Template

Template:GU/Gujarati Main Page - Vanipedia's Manifesto

Revision as of 09:03, 10 May 2020 by Anurag (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
↓ Scroll down to read more...

પરિચય

શ્રીલ પ્રભુપાદે તેમના ઉપદેશો પર ખૂબ મહત્વ આપ્યું, આ રીતે વાણીપિડિયા ફક્ત તેમના કાર્યને સમર્પિત છે જેમાં પુસ્તકો, રેકોર્ડ કરેલા વ્યાખ્યાનો અને વાર્તાલાપ, પત્રો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પૂર્ણ થઈ જશે, ત્યારે વાણીપિડિયા વિશ્વનું સૌ પ્રથમ વાણી-મંદિર હશે જે એક પવિત્ર સ્થાન અર્પણ કરશે જ્યાં આધ્યાત્મિક માર્ગદર્શન ઝંખનારા લાખો લોકો શ્રીલ પ્રભુપાદના પ્રખ્યાત ઉપદેશોમાંથી પ્રેરણા મેળવશે કે જેની પ્રસ્તુતિ કરવામાં આવી છે શક્ય તેટલી ભાષાઓમાં જ્ઞાનકોશ રૂપે.

વાણીપિડિયાનું દ્રષ્ટિ નિવેદન

શ્રીલ પ્રભુપાદની બહુભાષી વાણી-ઉપસ્થિતિનું આહવાન કરવા અને પૂર્ણ રીતે પ્રગટ કરવા માટે સહયોગ કરવો,અને આ રીતે કરોડો લોકોને કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનને જીવવા માટે અને માનવ સમાજને પુનઃ આધ્યાત્મિક બનાવવા માટે ભગવાન ચૈતન્ય મહાપ્રભુના સંકીર્તન આંદોલનને સહાય કરવી.

સહયોગ

વાણીપિડિયામાં જે સ્તરનો જ્ઞાનકોશ જોવા મળે છે તેની રચના ફક્ત ત્યારે જ શક્ય છે જયારે હજારો ભક્તો સામૂહિક સહયોગથી શ્રીલ પ્રભુપાદના ઉપદેશોનું સંકલન કરે અને ખંતપૂર્વક અનુવાદ કરે.

અમે ઇચ્છીએ છીએ કે નવેમ્બર ૨૦૨૭ સુધીમાં શ્રીલ પ્રભુપાદના તમામ પુસ્તકો, વ્યાખ્યાનો, વાર્તાલાપો અને પત્રોનો ઓછામાં ઓછી ૧૬ ભાષાઓમાં અનુવાદ અને ઓછામાં ઓછી ૧૦૮ ભાષાઓમાં અમુક અંશે રજૂઆત થાય.

ઓક્ટોબર ૨૦૧૭ સુધીમાં, સંપૂર્ણ બાઇબલનું ૬૭૦ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે, ન્યુ ટેસ્ટામેન્ટનું ભાષાંતર ૧,૫૨૧ ભાષાઓમાં અને બાઇબલના વિભાગો અથવા કથાઓનો ૧,૧૨૧ અન્ય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે શ્રીલ પ્રભુપાદના ઉપદેશોમાં નોંધપાત્ર વધારો હોવા છતાં, જે રીતે ખ્રિસ્તી અનુયાયીઓ વૈશ્વિક સ્તરે તેમના ઉપદેશોને ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેની તુલનામાં આપણા લક્ષ્યો જરા પણ વધુ મહત્વાકાંક્ષી નથી.

સમગ્ર માનવતાના લાભ અર્થે વેબ ઉપર શ્રીલ પ્રભુપાદની બહુભાષી વાણી-ઉપસ્થિતિના આહવાન અને પૂર્ણ રીતે પ્રગટ કરવાના આ ઉમદા પ્રયાસ માટે અમે બધા જ ભક્તોને આમંત્રણ આપીએ છીએ.

આહવાન

૧૯૬૫ માં શ્રીલ પ્રભુપાદ અમેરિકામાં વગર આમંત્રણે પહોંચ્યા. જોકે, તેમની ભવ્ય વપુની ઉપસ્થિતિના દિવસો ૧૯૭૭ માં સમાપ્ત થયા હતા, તેમ છતાં તેઓ હજુ પણ તેમની વાણીમાં હાજર છે અને આ જ ઉપસ્થિતિ છે જેનું આપણે હવે આહવાન કરવું જોઈએ. શ્રીલ પ્રભુપાદને પ્રગટ થવા માટે વિનમ્ર ભાવે એક ભિક્ષુકની જેમ બોલાવવાથી જ તેઓ આવશે. તેમના પ્રાગટ્ય માટેની ચાવી છે તેમના સંગ માટેની આપણી તીવ્ર ઈચ્છા.

સંપૂર્ણ પ્રાગટ્ય

આપણે શ્રીલ પ્રભુપાદની આંશિક ઉપસ્થિતિ નથી જોઈતી. આપણે તેમની પૂર્ણ વાણી-ઉપસ્થિતિ જોઈએ છે. તેમના બધા રેકોર્ડ થયેલા ઉપદેશોનું પૂર્ણ રૂપે સંકલન થયેલું હોવું જોઈએ અને ઘણી બધી ભાષાઓમાં અનુવાદ થયેલો હોવો જોઈએ. આ ગ્રહના લોકોની ભાવિ પેઢીઓને આપણા દ્વારા આ અર્પણ છે - શ્રીલ પ્રભુપાદની ઉપદેશોનો પૂર્ણ આશ્રય.

વાણી-ઉપસ્થિતિ

શ્રીલ પ્રભુપાદની પૂર્ણ વાણી-ઉપસ્થિતિ બે તબક્કામાં દેખાશે. પહેલું - અને સરળ તબક્કો છે - શ્રીલ પ્રભુપાદના બધા ઉપદેશોનું સંકલન અને બધી જ ભાષાઓમાં અનુવાદ કરવો. બીજો - અને વધુ મુશ્કેલ તબક્કો છે - કરોડો લોકો તેમના ઉપદેશોને પૂર્ણ રીતે જીવે.

અભ્યાસની વિવિધ પદ્ધતિઓ

  • આજ સુધી, અમારા સંશોધનમાં, અમને જાણવા મળ્યું છે કે ૬૦ વિવિધ પદ્ધતિઓથી શ્રીલ પ્રભુપાદે ભક્તોને તેમના પુસ્તકો વાંચવાની સૂચના આપી છે.
  • શ્રીલ પ્રભુપાદના પુસ્તકોનો આ વિવિધ પદ્ધતિઓથી અભ્યાસ કરીને આપણે તેને યોગ્ય રીતે સમજી શકીશું અને આત્મસાત કરી શકીશું. અભ્યાસના વિષયોની પદ્ધતિને અનુસરીને અને પછી તેનું સંકલન કરીને, શ્રીલ પ્રભુપાદે પ્રસ્તુત કરેલા દરેક શબ્દ, વાક્ય, ખ્યાલ અથવા વ્યક્તિત્વના અર્થના ઊંડા મહત્વમાં સરળતાથી પ્રવેશ કરી શકાય છે. કોઈ પણ શંકા વગર, તેમના ઉપદેશો આપણું જીવન અને આત્મા છે, અને જ્યારે આપણે તેમનો પૂર્ણ રીતે અભ્યાસ કરીએ છીએ આપણે શ્રીલ પ્રભુપાદની હાજરીને ઘણી ગહન રીતે અનુભવી શકીએ છીએ.

