસ્તાવો મતલબ શુદ્ધિકરણ. તો તે કહે છે, કેનો વા આછાય પ્રાણ કિછુ બલિ... "શા માટે હું જીવી રહ્યો છું? હું ભક્તોનો સંગ નથી કરી રહ્યો, હું સંકીર્તન આંદોલનમાં ભાગ નથી લઈ રહ્યો. હું સમજતો નથી કે કૃષ્ણ શું છે. હું સમજતો નથી કે ભગવાન ચૈતન્ય શું છે. તો હું શેના માટે જીવી રહ્યો છું?" આ પસ્તાવો છે. "મારૂ સુખ શું છે? મારા સુખનું ધોરણ શું છે? શા માટે હું જીવી રહ્યો છું?" નરોત્તમ દાસ કેન ના ગેલ. "હું ઘણા લાંબા સમય પહેલા મરી કેમ ના ગયો? મારે મરી જવું જોઈતું હતું. મારા જીવવાનો અર્થ શું છે?" તો તે નરોત્તમ દાસ ઠાકુરનો પસ્તાવો નથી. આપણે દરેક તેવું વિચારવું જોઈએ, કે "જો આપણે ભક્તોનો સંગ ના કરી શકીએ, જો આપણે સમજીએ નહીં કે કૃષ્ણ ભાવનામૃત આંદોલન શું છે, જો આપણે ભગવાન ચૈતન્ય અને તેમના પાર્ષદોના સંગમાં નથી આવતા, તો મારા માટે મરવું વધુ સારું છે. અને બીજો કોઈ ઈલાજ નથી."