GU/Prabhupada 0093 - ભગવદ ગીતા પણ કૃષ્ણ છે

Revision as of 13:46, 25 April 2015 by YamunaVani (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0093 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on Brahma-samhita, Lecture -- Bombay, January 3, 1973

તેથી શ્રીમદ ભાગવતમ વેદાંત સુત્ર નું મૂળભૂત સમજુતી છે. તેથી વેદાંત સુત્ર માં, વેદાંત સુત્ર ની સમજુતી,શ્રીમદ ભાગવતમમાં, કહેવામાં આવ્યું છે, જન્માંદય અસ્ય યતઃ અન્વયાત ઇતરતશ ચ અર્થેસુ અભીજ્ઞાંહ તેને બ્રહ્મા હ્ર્દા આદિ કવયે મુહ્યંતી યત્ર સુરયઃ (SB 1.1.1) આ વર્ણનો ત્યાં છે. તેથી આદિ કવિ, આદિ કવિ એટલે કે બ્રહ્મા. બ્રહ્મા, આદિ કવિ. તેથી તેને બ્રહ્મ, બ્રહ્મા એટલે કે શબ્દ બ્રહ્મન, વૈદિક સાહિત્ય. તેથી તેમણે બ્રહ્મા ને ઉપદેશ આપ્યો અથવા બ્રહ્મા ના હૃદય માં વિદિત કર્યું. કારણ કે જયારે સર્જન હતું, પ્રારંભ માં, જીવિત તત્વ, બ્રહ્મા જ ફક્ત વ્યક્તિ હતા. તેથી પ્રશ્ન હોઈ શકે કે " બ્રહ્મા એ વૈદિક જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું?" તે સમજવવામાં આવ્યું છે: તેને બ્રહ્મ ...બ્રહ્મા. બ્રહ્મા એટલે વૈદિક સાહિત્ય. શબ્દ બ્રહ્મન. માહિતી, ભગવાન નું વર્ણન પણ બ્રહ્મન છે. બ્રહ્મન નિરપેક્ષ છે. બ્રહ્મન અને સાહિત્ય જે બ્રહ્મન નું વર્ણન કરે છે તેમાં કોઈ તફાવત નથી. સમાન રીતે ભગવદ્ ગીતા કૃષ્ણ, તેમાં કોઈ તફાવત નથી. ભગવદ્ ગીતા પણ કૃષ્ણ છે. નહિ તો શા માટે આ પુસ્તક પૂજાય છે, કેટલાય વખત થી, ઘણા લાંબા સમય થી, પાંચ હજાર વરસો થી, જો ભગવદ્ ગીતા કૃષ્ણ ન હોત તો? ઘણું બધું સાહિત્ય , પુસ્તકો હમણાં પ્રકાશિત થઈ રહયા છે. એક વરસ, બે વરસો, ત્રણ વરસો પછી- ખલાસ. કોઈ ને તેની પડી નથી. કોઈ ને તેની પડી નથી. તેને કોઈ વાંચતું નથી.. કોઈ પણ સાહિત્ય તમે લ્યો દુનિયા ના ઈતિહાસ માં, કોઈ પણ સાહિત્ય પાંચ હજાર વરસો થી અસ્તિત્વ માં રહી ના શકે, ઘણા બધા, ઘણા વિદ્વાનો, ધાર્મિક અને તત્વજ્ઞાનીઓ, બાધાઓ દ્વારા વારં વાર વાંચવામાં આવી છે. શા માટે? કારણ કે તે કૃષ્ણ છે. કૃષ્ણ... કોઈ ભિન્નતા નથી ભગવદ્ ગીતા અને ભગવાન વચ્ચે. શબ્દ- બ્રહ્મન. તેથી ભગવદ્ ગીતા ને સામાન્ય સાહિત્ય તરીકે ગણવું ના જોઈએ, કોઈ પણ કહેવાતા ABCD જ્ઞાન થી તેના પર ટીપણી કરી શકે . નહિ. તે