એક કરોડ આચાર્યો

  • ધારો કે અત્યારે તમારી પાસે દસ હજાર છે. આપણે વધારીને એક લાખ થઈશું. તે જરૂરી છે. પછી એક લાખ થી દસ લાખ, અને દસ લાખથી એક કરોડ. તો આચાર્યની કોઈ અછત રહેશે નહીં, અને લોકો કૃષ્ણ ભાવનામૃતને ખૂબ જ સરળતાથી સમજી શકશે. તો તે સંસ્થા બનાવો. ખોટી રીતે ફુલાઈ ન જાઓ. આચાર્યની સૂચનાનું પાલન કરો અને પોતાને સંપૂર્ણ, પરિપક્વ, બનાવવાનો પ્રયાસ કરો. પછી માયા સામે લડવું ખૂબ જ સરળ રહેશે. હા. આચાર્યો, તેઓ માયાની પ્રવૃત્તિઓ સામે યુદ્ધની ઘોષણા કરે છે. – શ્રી ચૈતન્ય-ચરિતામૃત પર શ્રીલ પ્રભુપાદનું વ્યાખ્યાન, ૬ એપ્રિલ ૧૯૭૫

ટિપ્પણી

શ્રીલ પ્રભુપાદનું આ દ્રષ્ટિ નિવેદન સ્વ-વર્ણનાત્મક છે - લોકો માટે સરળતાથી કૃષ્ણ ભાવનામૃતને સમજવા માટેની પૂર્ણ યોજના. શ્રીલ પ્રભુપાદના એક કરોડ સશક્ત શિક્ષા-શિષ્યો વિનમ્રતા પૂર્વક આપણા સંસ્થાપક-આચાર્યની શિક્ષાઓને જીવે છે અને હંમેશાં પૂર્ણતા અને પરિપક્વતા માટે પ્રયત્નો કરે છે. શ્રીલ પ્રભુપાદ સ્પષ્ટ જણાવે છે "તે સંસ્થા બનાવો". આ દ્રષ્ટિને પૂર્ણ કરવામાં વાણીપિડિયા ઉત્સાહથી મદદ કરી રહ્યું છે.

કૃષ્ણ ભાવનામૃતનું વિજ્ઞાન

ભગવદ્ ગીતાના નવમા અધ્યાયમાં કૃષ્ણ ભાવનામૃતના આ વિજ્ઞાનને બધા જ્ઞાનનો રાજા, બધી ગુપ્ત બાબતોનો રાજા અને દિવ્ય સાક્ષાત્કારનું પરમ વિજ્ઞાન કહેવામાં આવ્યું છે. કૃષ્ણ ભાવનામૃત એ દિવ્ય વિજ્ઞાન છે જે તે નિષ્ઠાવાન ભક્તને પ્રગટ કરી શકાય છે જે ભગવાનની સેવા કરવા માટે તૈયાર છે. કૃષ્ણ ભાવનામૃત શુષ્ક દલીલો દ્વારા અથવા શૈક્ષણિક યોગ્યતાઓ દ્વારા પ્રાપ્ત થતું નથી. કૃષ્ણ ભાવનામૃત એ કોઈ આસ્થા નથી, જેમ કે હિન્દુ, ખ્રિસ્તી, બૌદ્ધ અથવા ઇસ્લામ, પરંતુ તે એક વિજ્ઞાન છે. જો કોઈ શ્રીલ પ્રભુપાદના પુસ્તકો કાળજીપૂર્વક વાંચે છે, તો તે કૃષ્ણ ભાવનામૃતના સર્વોચ્ચ વિજ્ઞાનની અનુભૂતિ કરશે અને તમામ લોકોના વાસ્તવિક કલ્યાણ અર્થે તેને ફેલાવવા માટે વધુ પ્રેરિત થશે.

ભગવાન ચૈતન્યનું સંકીર્તન આંદોલન

ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ સંકીર્તન આંદોલનના પિતા અને ઉદ્ધઘોષક છે. જે વ્યક્તિ સંકીર્તન આંદોલન માટે પોતાનું જીવન, ધન, બુદ્ધિ અને વાણીનું બલિદાન આપીને તેમની પૂજા કરે છે તે ભગવાન દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને તેમના આશીર્વાદથી સંપન્ન છે. બીજા બધાને મૂર્ખ કહી શકાય છે, કારણ કે બધા જ યજ્ઞોમાં કે જેમાં વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ કરે, સંકીર્તન આંદોલન માટે કરવામાં આવેલ યજ્ઞ સૌથી ગૌરવપૂર્ણ છે. સમસ્ત કૃષ્ણ ભાવનામૃત આંદોલન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ ઉદ્ઘાટિત કરેલા સંકીર્તન આંદોલનના સિદ્ધાંતો પર આધારીત છે. તેથી જે વ્યક્તિ સંકીર્તન આંદોલનના માધ્યમથી પરમ ભગવાનને સમજવાનો પ્રયાસ કરે છે તે બધું જ પૂર્ણ રીતે જાણે છે. તે સુમેધસ છે, નોંધપાત્ર બુદ્ધિમાન વ્યક્તિ.

માનવ સમાજનું પુનઃઆધ્યાત્મિકરણ

માનવ સમાજ, વર્તમાન ક્ષણે, વિસ્મૃતિના અંધકારમાં નથી. તેણે સમગ્ર વિશ્વમાં ભૌતિક સુવિધાઓ, શૈક્ષણિક અને આર્થિક વિકાસના ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી છે. પરંતુ સમાજના માળખામાં ક્યાંક કોઈ વસ્તુ ખૂંચે છે, અને તેથી ઓછા મહત્વના મુદ્દાઓ પર પણ, મોટા-પાયે ઝઘડાઓ થાય છે. માનવતા એક સામાન્ય કારણ સાથે શાંતિ, મિત્રતા અને સમૃદ્ધિ માં એક કેવી રીતે બની શકે તે અંગે ચાવીની જરૂર છે. શ્રીમદ્-ભાગવતમ આ જરૂરિયાત પૂરી કરે છે, કારણ કે તે સમગ્ર માનવ સમાજના પુન:આધ્યાત્મિકરણ માટેની સાંસ્કૃતિક રજૂઆત છે. સામાન્ય રીતે, લોકોનો સમૂહ, આધુનિક રાજકારણીઓ અને લોકોના નેતાઓના હાથમાં કઠપૂતળી છે. જો ફક્ત નેતાઓના હૃદયમાં પરિવર્તન આવે, તો વિશ્વના વાતાવરણમાં ચોક્કસપણે ધડમૂળથી પરિવર્તન આવશે. વાસ્તવિક શિક્ષણનો ઉદ્દેશ આત્મ-સાક્ષાત્કાર, આત્માના આધ્યાત્મિક મૂલ્યોની અનુભૂતિ હોવી જોઈએ. દરેક વ્યક્તિએ વિશ્વની બધી પ્રવૃત્તિઓને આધ્યાત્મિક બનાવવા માટે મદદ કરવી જોઈએ. આવી પ્રવૃત્તિઓ દ્વારા, કાર્ય કરનાર અને કાર્ય બંને આધ્યાત્મિકતાથી તરબોળ થઈ જાય છે અને પ્રકૃતિના ગુણોથી પર થઈ જાય છે.

