GU/Prabhupada 0160 - કૃષ્ણ વિરોધ કરે છે
Conversation at Airport -- October 26, 1973, Bombay
તેથી અમારી કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને જીવનની કિંમત સમજવા માટે શિક્ષિત કરવાની છે. શિક્ષણ અને સંસ્કૃતિની આધુનિક શૈલી ઍટલી પતન પામી છે કે લોકો જીવન ની કિંમત ભૂલી ગયા છે. સામાન્ય રીતે, આ ભૌતિક જગતમાં દરેક, જીવન ની કિંમત ભૂલીગયું છે, પરંતુ માનવ સ્વરૂપનું જીવન ઍ જીવનના મહત્વ ને જાગૃત કરવાની એક તક છે. શ્રીમદ્ ભાગવતમ્ માં જણાવ્યું છે કે, પરભાવાસ તવદ અબોધા-જાતો યવાન ના જીજ્ઞાસતા આત્મા-તત્તવમ . જ્યાં સુધી જીવ આત્મજ્ઞાનની સભાનતા માટે જાગૃત નથી, ત્યાસુધી ઍ મૂર્ખ જીવ, જે કંઈ કરે છે તે તેને માટે હાર છે. આ હાર જીવનની નીચલી પ્રજાતિઓમાં થઇ રહી છે કારણ કે તેઓ જીવન ની કિંમત શું છે તે સમજી શકતા નથી. તેમની ચેતના ઉન્નત નથી. પરંતુ માનવ સ્વરૂપ જીવનમાં પણ, એ જ હાર પ્રવર્તે છે, જે વધારેસારી સંસ્કૃતિ નથી. કે જે લગભગ પ્રાણી સંસ્કૃતિ છે. આહાર-નીદ્રા-ભય-મૈથુનં ચ સમાનમ ઍતત પશુર્ભિ નરાનામ. જો લોકો ફક્ત શારીરિક જરૂરીયાતો ના આ ચાર સિદ્ધાંતો માં વ્યસ્ત છે - ખાવું, સૂવું, મૈથુનક્રીયા અને બચાવ - તે પ્રાણી જીવનમાં પણ જોવા મળે છે, તેથી તે ખૂબ પ્રગતિવાળી સંસ્કૃતી નથી. તેથી અમારો કૃષ્ણ ભાવાનામૃત આંદોલનનો પ્રયાસ ઍ લોકોને માનવ જીવન ની જવાબદારી થી શિક્ષિત કરવાની છે. એ આપણી વૈદિક સંસ્કૃતિ છે. જીવન ની સમસ્યા ઍ આ જીવનના થોડા વર્ષો માટેના સમયગાળા માટેની મુશ્કેલીઓ નથી. જીવનની વાસ્તવિક સમસ્યા જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ ના પુનરાવર્તન કેવી રીતે ઉકેલવા ઍ છે. કે જે ભગવદ્ ગીતા માં સૂચના છે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધી-દુઃખા-દોસનુદર્સાનાં (ભ.ગી. ૧૩.૯) લોકો જીવન ની ઘનિબધિ સમસ્યાઓ થી વ્યાકુળ હોય છે, પરંતુ જીવનની વાસ્તવિક સમસ્યા જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ કેવી રીતે અટકાવવા ઍ છે. જેથી લોકો નઠોર હોય છે. તેઓ નિષ્ક્રિય સ્વભાવના બની ગયા છે તેઓ જીવન ની સમસ્યા સમજી શકતા નથી. ઘણા, લાંબા સમય પહેલા જ્યારે વિશ્વામિત્ર મુનીઍ મહારાજા દશરથ ને જોયા, જેથી મહારાજા દશરથે વિશ્વામિત્ર મુનીને પુછ્યુ, ઐહિસ્તમ યત તમ પુનર જન્મ જયયા: "મારા પ્રિય શ્રીમાન, તમે જે મૃત્યુ પર વિજય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે પ્રયાસ, તે કારોબાર કેવી સરસ રીતે ચાલે છે? કોઈ વિક્ષેપ છે?" તેથી આ આપણી વૈદિક સંસ્કૃતિ છે, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ ઉપર કેવી રીતે જીત મેળવવી. પરંતુ આધુનિક સમયમાં આવી કોઈ માહિતી નથી, ન તો કોઇને આમાં રસ છે. મોટા, મોટા અધ્યાપકો પણ, તેઓ જીવન પછી શું હોય છે તે જાણતા નથી. તેઓ મૃત્યુ પછી પણ ઍક જીવન હોય છે ઍમ માનતા નથી. તેથી આ એક અંધ સંસ્કૃતિ ચાલી રહી છે. અમે અમારો થોડો પ્રયત્ન કરી રહ્યાં છીઍ તેમને જીવનનો ધ્યેય શિક્ષિત કરવા માટે, ખાસ કરીને જીવનના માનવ સ્વરૂપમાં, (ધ્યેય) જીવનની શારીરિક જરૂરિયાતો કરતાં અલગ છે: ખાવું, સૂવું, મૈથુનક્રીયા અને બચાવ. ભગવદ-ગીતા માં આ કહેવાયું છે કે, મનુષ્યાનાં સહસ્રેસુ કસ્ચિદ યતતિ સિદ્ધ્યે: (ભ.