GU/Prabhupada 0104 - જન્મ અને મૃત્યુના ચક્રને રોકો
Lecture on BG 9.1 -- Melbourne, April 19, 1976
પુષ્ટ કૃષ્ણ: પ્રાણી નો જીવાત્મા માનવ સ્વરૂપ માં કઈ રીતે પ્રવેશ કરે છે? પ્રભુપદા: જેમ કે ચોર જેલ ગૃહ માં. તે કેવી રીતે મુક્તિ પામે છે? જયારે જેલ ગૃહ માં સહન કરવાની તેની મુદ્દત પૂરી થાય, પછી તે ફરી થી મુક્ત માણસ છે અને જો ફરી થી તે ગુનેગાર થાય, તેને જેલ માં રાખવા માં આવે છે તેથી માનવ તરીકે ના જીવન નો હેતુ સમજ માટે છે જેમ હું સમજાવી રહ્યો છું, મારા જીવન ની શું સમસ્યા છે. હું મરવા માંગતો નથી; મને મૃત્યુ આપવા માં આવ્યું છે હું વૃદ્ધ માણસ થવા ઈચ્છતો નથી, મને વૃદ્ધ માણસ થવા માટે મજબુર કરવામાં આવ્યો છે જન્મ-મૃત્યુ-જરા-વ્યાધી-દુહ્ખ-દોષાનુંદર્શનમ (ભ.ગી. 13.9) તેથી તે.... તે દાખલા ની જેમ, ચોર. જયારે તે મુક્ત થાય છે, જો તે વિચારે, સમજે, કે “શા માટે મને આ જેલ જીવન ની છ મહિનાઓ ની દૈનીય સ્થિતિ માં રાખવામાં આવ્યો હતો ? તે ખુબ ચિંતા જનક હતું” પછી તે ખરેખર માનવ બને છે. તેવીજ રીતે, માનવ પાસે વિચાર-વિમર્શ ની આગવી શક્તિ છે જો તે વિચારે કે " શા માટે મને આ દૈનીય સ્થિતિ માં મુકવામાં આવ્યો છે? " દરેકે કબુલ કરવું જોઈએ કે તે દૈનીય સ્થિતિ માં છે. તે સુખી થવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ સુખ નથી તેથી તે સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તે તક માનવ માં છે. પરંતુ જો આપણે મેળવીએ, માયા ની દયા થી, માનવ તરીકે અને આપણે તેનો યોગ્ય ઉપયોગ નહિ કરીએ,જો બિલાડાઓ અને કુતરાઓ અથવા બીજા પ્રાણીઓ તરીકે આ આશિષનો આપણે દુરુપયોગ કરીએ, પછી આપણે ફરી થી પ્રાણી સ્વરૂપ સ્વીકારવું પડે, અને જયારે મુદ્દત પૂરી થાય છે.. તે ખુબ, ખુબ સમય નો લાંબો ગાળો લે છે કારણ કે ત્યાં ઉત્ક્રાંતિ ની પ્રક્રિયા છે ફરી થી તમે માનવ સ્વરૂપ ના જીવન માં આવશો, જયારે મુદ્દત પૂરી થાય છે ચોક્કસ એજ દાખલો: એક ચોર, જયારે તેણે તેની સજા ની મુદ્દત પૂરી કરી છે, તે ફરી થી મુક્ત માણસ છે. પરંતુ જો ફરી થી તે ગુનાગીરી આચરે; ફરીથી તે જેલ માં જાય છે. તેથી જન્મ અને મૃત્યુ નું ચક્ર છે. જો આપણે માનવ સ્વરૂપ ના જીવન નો સદુપયોગ કરીએ, પછી આપણે જન્મ અને મૃત્યુ નું ચક્ર સમાપ્ત કરીએ છે. જો આપણે માનવ સ્વરૂપ જીવનો સદુઉપયોગ નહિ કરીએ, ફરીથી આપણે જન્મ અને મૃત્યુ ના ચક્ર માં જઈએ છે.