વાણીપિડિયાનું મિશન નિવેદન

  • શ્રીલ પ્રભુપાદને એક સતત, વિશ્વવ્યાપી મંચ પ્રદાન કરવો જેથી વિશ્વની બધી ભાષાઓમાં કૃષ્ણ ભાવનામૃતના વિજ્ઞાનમાં લોકોને પ્રચાર કરી શકાય, શિક્ષિત કરી શકાય અને તાલીમ આપી શકાય.
  • શ્રીલ પ્રભુપાદની ઉપદેશોને બહુવિધ દ્રષ્ટિથી અન્વેષણ કરવા, શોધવા અને વ્યાપકપણે સંકલિત કરવા.
  • શ્રીલ પ્રભુપાદની વાણી સરળતાથી સુલભ અને સમજી શકાય તેવી રીતે પ્રસ્તુત કરવી.
  • શ્રીલ પ્રભુપાદની વાણી પર આધારીત ઘણા સ્થાનિક પુસ્તકોના લેખનની સુવિધા માટે વ્યાપક વિષયોનું સંશોધન ભંડાર પ્રદાન કરવું.
  • શ્રીલ પ્રભુપાદની વાણીમાં વિવિધ શૈક્ષણિક પહેલ માટે અભ્યાસક્રમ અંગેના સંસાધનો પ્રદાન કરવા.
  • શ્રીલ પ્રભુપાદના નિષ્ઠાવાન અનુયાયીઓમાં વ્યક્તિગત માર્ગદર્શન માટે શ્રીલ પ્રભુપાદની વાણી રૂપી સલાહ લેવી અને તમામ સ્તરે તેની રજૂઆત કરવા માટે પર્યાપ્ત શિક્ષિત બનવા માટેની જરૂરિયાત અંગેની એક સ્પષ્ટ સમજણ પ્રદાન કરવી.
  • ઉપરોક્ત તમામને પ્રાપ્ત કરવાના દૃષ્ટિકોણથી વૈશ્વિક સ્તરે સહયોગ માટે શ્રીલ પ્રભુપાદના અનુયાયીઓને બધા રાષ્ટ્રોથી આકર્ષિત કરવા.

અમને વાણીપિડિયાના નિર્માણ માટે શું પ્રેરણા આપે છે?

  • અમે તે સ્વીકારીએ છીએ
  • શ્રીલ પ્રભુપાદ એક શુદ્ધ ભક્ત છે, જીવોને ભગવાનની પ્રેમમયી ભક્તિમય સેવામાં સંલગ્ન કરવા માટે પ્રત્યક્ષ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અધિકૃત છે. આ સશક્તિકરણ તેમના ઉપદેશોમાં મળેલા સંપૂર્ણ સત્ય વિશેના અજોડ કાર્ય દ્વારા સાબિત થાય છે.
  • આધુનિક સમયમાં શ્રીલ પ્રભુપાદ કરતા વૈષ્ણવ દર્શનના મોટા પુરસ્કર્તા બીજું કોઈ નથી, અને સમકાલીન દુનિયાને તેના મૂળ રૂપે સમજાવનારા સામાજિક વિવેચક પણ શ્રીલ પ્રભુપાદ કરતા મોટું કોઈ નથી.
  • શ્રીલ પ્રભુપાદના ઉપદેશો તેમના લાખો અનુયાયીઓની બધી ભાવિ પેઢી માટે પ્રાથમિક આશ્રય હશે.
  • શ્રીલ પ્રભુપાદ ઇચ્છતા હતા કે તેમના ઉપદેશોનું મોટા પાયે વિતરણ કરવામાં આવે અને યોગ્ય રીતે સમજવામાં આવે.
  • શ્રીલ પ્રભુપાદના ઉપદેશો પ્રત્યેનો વિષયોનો અભિગમ તેમની અંદર રહેલા સત્યને સમજવાની પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ કરે છે, અને દરેક દ્રષ્ટિથી તેમના ઉપદેશોની શોધ અને સંપૂર્ણ સંકલન કરવામાં ઘણું યોગદાન કરે છે.
  • શ્રીલ પ્રભુપાદના બધા ઉપદેશોને કોઈ ખાસ ભાષામાં અનુવાદિત કરવાનો અર્થ છે શ્રીલ પ્રભુપાદને તે ભાષાઓ બોલાતી હોય તે સ્થળોએ શાશ્વત રહેવા માટે આમંત્રણ આપવું.
  • શ્રીલ પ્રભુપાદની શારીરિક ગેરહાજરીમાં, તેમને આ મિશનમાં તેમની સહાય માટે ઘણા વાણીસેવકોની જરૂર છે.

આમ, શ્રીલ પ્રભુપાદના ઉપદેશોમાં મળેલું સંપૂર્ણ જ્ઞાન અને અનુભૂતિની યોગ્ય સમજ અને વિતરણની સુવિધા માટે વાસ્તવમાં ગતિશીલ મંચ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ, જેથી તેનો આનંદપૂર્વક ઉપયોગ થઈ શકે. તે એટલું જ સરળ છે. વાણીપિડિયાની સમાપ્તિથી અમને દૂર કરવાવાળી એકમાત્ર વસ્તુ છે સમય અને વાણીસેવાના ઘણા પવિત્ર કલાકો જે આ દ્રષ્ટિ પ્રત્યે પોતાને સમર્પિત કરવાવાળા ભક્તો દ્વારા પ્રદાન કરવાના બાકી છે.

