GU/Prabhupada 0005 - પ્રભુપાદનું જીવન ૩ મિનટમાં
Interview -- September 24, 1968, Seattle
પ્રશ્નકર્તા: શું તમે મને તમારા પોતાના જીવન વિષે કઈ કહેશો? એટલે કે, તમે ક્યાં ભણ્યા, અને કેવી રીતે તમે કૃષ્ણના ભક્ત બન્યા.
પ્રભુપાદ: મારો જન્મ અને ભણતર કલકત્તામાં થયો હતો. કલકત્તા મારું ઘર છે. મારો જન્મ ૧૮૯૬માં થયો હતો, અને હું મારા પિતાનો લાડકો હતો, તો મારું ભણતર થોડું મોડુ શરૂ થયું હતું, અને છતાં પણ, હું ઉચ્ચમાધ્યમિક, અને માધ્યમિક સ્કૂલમાં આઠ વર્ષ સુધી ભણ્યો. પ્રાથમિક શાળાના ચાર વર્ષ, ઉચ્ચતર માધ્યમિક શાળાના, ૮ વર્ષ, કોલેજમાં ચાર વર્ષ. પછી હું ગાંધીના રાષ્ટ્રીય આંદોલનમાં જોડાઈ ગયો. પણ સૌભાગ્યથી મને મારા ગુરુ મહારાજ, મારા આધ્યાત્મિક ગુરુને, ૧૯૨૨ માં મળવાનો અવસર મળ્યો. અને ત્યારથી, હું આ સંપ્રદાયથી આકર્ષિત થઈ ગયો, અને ધીમે ધીમે મે મારું ગૃહસ્થ જીવન છોડી દીધું. મારું લગ્ન ૧૯૧૮માં થયું હતું, જ્યારે હું કોલેજના ત્રીજા વર્ષનો છાત્ર હતો. અને પછી મને બાળકો થયા. હું વ્યાપાર કરતો હતો. પછી હું મારા સાંસારિક જીવનમાંથી ૧૯૫૪માં નિવૃત થઈ ગયો. ચાર વર્ષ સુધી હું એકલો હતો, કોઈ પરિવાર વગર. પછી મે ૧૯૫૯માં સન્યાસ આશ્રમને ગ્રહણ કર્યો. પછી મે મારી જાતને પુસ્તક લખવામાં સમર્પિત કરી દીધી. મારૂ પહેલું પ્રકાશન ૧૯૬૨માં બહાર આવ્યું, અને જ્યારે ત્રણ પુસ્તક થઈ ગયા, ત્યારે ૧૯૬૫માં હું તમારા દેશ માટે નીકળી પડ્યો અને હું અહી સપ્ટેમ્બર, ૧૯૬૫માં પહોંચ્યો. ત્યારથી, હું આ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર અમેરિકા, કેનેડા અને યુરોપીયન દેશોમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને ધીમે ધીમે કેન્દ્રો વિકસિત થાય છે. શિષ્યો પણ વધી રહ્યા છે. હવે જોઈએ શું થવાનું છે.
પ્રશ્નકર્તા: તમે પોતે એક શિષ્ય કેવી રીતે બન્યા? શિષ્ય થવા પહેલા તમે શું હતા, અથવા તમે શું પાલન કરતા હતા?
પ્રભુપાદ: એ જ સિદ્ધાંત જે મે તમને કહ્યો છે, શ્રદ્ધા. મારો એક મિત્ર, તે મને બળથી મારા ગુરુ પાસે લઇ ગયો. અને જ્યારે મે મારા ગુરુ મહારાજ સાથે વાત કરી, હું પ્રેરિત થયો. અને ત્યારથી, બીજરોપણ પ્રારંભ થયું હતું.