GU/Prabhupada 0136 - ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ્ઞાન નીચે આવેલું છે

Revision as of 04:51, 22 June 2015 by Visnu Murti (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0136 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture with Translator -- Sanand, December 25, 1975

તો ભગવાન એટલે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમ સત્ય ત્રણ તબક્કામાં સાક્શાત્કૃત થઇ શકે છે:બ્રહ્મેતી પરમાત્મેતી ભગવાન ઇતિ શબ્દયતે(શ્રી.ભાગ.૧.૨.૧૧) પરમ સત્ય પ્રારંભમાં નિરાકાર બ્રહ્મના રૂપે સાક્ષાત્કાર થાય છે, જે જ્ઞાનીયોનો ધ્યેય છે, અને પછી,પરમાત્મા,જે યોગીયોનો લક્ષ્ય છે, અને અંતમાં જે પૂર્ણ સમજૂતીમાં વ્યક્તિ છે,પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અંતિમ વિષય છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જેમ કે આપણે સમજે છે કે સૂર્ય ગ્રહમાં પરમ પુરુષ કે સૂર્ય નારાયણ છે, કે સૂર્ય ગ્રહનો પ્રમુખ માણસ, તેમનો નામ પણ ભગવદ ગીતામાં આપેલું છે-વિવસ્વાન ભગવાન ચૌથા અધ્યાયમાં કહે છે-ઈમમ વિવસ્વતે યોગમ પ્રોક્તાવાન અહં અવ્યયમ(ભ.ગી.૪.૧) "મેં સૌથી પેહલા આ વિજ્ઞાન,આ ભગવદ ગીતાનો યોગ પદ્ધતિ,વીવસ્વાન સૂર્યદેવને બતાવ્યું હતું" વીવસ્વાન મનાવે પ્રાહા માંનુર ઇક્શ્વાકાવે'બ્રવિત અને વીવસ્વાન,સૂર્યદેવે મનુને સમજાવ્યું,અને મનુએ તેના પુત્રને સમજાવ્યું. આ રીતે,પરંપરા દ્વારા,જ્ઞાન નીચે આવ્યું છે. તો જ્યારે આપને જ્ઞાન વિષે વાતું કરે છે,તે એક વ્યક્તિથી શીખવું પડે છે. તો ભગવાન,પરમ સત્યને સમજવામાં છેલ્લો શબ્દ, તે ભગવદ ગીતામાં કહે છે, તો વ્યાસદેવ વિશેષ કરીને અહી કહે છે,ભગવદ ગીતામાં તે એમ નથી કેહતા કૃષ્ણ ઉવાચા,કારણ કે થોડા સમયે કૃષ્ણ મૂર્ખો દ્વારા ગેરસમજી જાય શકે છે. તો ભગવાન ઉવાચા,આ શબ્દ,જેનો અર્થ છે કે,તે જે પણ કહે છે,તેમાં કોઈ ખોટ કે કમી નથી આપણા જેવા સામાન્ય માણસો માટે ચાર ખોટ છે:ભ્રમ પ્રમાદ વિપ્રલીપ્સા કર-નાપતવ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ માટે કે આત્મ-સાક્ષાત્કારિત વ્યક્તિ માટે, કૃષ્ણના સેવકો માટે,જેને કૃષ્ણને સમજી લીધો છે, તેમના માટે કોઈ ખોટ નથી.તે પૂર્ણ(સિદ્ધ) છે. આ કારણ માટે કૃષ્ણ તે ઉપદેશ આપે છે, તદ વિદ્ધિ પ્રણીપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષયંતી તદ જ્ઞાનમ જ્ઞાનીનસ તત્ત્વ-દર્શીનહ(ભ.ગી.૪.૩૪) જેને વાસ્તવમાં સત્યને જોયું છે કે વાસ્તવમાં સત્યનું સાક્ષાત્કાર કર્યું છે,તમને તેમનાથી જ્ઞાન લેવું જોઈએ. તો આપણને તેવા વ્યક્તિના પાસે જવું જોઈએ, નહીતર,જો આપણે કોઈ તાર્કિક પાસે જશું,આપણને સાચું જ્ઞાન નથી મળશે. તો જે લોકો તાર્કિક છે,તે ભગવાનને સમજી નથી શકતો. તેથી તે ભૂલ કરે છે કે,"ભગવાન આવા છે","ભગવાન એવા છે" "કોઈ ભગવાન નથી","કોઈ રૂપ નથી" આ બધા વ્યર્થ વસ્તુઓની રજૂઆત થય છે,કારણ કે તે અપૂર્ણ છે. ભગવાને તેથી કહ્યું છે,અવજાનંતી માં મૂઢા માનુંષિમ તનુમ આશ્રીતમ(ભ.ગી.૯.૧૧) કારણ કે આપણા ભલા હેતુ માનુંષ્ય રૂપમાં આવે છે, મૂર્ખો અને લુચ્ચો તેમને સાધારણ વ્યક્તિ સમજે છે. જો ભગવાન કહે છે,અહં બીજ પ્રદ: પિતા(ભ.ગી.૧૪.૪),"હું બીજ આપનાર પિતા છું", તો,આપણે દરેક,આપણને ખબર છે કે મારા પિતા એક વ્યક્તિ છે,તેમના પિતા એક વ્યક્તિ છે, અને કેમ પરમ પુરુષ કે પરમ પિતા એક નિર્વિશેષ વ્યક્તિ બનશે? કેમ?કારણ કે આપણને ભગવાન,પરમ પુરુષથી પૂર્ણ જ્ઞાનને શીખવું જોઈએ, આ ભગવદ ગીતા તેથી સંપૂર્ણ જ્ઞાન છે સંપૂર્ણ પરમ પુરુષ દ્વારા આપણે ભગવદ ગીતાનો એક શબ્દ પણ ફેર-બદલ નથી કરી શકતા.તે મૂર્ખતા છે. તો આપણી આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આ સિદ્ધાંતનો પાલન કરે છે. અમે કોઈ તથાકથિત વસ્તુઓની રચના નથી કરતા અમે માત્ર પરમ ભગવાન દ્વારા આપેલા સંદેશનો વિતરણ કરે છે અને આ વ્યવહારિક રૂપે પ્રભાવશાળી બને છે.