હું મારા ગુરુ મહારાજના આદેશ પ્રતિ મારી ફરજ તરીકે જે હું મારી વિનમ્ર સેવા આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું, તેની કદર કરવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મારા બધા શિષ્યોને સહકારથી કાર્ય કરવા વિનંતી કરું છું અને મને ખાતરી છે કે આપણું મિશન કોઈ પણ શંકા વિના આગળ વધશે. – તમાલ કૃષ્ણ દાસ (જીબીસી) ને શ્રીલ પ્રભુપાદનો પત્ર - ૧૪ ઓગસ્ટ, ૧૯૭૧

શ્રીલ પ્રભુપાદના ત્રણ પ્રાકૃતિક પદ

શ્રીલ પ્રભુપાદના ઉપદેશોના ચરણકમળોમાં આશ્રયની સંસ્કૃતિની અનુભૂતિ ત્યારે જ થઈ શકે છે જ્યારે શ્રીલ પ્રભુપાદના આ ત્રણ પદ તેમના બધા જ અનુયાયીઓના હૃદયમાં જાગૃત થાય છે.

શ્રીલ પ્રભુપાદ આપણા પૂર્વ-પ્રસિદ્ધ શિક્ષા-ગુરુ છે

  • આપણે સ્વીકારીએ છીએ કે શ્રીલ પ્રભુપાદના બધા અનુયાયીઓ તેમના ઉપદેશોમાં તેમની ઉપસ્થિતિ અને તેમના આશ્રયનો અનુભવ કરી શકે છે - બંને વ્યક્તિગત રૂપે અને જ્યારે તેઓ એકબીજા સાથે ચર્ચા કરે છે.
  • શ્રીલ પ્રભુપાદને આપણા માર્ગદર્શક અંત:કરણ તરીકે સાથે રાખતા શીખીને આપણે આપણી જાતને શુદ્ધ કરીએ છીએ અને શ્રીલ પ્રભુપાદ સાથે એક મજબૂત સંબંધ સ્થાપિત કરીએ છીએ.
  • શ્રીલ પ્રભુપાદથી વિરહ અનુભવતા ભક્તોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ તેમની વાણીની અંદર તેમની ઉપસ્થિતિ અનુભવવા અને રાહત મેળવવા માટે સમય આપે.
  • આપણે શ્રીલ પ્રભુપાદની કરુણા તેમના બધા અનુયાયીઓ સાથે વહેંચીએ છીએ, જેમાં સમાવેશ થાય છે તેઓ કે જે તેમની પંક્તિમાં દીક્ષા લે છે અને તેઓ પણ જે જુદી જુદી ક્ષમતાઓમાં તેમને અનુસરે છે.
  • આપણે ભક્તોને શ્રીલ પ્રભુપાદની આપણા પૂર્વ-પ્રસિદ્ધ શિક્ષા-ગુરુ તરીકેની સ્થિતિ, અને વિરહમાં તેમના શિષ્ય તરીકે આપણા સંબંધ વિશેના સત્યમાં શિક્ષિત કરીએ છીએ.
  • શ્રીલ પ્રભુપાદના વારસાને અનુગામી પેઢી સુધી સમર્થન આપવા માટે આપણે શિક્ષા-અધિકૃત શિષ્યોની પરંપરા સ્થાપિત કરીએ છીએ.

શ્રીલ પ્રભુપાદ ઇસ્કોનના સંસ્થાપક-આચાર્ય છે

  • આપણે તેમની વાણીને પ્રાથમિક ચાલક બળ તરીકે પ્રોત્સાહન આપીએ છીએ જે ઇસ્કોનના સભ્યોને તેમની સાથે જોડાયેલ અને નિષ્ઠાવાન રાખે છે, અને આ રીતે, અત્યારે અને ભવિષ્યમાં - શ્રીલ પ્રભુપાદની ઇચ્છા મુજબના આંદોલનને બનાવવા માટે પ્રેરણા, ઉત્સાહ અને સંકલ્પ આપે છે.
  • શ્રીલ પ્રભુપાદના ઉપદેશો અને પ્રચાર કૌશલ્ય - "વાણી-સંસ્કૃતિ" પર કેન્દ્રિત વૈષ્ણવ-બ્રાહ્મણવાદી ધોરણોના ટકાઉ વિકાસને અમે પ્રોત્સાહન આપીએ છીએ.
  • અમે ભક્તોને ઇસ્કોનના સંસ્થાપક-આચાર્ય તરીકે શ્રીલ પ્રભુપાદના પદના સત્યથી; અને તેમની અને તેમના આંદોલનની આપણી સેવાથી શિક્ષિત કરીએ છીએ.

શ્રીલ પ્રભુપાદ વિશ્વ-આચાર્ય છે

  • આપણે દરેક દેશના તમામ વર્તુળોમાં તેમના ઉપદેશોની સમકાલીન સુસંગતતાની સ્થાપના કરીને વિશ્વ-આચાર્ય તરીકે શ્રીલ પ્રભુપાદના આધ્યાત્મિક કદના મહત્વની વૈશ્વિક જાગૃતિમાં વધારો કરીએ છીએ.
  • આપણે શ્રીલ પ્રભુપાદના ઉપદેશો પ્રત્યે પ્રશંસા અને આદરની સંસ્કૃતિને પ્રેરણા આપીએ છીએ, જેના પરિણામે વિશ્વની વસ્તી દ્વારા કૃષ્ણ ભાવનામૃતના કાર્યમાં સક્રિય ભાગીદારી મળે.
  • આપણે અનુભવીએ છીએ કે શ્રીલ પ્રભુપાદે એક મકાન બનાવ્યું છે કે જેમાં એક સાથે આખું વિશ્વ જીવી શકે છે કે જેનો પાયો અને છત બંને તેમની વાણી છે જે આપે છે – આશ્રય – જે આ ઘરની રક્ષા કરે છે.

