GU/Prabhupada 0035 - આ શરીરમાં બે જીવ છે
Lecture on BG 2.1-11 -- Johannesburg, October 17, 1975
હવે, કૃષ્ણએ ગુરુનું પદ લીધું, અને ઉપદેશ આપવાની શરૂઆત કરી. તમ ઉવાચ હૃષીકેશ. હૃષીકેશ..., કૃષ્ણ નું એક નામ હૃષીકેશ છે. હૃષીકેશ એટલે હૃષીક ઈશ. હૃષીક એટલે ઇન્દ્રિયો, અને ઈશ, સ્વામી. તેથી કૃષ્ણ આપણી ઇન્દ્રિયોના સ્વામી છે, દરેક વ્યક્તિની ઇન્દ્રિયોના. તે તેરમાં અધ્યાયમાં સમજાવવામાં આવશે, કે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત (ભ.ગી. ૧૩.૩). આ દેહમાં બે પ્રકારના જીવ છે. એક છે હું પોતે, વ્યક્તિગત આત્મા; અને બીજા છે કૃષ્ણ, પરમાત્મા. ઈશ્વર: સર્વ ભૂતાનામ હ્રુદેષુ અર્જુન તિષ્ઠતી (ભ.ગી. ૧૮.૬૧). તો વાસ્તવમાં માલિક પરમાત્મા છે. મને તક આપવામાં આવી છે તેનો ઉપયોગ કરવા માટે, પણ મારી આ ઇન્દ્રિયો, તથાકથિત ઇન્દ્રિયો, તે મારી નથી. મે મારો હાથ નથી બનાવ્યો. આ હાથ ભગવાન, કૃષ્ણ દ્વારા બનાવેલો છે, આ ભૌતિક પ્રકૃતિના માધ્યમ દ્વારા, અને મને આ હાથ આપવામાં આવ્યો છે, મારા કામ માટે, મારા ખાવા માટે, કોઈ વસ્તુ લેવા માટે. પણ વાસ્તવમાં તે મારો હાથ નથી. નહીતો, જ્યારે આ હાથ લક્વાગ્રસ્ત થશે, હું દાવો કરો છું, "મારો હાથ" - હું તેને વાપરી ન શકું, કારણકે તેની શક્તિ તેના સ્વામી દ્વારા લેવાઈ ગઈ છે. જેમ કે એક ઘરમાં, એક ભાડાના ઘરમાં, તમે રહો છો. જો ઘરના માલિક, મકાનમાલિક, તમને કાઢી મુકે છે, તો તમે ત્યાં રહી ના શકો. તમે તેને વાપરી ના શકો. તેવી જ રીતે આપણે આ દેહને ત્યા સુધી વાપરી શકીએ છીએ જ્યાં સુધી તેના માલિક, હૃષીકેશ, મને ત્યાં રેહવા દે છે. તેથી કૃષ્ણનું નામ છે હૃષીકેશ છે. અને આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે આપણે ઇન્દ્રિયોને કૃષ્ણની ઇન્દ્રિયો તરીકે સ્વીકારવી. તે કૃષ્ણ માટે વપરાવી જોઈએ. કૃષ્ણ માટે વાપર્યા વગર, આપણે તેને આપણી ઇન્દ્રિયતૃપ્તિ માટે વાપરીએ છીએ. આ આપણા જીવન ની કંગાળ અવસ્થા છે. જેમ કે તમે એક જગ્યાએ રહો છો, જેના માટે તમારે ભાડું આપવું પડે છે, પણ જો તમે ભાડું નહીં ભરો - તમે એમ વિચારો કે તે તમારી સંપત્તિ છે - તો પછી મુશ્કેલી છે. તેવી જ રીતે, હૃષીકેશ એટલે વાસ્તવિક માલિક કૃષ્ણ છે. મને આ સંપત્તિ અપાયેલ છે. તે ભગવદ ગીતામાં કહેલું છે.
- ઈશ્વર: સર્વ ભૂતાનામ
- હ્રુદેષુ અર્જુન તિષ્ઠતી
- ભ્રામયન સર્વ ભૂતાની
- યંત્રારુઢાની માયયા
- (ભ.ગી. ૧૮.૬૧)
યંત્ર: તે યંત્ર છે. તે યંત્ર કૃષ્ણ દ્વારા મને અપાયેલું છે કારણકે મેં એમ ઈચ્છા કરી હતી કે, "જો મને આ માનવ દેહ જેવું યંત્ર મળશે, તો હું આવી રીતે ભોગ કરીશ." તો કૃષ્ણ તમારી ઈચ્છાની પૂર્તિ કરે છે: "ઠીક છે." અને જો હું એવી રીતે વિચારું, "જો મને એવું યંત્ર મળે કે જેમાં હું બીજા પશુનું રક્ત ચૂસી શકું," "ઠીક છે" ,કૃષ્ણ કહે છે, "તું વાઘના દેહનું યંત્ર લે અને તેનો ઉપયોગ કર." તો આ ચાલી રહ્યું છે. એટલે તેમનું નામ હૃષીકેશ છે. અને જ્યારે આપણે ઠીક રીતે સમજીશું કે, "હું આ દેહનો માલિક નથી. કૃષ્ણ આ દેહના સ્વામી છે. મને એક ચોક્કસ પ્રકારનું દેહ જોઈતું હતું મારી ઇન્દ્રિયતૃપ્તિ માટે. તેમણે તે મને આપ્યું છે અને હું સુખી નથી. તેથી હું શીખીશ કે કેવી રીતે આ યંત્રને તેના સ્વામી માટે વાપરી શકાય," આ ભક્તિ કહેવાય છે. હૃશીકેણ હૃષીકેશ સેવનમ ભક્તિર ઉચ્યતે (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). જ્યારે આ ઇન્દ્રિયો - કારણકે કૃષ્ણ આ ઇન્દ્રિયોના સ્વામી છે - તેઓ આ દેહના સ્વામી છે - તો જયારે આ દેહ કૃષ્ણની સેવા માટે વપરાશે, તે આપણા જીવનની પૂર્ણતા છે.