GU/Prabhupada 0767 - તત: રુચિ. પછી સ્વાદ. તમે આ દળની બહાર ના રહી શકો. સ્વાદ બદલાઈ ગયો છે

Revision as of 23:40, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 6.1.39 -- Los Angeles, June 5, 1976

પ્રભુપાદ: તમે ભગવદ પ્રેમ એક સેકંડમાં વિકસિત ના કરી શકો. તમે કરી શકો, જો તમે ખૂબ જ ગંભીર હોવ અને ભગવાન તમારા પર ખૂબ જ પ્રસન્ન થાય. તે તમને આપી શકે. તે તમને તરત જ આપી શકે. તે શક્ય છે. પણ તે બહુ જ ઓછા કિસ્સામાં બને છે. સામાન્ય રીતે, આ વિધિ છે: આદૌ શ્રદ્ધા: તત: સાધુ સંગો. જેમ કે તમે અહી આ મંદિરમાં આવ્યા છો. તમને થોડી શ્રદ્ધા છે, આપણને બધાને. તેને શ્રદ્ધા કહેવાય છે, આદૌ શ્રદ્ધા. આ નિવાસમાં ઘણા લાખો લોકો રહે છે. શા માટે તેઓ આવતા નથી? આ શરૂઆત છે. તમને થોડી શ્રદ્ધા છે. તમે આવો છો. આદૌ શ્રદ્ધા તત: સાધુ સંગો. અન જો તમે ચાલુ રાખો.... આપણે શું કરીએ છીએ? આપણે સંગ કરીએ છીએ જેથી આપણે આ વેદિક ગ્રંથોમાથી શિક્ષા લઈએ. આને સાધુ સંગ કહેવાય છે. દારૂની દુકાનમાં આપણે એક પ્રકારનો સંગ કરીએ છીએ, હોટેલમાં આપણે એક સંગ કરીએ છીએ, ક્લબમાં આપણે કોઈ સંગ કરીએ છીએ, વિભિન્ન સ્થળો. તો અહી એક જગ્યા છે, અહી પણ સંગ છે. તેને સાધુ સંગ કહેવાય છે, ભક્તોનો સંગ. આદૌ શ્રદ્ધા તત: સાધુ સંગો (ચૈ.ચ. મધ્ય ૨૩.૧૪-૧૫). અને જો વ્યક્તિ પરિપક્વ છે, તો તેને ભક્તિમય સેવા કરવાની ઈચ્છા થાય છે, ભજન ક્રિયા. અને જેવુ ભજન ક્રિયા છે, બિનજરૂરી અર્થહીન વસ્તુઓ જતી રહેશે. અવૈધ મૈથુન નહીં, નશો નહીં, દારૂ નહીં, જુગાર નહીં. સમાપ્ત. જ્યારે અનર્થ નિવૃત્તિ: સ્યાત, આ બધી ખરાબ આદતો જતી રહેશે, પછી નિષ્ઠા, પછી સ્થિર શ્રદ્ધા, વિચલિત થતી નહીં. થતો નિષ્ઠા તત: રુચિસ. પછી સ્વાદ. તમે આ કેમ્પની બહાર ના રહી શકો. સ્વાદ બદલાઈ ગયો છે. તતો નિષ્ઠા તત: રુચિસ, તથાશક્તિસ, પછી આકર્ષણ. પછી ભાવ. ભાવ મતલબ ભાવવિભોર થવું: "ઓહ, કૃષ્ણ." પછી પ્રેમ છે. વિભિન્ન સ્તરો હોય છે.

તો આ... સાચો ધર્મ પ્રેમ છે, કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો. તે સાચો ધર્મ છે. ધર્મ... તે શું છે? યતો ભક્તિર... સ વૈ પુંસામ પરો ધર્મો (શ્રી.ભા. ૧.૨.૬). વિભિન્ન પ્રકારના ધર્મો હોય છે, અથવા ધાર્મિક પદ્ધતિઓ. પણ સાચી ધાર્મિક પદ્ધતિ મતલબ આપણે ભગવાનને પ્રેમ કરવાનું કેટલું શીખ્યા છીએ. બસ. વધારે નહીં. કોઈ કર્મકાંડ નહીં, કોઈ સૂત્ર નહીં, કશું નહીં. જો તમારું હ્રદય ભગવાન માટે રડી રહ્યું છે, તે પૂર્ણ ધર્મ છે. તે પૂર્ણ ધર્મ છે. તેથી ચૈતન્ય મહાપ્રભુ કહે છે, શૂન્યાયીતમ જગત સર્વમ: "ઓહ, કૃષ્ણ વગર, હું આખી દુનિયાને શૂન્ય અનુભવું છું." શૂન્ય, હા. તો આપણે તે સ્તર પર આવ્યા છીએ. અવશ્ય, આપણા બધા માટે તે શક્ય નથી, પણ ચૈતન્ય મહાપ્રભુએ આપણને બતાવ્યુ શ્રેષ્ઠ ધાર્મિક વ્યક્તિ કેવી રીતે બનવું. તે છે કે હમેશા અનુભવવું, "ઓહ, કૃષ્ણ વગર, બધુ જ શૂન્ય છે." શૂન્યાયીતમ જગત સર્વમ ગોવિંદ વિરહેણ મે (ચૈ.ચ. અંત્ય ૨૦.૩૯). તે ધર્મ છે, તે ધર્મ છે. તો વિષ્ણુદૂત આ યમદૂતોની પરીક્ષા કરે છે, કે શું તે સમજે છે કે ધર્મનો અર્થ શું છે. ધર્મ, આપણે રચી ના શકીએ. હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, આ ધર્મ, તે ધર્મ - તે ધર્મ નથી. તે કોઈ સાંપ્રદાયિક સમજણ હોઈ શકે છે, પણ સાચો ધર્મ મતલબ આપણે ભગવાનને પ્રેમ કરવું કેટલું શીખ્યા છીએ.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય પ્રભુપાદ.