શ્રીલ પ્રભુપાદની પ્રાકૃતિક પદની સ્થાપના મહત્વપૂર્ણ છે

  • આપણા ઇસ્કોન સમાજને તેમના અનુયાયીઓ સાથે અને શ્રીલ પ્રભુપાદના આંદોલનની અંદર તેમની પ્રાકૃતિક પદને સુગમ કરીને તેની માવજત કરવા માટે શૈક્ષણિક પહેલ, રાજકીય નિર્દેશો અને સામાજિક સંસ્કૃતિની જરૂર છે. તે આપમેળે અથવા ઇચ્છાશક્તિથી થશે નહીં. તે ફક્ત તેના શુદ્ધ-હૃદયના ભક્તો દ્વારા પ્રદત્ત બુદ્ધિશાળી, સંગઠિત અને સહયોગી પ્રયત્નો દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે.
  • શ્રીલ પ્રભુપાદના આંદોલનની અંદર તેમના પ્રાકૃતિક પદને ઢાંકતા પાંચ મુખ્ય અવરોધો:
  • ૧. શ્રીલ પ્રભુપાદના ઉપદેશો વિષે અજ્ઞાનતા - તેમણે સૂચનાઓ આપી છે પણ આપણે જાણતા નથી કે તે અસ્તિત્વમાં છે.
  • ૨. શ્રીલ પ્રભુપાદના ઉપદેશો પ્રત્યે ઉદાસીનતા - આપણને સૂચનાઓ અસ્તિત્વમાં છે તે ખબર છે પરંતુ આપણે તેમની દરકાર લેતા નથી. આપણે તેમની અવગણના કરીએ છીએ.
  • ૩. શ્રીલ પ્રભુપાદના ઉપદેશો વિષે ગેરસમજ - આપણે તેમને નિષ્ઠાપૂર્વક લાગુ કરીએ છીએ પરંતુ આપણા અતિ-વિશ્વાસ અથવા પરિપક્વતાના અભાવને કારણે, તેમનો દુરુપયોગ કરીએ છીએ.
  • ૪. શ્રીલ પ્રભુપાદના ઉપદેશોમાં વિશ્વાસનો અભાવ - અંતઃકરણમાં આપણે સંપૂર્ણ રીતે આશ્વસ્ત નથી અને તેમને અવ્યવહારુ માનીએ છીએ અને માનીએ છીએ કે તે "આધુનિક વિશ્વ" માટે વાસ્તવિક અથવા વ્યવહારુ નથી.
  • ૫. શ્રીલ પ્રભુપાદના ઉપદેશો સાથે સ્પર્ધા - સંપૂર્ણ વિશ્વાસ અને ઉત્સાહથી આપણે શ્રીલ પ્રભુપાદે જે સૂચના આપી છે તેના કરતા સંપૂર્ણપણે જુદી જ દિશામાં જઈએ છીએ, અને આ રીતે બીજાઓને પણ આપણી સાથે જોડાવા માટે પ્રભાવિત કરીએ છીએ.

ટિપ્પણી

અમારું માનવું છે કે શ્રીલ પ્રભુપાદના ઉપદેશોના આપણા જ્ઞાન સાથેના આપણા સંબંધોને પોષવા અને વધારવાના લક્ષ્યથી અભિન્ન, માળખાગત શૈક્ષણિક અને તાલીમ કાર્યક્રમોની રજૂઆતથી આ અવરોધોને સરળતાથી દૂર કરી શકાય છે. જોકે આ ફક્ત ત્યારે જ સફળ થશે જ્યારે શ્રીલ પ્રભુપાદની વાણીમાં ઊંડેથી વસેલી સંસ્કૃતિના નિર્માણ માટે ગંભીર નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા બળ આપવામાં આવે. શ્રીલ પ્રભુપાદનું પ્રાકૃતિક પદ આ રીતે આપમેળે બની જશે અને બધી પેઢીના ભક્તો માટે સ્પષ્ટ રીતે રહેશે.

ભક્તો શ્રીલ પ્રભુપાદના અંગો છે, ઇસ્કોન તેમનું શરીર છે, અને તેમની વાણી તેમની આત્મા છે





  • તમારે હંમેશાં યાદ રાખવું જોઈએ કે આપણે જે કંઇ પણ કરી રહ્યા છીએ, તે પરંપરા પ્રણાલીમાં છે, જે ભગવાન શ્રીકૃષ્ણથી શરૂ થઈને આપણા સુધી આવે છે. તેથી, ભૌતિક રજૂઆત કરતા સંદેશ પર આપણી પ્રેમાળ ભાવના વધુ હોવી જોઈએ. જ્યારે આપણે સંદેશને પ્રેમ કરીએ છીએ અને તેની સેવા કરીએ છીએ, આપમેળે શરીર પ્રત્યેનો આપણો ભક્તિ પ્રેમ પૂર્ણ થઈ જાય છે. – ગોવિંદા દાસી ને શ્રીલ પ્રભુપાદનો પત્ર ,૭ એપ્રિલ ૧૯૭૦

ટિપ્પણી

આપણે શ્રીલ પ્રભુપાદના અંગો છીએ. તેમની સાથે તેમના સંપૂર્ણ સંતોષ સાથે સફળતાપૂર્વક સહકાર આપવા આપણે તેમની સાથે ચેતનામાં એક થવું પડે. આ પ્રેમાળ એકતા વિકસિત થાય છે તેમની વાણીમાં પૂર્ણ રૂપે મગ્ન બનીને, તેમની વાણીથી આશ્વસ્ત બનીને અને તેમની વાણીનો અભ્યાસ કરીને. આપણી સંપૂર્ણ સફળતાની વ્યૂહરચના છે દરેક માટે શ્રીલ પ્રભુપાદના ઉપદેશોને આત્મસાત કરવા અને હિંમતભેર તેમને પ્રભુપાદના કૃષ્ણ ભાવનામૃત આંદોલન માટે આપણે જે કંઇ કરીએ છીએ તેના હૃદયમાં મુકવા. આ રીતે, શ્રીલ પ્રભુપાદના ભક્તો વ્યક્તિગત રીતે વિકાસ કરી શકે છે, અને તેમની પોતપોતાની સેવાઓનો વિકાસ થઈ શકે છે જેથી ઇસ્કોન એક મજબૂત સંસ્થા બની શકે જે પૂર્ણ વિનાશથી વિશ્વને બચાવવાની પ્રભુપાદની ઈચ્છાને પૂર્ણ કરી શકે છે. ભક્તો જીતે છે, જીબીસી જીતે છે, ઇસ્કોન જીતે છે, વિશ્વ જીતે છે, શ્રીલ પ્રભુપાદ જીતે છે અને ભગવાન ચૈતન્ય જીતે છે. કોઈ હારશે નહીં.

પરંપરાના ઉપદેશોનું વિતરણ

૧૪૮૬ ચૈતન્ય મહાપ્રભુ વિશ્વને કૃષ્ણ ભાવનામૃત શીખવવા માટે અવતરિત થાય છે – ૫૩૩ વર્ષ પહેલાં

૧૪૮૮ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે સનાતન ગોસ્વામી પ્રગટ થાય છે – ૫૩૧ વર્ષ પહેલાં

૧૪૮૯ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે રૂપ ગોસ્વામી પ્રગટ થાય છે – ૫૩૦ વર્ષ પહેલાં

૧૪૯૫ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે રઘુનાથ ગોસ્વામી પ્રગટ થાય છે – ૫૨૪ વર્ષ પહેલાં

૧૫૦૦ યાંત્રિક છાપકામની પ્રેસ (મિકેનિકલ પ્રિન્ટિંગ પ્રેસ), સમગ્ર યુરોપમાં પુસ્તકોના વિતરણમાં ક્રાંતિ લાવવાનું શરૂ કરે છે – ૫૨૦ વર્ષ પહેલાં

૧૫૧૩ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે જીવ ગોસ્વામી પ્રગટ થાય છે – ૫૦૬ વર્ષ પહેલાં

૧૮૩૪ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે ભક્તિવિનોદ ઠાકુર પ્રગટ થાય છે – ૧૮૫ વર્ષ પહેલાં

૧૮૭૪ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે ભક્તિસિદ્ધાંત સરસ્વતી પ્રગટ થાય છે – ૧૪૫ વર્ષ પહેલાં

