GU/Prabhupada 0168 - નમ્ર અને વિનયશીલ બનવાની સંસ્કૃતિ

Revision as of 10:47, 10 May 2015 by YamunaVani (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0168 - in all Languages Category:GU-Quotes - 1977 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Room Conversation -- February 4, 1977, Calcutta

પ્રભુપાદ:આપણે હજી પણ ભારતમાં ભિક્ષા માગી શકે છે.ભારતમાં,હજી પણ,મોટા વિદ્વાન સન્ન્યાસિયો તે ભિક્ષા માગે છે. તેની પરવાનગી છે.ભિક્ષુ.તેમને સરસ લાગે છે.ત્રીદંડી-ભિક્ષુ. તો વૈદિક સભ્યતામાં ભિક્ષા માગવું ગેરકાનૂની કે શરમજનક નથી - યોગ્ય વ્યક્તિ દ્વારા. બ્રહ્મ્ચારિયો માટે,સન્ન્યસીયો માટે ભિક્ષા માગવા માટે છૂટ અપાયેલ છે. અને તેમને ઉઘાડામાં સરસ લાગે છે.ત્રીદંડી-ભિક્ષુ.ભિક્ષુ એટલે કે ભિખારી. સત્સ્વરૂપ:ત્રીદંડી.પ્રભુપાદ:હા. અહી,ભારતીય સંસ્કૃતિમાં બ્રહ્મચારી,સંન્યાસી અને બ્રાહ્મણને ભીખ માગવા પરવાનગી અપાયેલ છે. તે વૈદિક સભ્યતા છે. અને ગૃહસ્થો તેમને પોતાના બાળકો જેવા પાળે છે. તે સંબંધ છે. સત્સ્વરૂપ:પણ શું છે જ્યારે તે સભ્યતા માં કરેલું છે જ્યાં બધું જુદું છે? પ્રભુપાદ:તેટલેજ હિપ્પી છે. તે તમારી સંસ્કૃતિ છે - હિપ્પી અને હત્યારા - ધર્મના નામ ઉપર. તે તેમનો સંસ્કાર છે.અને ગર્ભપાત. કારણ કે તેવી કોઈ સંસ્કૃતિ નથી,તેથી ગર્ભપાત છે. અને મારવો અને બમ્બ ફેકવો,આખા વાતાવરણને તિરસ્કાર-યોગ્ય બનાવું. તે તમારી સંસ્કૃતિ છે. પ્રોતેસ્તેન્ત અને કેથોલિક વચ્ચે લડાઈ,અને બોમ્બ ફેકવું - લોકો ભયભીત છે. તે રસ્તા ઉપર જઈ નથી શકતા.તે તમારી સંસ્કૃતિ છે. અને ભિક્ષા માગવું ખરાબ છે. આખી જનતાને અને લોકોને ભયભીત અવસ્થામાં રાખવું,તે ખૂબ સરસ છે, અને જો કોઈ નમ્ર અવસ્થા માં ભિક્ષા માગે છે,તે ખરાબ છે.તે તમારી સંસ્કૃતિ છે. વૈદિક વિધાન બ્રહ્મચારીને ભિક્ષા આપવા માટે પરવાનગી આપે છે માત્ર વિનમ્રતા શીખવા માટે,ભિખારી બનવા માટે નથી. મોટા મોટા પરિવારો માંથી આવા છતાં,તે તેનો અભ્યાસ કરે છે. આ શીખવા માટે છે કેવી રીતે વિનમ્ર અને વિનયશીલ બનવો. અને ખ્રિસ્ત કહે છે,"નમ્ર અને વિનયશીલ લોકો માટે,ભગવાન ઉપલબ્ધ છે." તે ભીખ માગવું નથી.તમને ખબર નથી કે આ સંસ્કૃતિ શું છે. તમારા પાસે તમારી પોતાની સંસ્કૃતિ છે,અસુરોની સંસ્કૃતિ,પોતાના બાળકને પણ મારી દેવું. કેવી રીતે તમે સમજશો આ સંસ્કૃતિને?શું હું સાચો છું કે ખોટો છું? સત્સ્વરૂપ:તમે સાચા છો.પ્રભુપાદ:હા,તેને પત્રમાં વર્ણિત કરો. તમારા પાસે ચોથા-દર્જાના અને દસમાં-દર્જાનો સંસ્કૃતિ છે.તમે આ નમ્ર અને વિનયશીલ બનવાની સંસ્કૃતિને કેવી રીતે સમજશો? સત્સ્વરૂપ:જે જીલ્લા એટોર્ની આપણને જેલમાં બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો,આદિ કેશવ,તે તેની યોજના અહી બતાવી રહ્યો છે, કારણ કે કેટલા બધા વકીલો કહે છે કે આપણને આપણો ધર્મનો અભ્યાસ કરવાનો અધિકાર છે, આ ધર્મની સ્વતંત્રતા છે.તે કહે છે...પ્રભુપાદ:મફત...તે પ્રમાણિક ધરમ છે. સત્સ્વરૂપ:તેને કહ્યું છે,"પણ તે ધર્મનો પ્રશ્ન નથી",તેને કહ્યું,"આપણે શું છે,,".તેને કહ્યું છે,"મનનું નિયંત્રણનો ધર્મ સાથે કઈ પણ લેવા દેવાનો નથી. તે વ્યક્તિગત સ્વેચ્છાનો પ્રશ્ન છે. મને નથી લાગતો કે કોઈ વ્યક્તિ જે સાચા મનના ભાવમાં છે,તે કોઈને પોતાના મનને નિયંત્રણ કરવા પરવાનગી આપી શકે છે. તેને બસ તમે કૃત્રિમ રીતે આણેલી ગાઢ નિદ્રાવસ્થાના રૂપે તેને જુઓ."પ્રભુપાદ:મનનો નિયંત્રણ બધું છે.સત્સ્વરૂપ:કઈ પણ. પ્રભુપાદ:તમે પણ પ્રયત્ન કરો છો.હવે તે પણ મનના નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરે છે,આપણા માણસોને બળથી અપહરણ કરીને. તે બીજો મનનો નિયંત્રણ છે.તેમને પોતાનો મન અમને આપી દીધો છે,હવે તમે તેમનો મન બળથી ડીપ્રોગ્રામિંગ દ્વારા નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરો છો. શું તે મનનો નિયંત્રણ નથી? અહી તેનો મન કૃષ્ણ ભાવનામૃતમાં છે,અને બળથી તમે તેના મનને વિચલિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. શું તે મનનો નિયંત્રણ નથી? "અને તમારા દ્વારા મનનો નિયંત્રણ સરસ છે.પણ અમારો મનનો નિયંત્રણ ખરાબ છે."તે તમારો સિદ્ધાંત છે. તો કોઈપણ,કોઈપણ લુચ્ચો કેહ્શે કે,"મારા કાર્યો સારા છે,અને તમારા કાર્યો ખરાબ છે."