શક્ય નથી. મૂરખા અને ધ્રુતો , તેમની ABCD વિદ્વતા થી ગીતા ઉપર ટીપણી કરવાનો પ્રયત્નો કરે છે. તે શક્ય નથી. તે શબ્દ બ્રહ્મન છે. તે પ્રગટ થશે જે વ્યક્તિને કે જેની પાસે કૃષ્ણ પ્રતિ ભક્તિ છે. યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે… આ વૈદિક આજ્ઞાઓ છે. યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરઉ તસ્યીતે કથીતા હય અર્થઃ પ્રકાશન્તે મહાત્મન: (SU 6.23) તેઓ પ્રગટ થાય છે. તેથી વૈદિક સાહિત્ય ને પ્રગટ થયેલ કહેવાય છે. તે નથી કે હું તમારા ABCD જ્ઞાન તી સમજી શકું; હું એક ભગવદ્ ગીતા ખરીદી શકું, અને કારણ કે મારી પાસે વ્યાકરણ નું જ્ઞાન છે, હું સમજી શકીશ. નહિ. વેદેશુ દુર્લભ .બ્રહ્મ સંહિતા માં કહેવા માં આવ્યું છે, વેદેસું દુર્લભ. તમે તમારા સાહીત્યક ક્ષમતા અથવા વિદ્વતા થી તમામ વૈદિક સાહિત્ય નો અભ્યાસ કરતા જાઓ- દુર્લભ તે શક્ય નથી. વેદેશુ દુર્લભ તેથી ઘણી બધી વ્યક્તિઓ છે, તેમના કહેવાતી વિદ્વતા વડે તેઓ ભગવદ્ ગીતા નું અર્થ ઘટન કરવાનું પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ કોઈ ને તેમની પડી નથી. તેઓ એક પણ વ્યક્તિ ને કૃષ્ણ ના ભક્ત બનાવી શકે નહિ. આ એક પડકાર છે. તમારા મુંબઈ માં ઘણી બધી વ્યક્તિઓ છે, તેઓ ઘણા વરસો થી ભગવદ્ ગીતા સમજાવી રહ્યા છે, પરંતુ તેઓ એક વ્યક્તિ ને પણ કૃષ્ણ ના શુદ્ધ ભક્ત તરીકે રૂપાંતરિત કરી શક્યા નથી. આ અમારો પડકાર છે. પરંતુ આ ભગવદ્ ગીતા, હવે તેના મૂળ સ્વરૂપે સમજાવવામાં આવી રહી છે. અને હજારો અને હજારો યુરોપિયનો અને અમેરિકનો, જેમના પૂર્વજોએ કે કુટુંબે કૃષ્ણ નું નામ પણ જાણ્યું નથી, તેઓ ભક્ત બની રહ્યા છે આ સફળતા નું રહસ્ય છે. પરંતુ આ મુર્ખ લોકો, તેઓ જાણતા નથી. તેઓ વિચારે છે કે તેમના કહેવાતા બદમાંશિક જ્ઞાન થી ભગવદ્ ગીતા નું અર્થઘટન કરીને, તેઓ ભગવદ ગીતા ને પ્રગટ કરી શકશે. તે શક્ય નથી. નાહમ પ્રકાશ યોગમાયા-સમાવ્રત: કૃષ્ણ આ મુર્ખ અને ધૃત ને છતાં થતા નથી. કૃષ્ણ કદાપી છતાં થતા નથી.નાહમ પ્રકાશ સર્વસ્ય (BG 7.25) તેઓ એટલા સસ્તા નથી કે આ મુર્ખાઓ અને ધૃત થી તેઓ સમજી શકાય. તે શક્ય નથી. કૃષ્ણ કહે છે, નાહમ પ્રકાશ સર્વસ્ય યોગમાયા-સમા (BG 7.25) મનુંસ્યાનામ સાહસ્રેસું કસ્ચીદ યતતી સિદ્ધયે યતતામ અપી સીદ્ધાનામ કસ્ચીદ વેત્તિ મામ તત્ત્વતઃ (BG 7.3)