૧૮૯૬ કૃષ્ણ ભાવનામૃત પર પુસ્તકો લખવા માટે શ્રીલ પ્રભુપાદ પ્રગટ થાય છે – ૧૨૩ વર્ષ પહેલાં

૧૯૧૪ ભક્તિસિદ્ધાંત સરસ્વતીએ "બૃહદ-મૃદંગ" શબ્દનું નામ આપ્યું – ૧૦૫ વર્ષ પહેલાં

૧૯૨૨ શ્રીલ પ્રભુપાદ પ્રથમ વખત ભક્તિસિદ્ધાંત સરસ્વતીને મળ્યા અને તરત જ અંગ્રેજી ભાષામાં ઉપદેશ આપવા વિનંતી કરે છે - ૯૭ વર્ષ પહેલાં

૧૯૩૫ શ્રીલ પ્રભુપાદને પુસ્તકો છાપવાની સૂચના મળી – ૮૪ વર્ષ પહેલાં

૧૯૪૪ શ્રીલ પ્રભુપાદ ભગવદ્ દર્શન સામાયિક શરૂ કરે છે – ૭૫ વર્ષ પહેલાં

૧૯૫૬ શ્રીલ પ્રભુપાદ પુસ્તકો લખવા માટે વૃંદાવન જાય છે – ૬૩ વર્ષ પહેલાં

૧૯૬૨ શ્રીલ પ્રભુપાદ શ્રીમદ-ભાગવતમનો પોતાનો પ્રથમ ભાગ પ્રકાશિત કરે છે – ૫૭ વર્ષ પહેલાં

૧૯૬૫ શ્રીલ પ્રભુપાદ તેમના પુસ્તકોનું વિતરણ કરવા પશ્ચિમમાં પહોંચે છે – ૫૪ વર્ષ પહેલાં

૧૯૬૮ શ્રીલ પ્રભુપાદ તેમની સંક્ષિપ્ત ભગવદ્ ગીતા - તેના મૂળ રૂપે ને પ્રકાશિત કરે છે – ૫૨ વર્ષ પહેલાં

૧૯૭૨ શ્રીલ પ્રભુપાદ તેમની ભગવદ્ ગીતા - તેના મૂળ રૂપે નું સંપૂર્ણ સંસ્કરણ પ્રકાશિત કરે છે – ૪૭ વર્ષ પહેલાં

૧૯૭૨ શ્રીલ પ્રભુપાદ પોતાના પુસ્તકો પ્રકાશિત કરવા માટે બીબીટીની સ્થાપના કરે છે – ૪૭ વર્ષ પહેલાં

૧૯૭૪ શ્રીલ પ્રભુપાદના શિષ્યો તેમના પુસ્તકોનું ગંભીર વિતરણ શરૂ કરે છે – ૪૫ વર્ષ પહેલાં

૧૯૭૫ શ્રીલ પ્રભુપાદ શ્રી ચૈતન્ય-ચરિતામૃત પૂર્ણ કરે છે – ૪૪ વર્ષ પહેલાં

૧૯૭૭ શ્રીલ પ્રભુપાદ બોલવાનું બંધ કરે છે અને તેમની વાણીને આપણી સંભાળમાં રાખે છે – ૪૨ વર્ષ પહેલાં

૧૯૭૮ ભક્તિવેદાંત આર્કાઈવ્સની સ્થાપના થાય છે – ૪૧ વર્ષ પહેલાં

૧૯૮૬ વિશ્વની ડિજિટલ સંગ્રહિત સામગ્રી વ્યક્તિ દીઠ ૧ સીડી-રોમ જેટલી છે – ૩૩ વર્ષ પહેલાં

૧૯૯૧ વર્લ્ડ વાઇડ વેબ (બૃહદ-બૃહદ-બૃહદ મૃદંગ) ની સ્થાપના થાય છે – ૨૮ વર્ષ પહેલાં

૧૯૯૨ ભક્તિવેદાંત વેદાબેઝ આવૃત્તિ ૧.૦ નું નિર્માણ થાય છે – ૨૭ વર્ષ પહેલાં

૨૦૦૨ ડિજિટલ યુગ આવે છે - વિશ્વવ્યાપી ડિજિટલ સ્ટોરેજ એનાલોગથી આગળ નીકળી જાય છે – ૧૭ વર્ષ પહેલાં

૨૦૦૭ વિશ્વની ડિજિટલી સંગ્રહિત સામગ્રી વ્યક્તિ દીઠ ૬૧ સીડી-રોમ જેટલી છે, જે ૪૨૭ અબજ સીડી-રોમ જેટલી થાય છે (સંપૂર્ણ ભરેલી) – ૧૨ વર્ષ પહેલાં

૨૦૦૭ શ્રીલ પ્રભુપાદનું વાણી-મંદિર, વાણીપિડિયા વેબમાં નિર્માણ થવાનું શરુ થાય છે – ૧૨ વર્ષ પહેલાં

૨૦૧૦ શ્રીલ પ્રભુપાદનું વપુ-મંદિર, વૈદિક પ્લેનેટોરિયમના મંદિરનું બાંધકામ શ્રીધામ માયાપુરમાં શરૂ – ૯ વર્ષ પહેલાં

૨૦૧૨ વાણીપિડિયા ૧,૯૦૬,૭૫૩ અવતરણો, ૧૦૮,૯૭૧ પૃષ્ઠો અને ૧૩,૯૪૬ કેટેગરીમાં પહોંચે છે – ૭ વર્ષ પહેલાં

૨૦૧૩ ઇસ્કોન ભક્તો દ્વારા ૪૮ વર્ષમાં શ્રીલા પ્રભુપાદના ૫,૦૦,૦૦૦,૦૦૦ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે - દરરોજ સરેરાશ ૨૮,૫૩૮ પુસ્તકો - ૬ વર્ષ પહેલાં

૨૦૧૯ ૨૧ મી માર્ચ, મધ્ય યુરોપિયન સમયના ૭.૧૫ વાગ્યે ગૌર પૂર્ણિમાના દિવસે, વાણીપિડિયા શ્રીલ પ્રભુપાદની વાણી-ઉપસ્થિતિનું આહવાન કરવા અને સંપૂર્ણ રીતે પ્રગટ કરવા માટે ભક્તોને સહયોગ માટે આમંત્રણ આપવાના ૧૧ વર્ષ ઉજવે છે. વાણીપિડિયા હવે ૯૩ ભાષાઓમાં પ્રસ્તુત ૪૫,૫૮૮ કેટેગરી, ૨,૮૨,૨૯૭ પૃષ્ઠો, ૨૧,૦૦,૦૦૦ થી વધુ અવતરણો પ્રદાન કરે છે. ૧,૨૨૦ થી વધુ ભક્તો દ્વારા આ પ્રાપ્ત થયું છે જેમણે ૨,૯૫,૦૦૦ કલાકોથી વધુ વાણીસેવા કરી છે. શ્રીલ પ્રભુપાદના વાણી-મંદિરને પૂર્ણ કરવા માટે હજી આપણે ઘણો લાંબો રસ્તો કાપવાનો છે તેથી અમે ભક્તોને આ ભવ્ય મિશનમાં ભાગ લેવા આમંત્રણ આપવાનું ચાલુ રાખીએ છીએ.