ગી. ૭.૩) "ઘણા લાખો વ્યક્તિઓ પૈકી એક તેમના જીવનમાં સફળ બનવા માટે પ્રયાસ કરી શકે છે." સીદ્ધયે, સિદ્ધિ. આ સિદ્ધિ છે, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ ઉપર જીત કેવી રીતે મેળવવી. અને મનુષ્યાનાં સહસ્રેસુ કસ્ચિદ યતતિ સિદ્ધ્યે. આધુનિક સુસંસ્કૃત માણસ ઍટલો ઠોઠ છે, તેને સિદ્ધિ શું છે તે ખબર નથી. તે વિચારે છે કે "જો મને કેટલાક પૈસા અને એક બંગલો અને એક કાર વિચાર મળે, તે સિદ્ધિ છે."જે સિદ્ધિ નથી. તમે થોડા વર્ષોમાં ખૂબ જ સરસ બંગલો, એક કાર, સરસ કુટુંબ મેળવી શકો છો. પરંતુ કોઈ પણ ક્ષણે આ વ્યવસ્થા સમાપ્ત થઈ જશે અને તમારે બીજું શરીર સ્વીકારવું પડશે. તમને તેની ખબર નથી. અને ન તો તેઓને ઍ જાણવાની કાળજી છે તેઓને શિક્ષણ, સાંસ્કૃતીક આધુનિકતાનો ખૂબ ખૂબ ગર્વ હોવા છતાં, તેઓ ઠોઠ સ્વભાવના બની ગયા છે. પરંતુ અમે વિરોધ કરી રહ્યા છે. અમે વિરોધ કરી રહ્યા છે. હું વિરોધ નથી કરતો. કૃષ્ણ વિરોધ કરી રહ્યા છે. ન મામ દુષ્ક્રુતિનો મુઢા: પ્રપધ્યન્તે નારાધમા: માયયાપહ્યત-જ્ઞાના આસુરં ભાવમાશ્રિતા: (ભ.ગી. ૭.૧૫) આ માનવજાત મા સૌથી નીચા અને હંમેશા પાપી પ્રવૃત્તિઓમાં રોકાયેલ લુચ્ચાઑ, આવા વ્યક્તિઓ કૃષ્ણ ભાવના સ્વીકારતા નથી. "ના. ઘણા બધા શિક્ષિત એમએ, પીએચડી હોય છે." કૃષ્ણ કહે છે, માયયાપહ્યત-જ્ઞાના. "દેખીતા તેઓ ખૂબ શિક્ષિત હોય છે, પરંતુ તેમનું વાસ્તવિક જ્ઞાન માયા દ્વારા હરી લેવામાં આવ્યું હાય છે. આસુરં ભાવમાશ્રિતા:, આ નાસ્તિક સંસ્કૃતિ ખૂબ જ ખતરનાક છે. લોકો આ કારણસર પીડાતા હોય છે. પરંતુ તેઓ ખૂબ જ ગંભીર નથી. તેથી તેઓ કૃષ્ણ દ્વારા મુઢા:, લુચ્ચાતરીકે સંબોધવામાં આવ્યા છે. ન મામ દુષ્ક્રુતિનો મુઢા:. તેથી અમે થોડો પ્રયાસ કરી રહ્યાં છિઍ કે આ મુઢા:, મુઢા: સંસ્કૃતી, આધ્યાત્મિક જીવન ના પ્રકાશમાં આવે. તે અમારો નમ્ર પ્રયાસ છે. પરંતુ તે પહેલાથી કહેવાયેલું છે, મનુષ્યાનાં સહસ્ત્રેસુ: (બી.જી. ૭.૩) "ઘણા લાખો વ્યક્તિઓ પૈકી, તેઓ તેને સુધી પહોચી શકે છે." મનુષ્યાનાં સહસ્રેસુ કસ્ચિદ યતતિ સિદ્ધ્યે: પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે રોકાઈ જવું જોયિઍ. જેમકે આપણા શાળા, કોલેજના દિવસો માં, સાહેબ આસુતોશ મુખરજીએ યુનિવેર્સીટીમાં કેટલાક ઉચ્ચ અભ્યાસ, અનુસ્નાતક અભ્યાસ વર્ગો શરૂ કર્યા. વિદ્યાર્થી એક કે બે હતા, તેમ છ્તા પણ આ વર્ગ હજારો રૂપિયા ના ખર્ચે જાળવી રાખવામાં આવ્યા હતા, માત્ર ઍકાદ વિદ્યાર્થી કે બે વિદ્યાર્થીઓ છે ઍ ધ્યાનમાં ન લેતાં. એ જ રીતે આ કૃષ્ણ ભાવાનામૃત આંદોલન પર ચલવવું જ પડશે. મૂર્ખ લોકો, તેઓ તેને ન સમજે અથવા તે ઍમા ન આવે, તેનો કોઈ વાંધો નથી. આપણે આપણો પ્રચાર કરવોજ પડશે. ખૂબ ખૂબ આભાર.