ટિપ્પણી

આધુનિક કૃષ્ણ ભાવનામૃત આંદોલનની ધ્વજા હેઠળ શ્રી ચૈતન્ય મહાપ્રભુના મિશનનું ઉદઘાટન એ ભક્તિમય સેવા કરવા માટેનો ખૂબ જ રોમાંચક સમય છે.

આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના સંસ્થાપક-આચાર્ય શ્રીલ પ્રભુપાદ, તેમના ભાષાંતરો, ભક્તિવેદાંત તાત્પર્યો, પ્રવચનો, વાર્તાલાપ અને પત્રોના રૂપમાં વિશ્વ-દ્રશ્યને માટે એક જીવન-પરિવર્તન કરનાર તત્વ લાવ્યા છે. આ સંપૂર્ણ માનવ સમાજની પુનઃઆધ્યાત્મીકરણની ચાવી છે.

વાણી, વ્યક્તિગત સંગ અને વિરહમાં સેવા - અવતરણ


  • આધ્યાત્મિક ગુરુની શારીરિક ગેરહાજરીમાં વાણીસેવા વધુ મહત્વની છે. મારા આધ્યાત્મિક ગુરુ, સરસ્વતી ગોસ્વામી ઠાકુર, શારીરિક રૂપે હાજર ન હોય તેવું લાગે છે, પરંતુ તેમ છતાં, કારણ કે હું તેમના ઉપદેશોની સેવા કરવાનો પ્રયત્ન કરું છું, તેથી હું ક્યારેય પણ તેમનો વિરહ અનુભવતો નથી. હું અપેક્ષા કરું છું કે તમારે બધાએ આ ઉપદેશનું પાલન કરવું જોઈએ. – કરંધર દાસ (જીબીસી) ને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૨ ઓગસ્ટ ૧૯૭૦


  • શરૂઆતથી જ હું નિરાકરાવાદીઓની વિરુદ્ધમાં હતો અને મારી બધી જ પુસ્તકો આ મુદ્દા પર ભાર મૂકે છે. તો મારી મૌખિક સૂચના તેમજ મારા પુસ્તકો તમારી સેવા માટે છે. હવે તમે જીબીસી તેની સલાહ લો અને સ્પષ્ટ અને મજબૂત વિચાર મેળવો, પછી કોઈ ખલેલ થશે નહીં. વિક્ષેપ અજ્ઞાનતાને કારણે થાય છે; જ્યાં કોઈ અજ્ઞાન નથી, ત્યાં કોઈ ખલેલ નથી. – હયગ્રીવ દાસ (જીબીસી) ને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૨ ઓગસ્ટ ૧૯૭૦


  • જ્યા સુધી ગુરુ સાથે વ્યક્તિગત સંગની વાત છે, હું ફક્ત મારા ગુરુ મહારાજ સાથે માત્ર ચાર કે પાંચ વખત હતો, પરંતુ મેં તેમનો સંગ ક્યારેય છોડ્યો નથી, એક ક્ષણ માટે પણ નહીં. કારણ કે હું તેમના ઉપદેશોનું પાલન કરું છું, મેં ક્યારેય વિરહ અનુભવ્યો નથી. – સત્યધન્યદાસને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૨૦ ફેબ્રુઆરી ૧૯૭૨



  • કૃપા કરીને વિરહમાં ખુશ રહો. હું ૧૯૩૬ થી મારા ગુરુ મહારાજથી વિરહમાં છુ પણ જ્યા સુધી હું તેમના નિર્દેશ અનુસાર કાર્ય કરું છું, હું હંમેશાં તેમની સાથે છું. તો આપણે બધાએ ભગવાન શ્રીકૃષ્ણના સંતોષ માટે મળીને કામ કરવું જોઈએ અને તે રીતે અલગ થવાની અનુભૂતિ દિવ્ય આનંદમાં પરિવર્તિત થશે. – ઉદ્ધવ દાસ (ઇસ્કોન પ્રેસ) ને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૩ મે ૧૯૬૮

ટિપ્પણી

શ્રીલ પ્રભુપાદ નિવેદનોની આ શ્રેણીમાં ઘણાં સત્ય જાહેર કરે છે.

  • શ્રીલ પ્રભુપાદનું અંગત માર્ગદર્શન હંમેશાં અહીં છે.
  • શ્રીલ પ્રભુપાદના વિરહની અનુભૂતિમાં આપણે ખુશ રહેવું જોઈએ.
  • શ્રીલ પ્રભુપાદની શારીરિક ગેરહાજરીમાં તેમની વાણીસેવા વધુ મહત્વપૂર્ણ છે.
  • શ્રીલ પ્રભુપાદને તેમના ગુરુ મહારાજ સાથે બહુ ઓછો અંગત સંગ મળ્યો હતો.
  • શ્રીલ પ્રભુપાદની મૌખિક સૂચના તેમ જ તેમના પુસ્તકો પણ આપણી સેવામાં છે.
  • શ્રીલ પ્રભુપાદના વિરહની અનુભૂતિ દિવ્ય આનંદમાં પરિવર્તિત થાય છે.
  • જ્યારે શ્રીલ પ્રભુપાદ શારીરિક રીતે હાજર ન હોય, જો આપણે તેમની વાણીને અનુસરીએ, તો આપણે તેમની સહાય મળે છે.
  • શ્રીલ પ્રભુપાદે ભક્તિસિદ્ધાંત સરસ્વતીનો સંગ ક્યારેય છોડ્યો નહીં, એક ક્ષણ માટે પણ નહીં.
  • શ્રીલ પ્રભુપાદની મૌખિક સૂચનાઓ અને તેમના પુસ્તકોની સલાહ લઈને આપણને સ્પષ્ટ અને મજબૂત વિચારો મળે છે.
  • શ્રીલ પ્રભુપાદની સૂચનાઓનું પાલન કરીને આપણે તેમનો વિરહ ક્યારેય અનુભવીશું નહીં.
  • શ્રીલ પ્રભુપાદ અપેક્ષા રાખે છે કે તેમના બધા અનુયાયીઓ આ સૂચનાઓનું પાલન કરે અને તેમને સશક્તિ-કૃત શિક્ષા-શિષ્ય બને.

કૃષ્ણનો સંદેશ ફેલાવવા માટે મીડિયાનો ઉપયોગ



  • તમારા ટેલિવિઝન અને રેડિયો કાર્યક્રમોની જબરદસ્ત સફળતાના અહેવાલોથી હું ખૂબ ઉત્સાહિત છું. શક્ય હોય તેટલા બધા ઉપલબ્ધ સામૂહિક પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરીને આપણા પ્રચાર કાર્યક્રમોને વધારવાનો પ્રયત્ન કરો. આપણે આધુનિક વૈષ્ણવો છીએ અને આપણે ઉપલબ્ધ તમામ માધ્યમોનો ઉપયોગ કરીને જોરશોરથી પ્રચાર કરવો જોઈએ. – રૂપાનુગ દાસ (જીબીસી) ને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૩૦ ડિસેમ્બર ૧૯૭૧


  • જો તમે દરેક વસ્તુ એવી ગોઠવી શકો કે જેથી હું ફક્ત મારા ઓરડામાં બેસી શકું અને વિશ્વ મને જોઈ શકે અને હું વિશ્વ સાથે વાત કરી શકું, તો પછી હું ક્યારેય લોસ એંજલીસને નહીં છોડું. તે તમારા લોસ એંજલીસ મંદિરની પૂર્ણતા હશે. આપણા કૃષ્ણ ભાવનામૃત કાર્યક્રમ દ્વારા તમારા દેશના પ્રચાર માધ્યમોને છલકાવવાના તમારા પ્રસ્તાવથી હું ખૂબ જ પ્રોત્સાહિત છું, અને તે જોઈને કે તે વ્યાવહારીક રીતે તમારા હાથ નીચે આકાર લઈ રહ્યું છે, તેથી હું વધુ ખુશ છું. - સિદ્ધેશ્વર દાસ અને કૃષ્ણકાંતિ દાસને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૬ ફેબ્રુઆરી ૧૯૭૨



ટિપ્પણી

પોતાના ગુરુ મહારાજના પગલે ચાલીને કૃષ્ણની સેવા માટે દરેક વસ્તુને જોડવાની કળા શ્રીલ પ્રભુપાદ જાણતા હતા.

  • શ્રીલ પ્રભુપાદ ઈચ્છે છે કે વિશ્વ તેમને જુએ અને તેઓ વિશ્વ સાથે વાત કરે.
  • શ્રીલ પ્રભુપાદ આપણા કૃષ્ણ ભાવનામૃત કાર્યક્રમોથી પ્રચાર માધ્યમોને છલકાવી દેવા માંગે છે.
  • શ્રીલ પ્રભુપાદ તેમના પુસ્તકો પ્રેસ અને અન્ય આધુનિક-માધ્યમો દ્વારા વિતરણ કરવા માગે છે.
  • શ્રીલ પ્રભુપાદ તેમની ઉપદેશોના વિષય પ્રમાણે જ્ઞાનકોશ બનાવવાની યોજના સાંભળીને પ્રસન્ન થયા હતા.
  • શ્રીલ પ્રભુપાદ કહે છે કે આપણે ઉપલબ્ધ તમામ સામૂહિક પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરીને આપણા પ્રચાર કાર્યક્રમોમાં વધારો કરવો જોઈએ.
  • શ્રીલ પ્રભુપાદ કહે છે કે આપણે આધુનિક વૈષ્ણવો છીએ અને આપણે ઉપલબ્ધ તમામ સાધનનો ઉપયોગ કરીને જોરશોરથી પ્રચાર કરવો જોઈએ.
  • શ્રીલ પ્રભુપાદ કહે છે કે આપણે કૃષ્ણ વિશે કહેવા માટે - ટેલિવિઝન, રેડિયો, ચલચિત્ર અથવા જે કંઈ હોઈ શકે તેનો ઉપયોગ કરી શકીએ છીએ.
  • શ્રીલ પ્રભુપાદ કહે છે કે આપણા કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ફેલાવવા માટે સામૂહિક પ્રચાર માધ્યમો ખૂબ જ મહત્વપૂર્ણ સાધન બની શકે છે.

આધુનિક પ્રચાર માધ્યમો, આધુનિક તકો

શ્રીલ પ્રભુપાદ માટે, ૧૯૭૦ ના દાયકામાં, આધુનિક-માધ્યમો અને સામૂહિક પ્રચાર માધ્યમ શબ્દોનો અર્થ પ્રિન્ટિંગ પ્રેસ, રેડિયો, ટીવી અને ચલચિત્ર હતા. તેમના ગયા પછી, સામૂહિક પ્રચાર માધ્યમોમાં સમાવેશ થાય છે: એન્ડ્રોઈડ ફોન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને સ્ટોરેજ, ઈ-બુક રીડર્સ, ઈ-કોમર્સ, ઈન્ટરેક્ટિવ ટીવી અને ગેમિંગ, ઓનલાઇન પ્રકાશન, પોડકાસ્ટ અને આરએસએસ ફીડ્સ, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ, સ્ટ્રીમિંગ મીડિયા સેવાઓ, ટચ-સ્ક્રીન ટેકનોલોજી, વેબ-આધારિત સંચાર અને વિતરણ સેવાઓ અને વાયરલેસ ટેકનોલોજી.

શ્રીલ પ્રભુપાદના ઉદાહરણને અનુરૂપ અમે ૨૦૦૭ થી શ્રીલ પ્રભુપાદની વાણીનું સંકલન, અનુક્રમણિકા નિર્માણ, વર્ગીકરણ અને વિતરણ માટે આધુનિક સામૂહિક પ્રચાર માધ્યમ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ.

  • વાણીપિડિયાનો ઉદ્દેશ વેબ (ઈન્ટરનેટ) પર એક નિઃશુલ્ક, અધિકૃત, એક સર્વગ્રાહી સ્રોત પ્રદાન કરીને શ્રીલ પ્રભુપાદના ઉપદેશોની દૃશ્યતા અને ઉપલબ્ધતા વધારવાનો છે જે નીચે મુજબના અલગ અલગ વ્યક્તિઓ ઉપયોગ કરી શકે છે:
• ઈસ્કોનના પ્રચારકો
• ઈસ્કોનના અગ્રણીઓ અને વ્યવસ્થાપકો
• ભક્તિમય અભ્યાસક્રમોનો અભ્યાસ કરતા ભક્તો
• પોતાના જ્ઞાનને વધુ ઊંડું કરવા માંગતા ભક્તો
• આંતર-શ્રદ્ધા સંવાદોમાં સામેલ ભક્તો
• અભ્યાસક્રમ વિકાસકર્તાઓ
• શ્રીલ પ્રભુપાદથી વિરહ અનુભવતા ભક્તો
• કારોબારી નેતાઓ
• વિદ્વાનો
• શિક્ષકો અને ધાર્મિક શિક્ષણના વિદ્યાર્થીઓ
• લેખકો
• આધ્યાત્મિકતા શોધનારા
• વર્તમાન સામાજિક સમસ્યાઓ વિશે ચિંતિત લોકો
• ઈતિહાસકારો

ટિપ્પણી

શ્રીલ પ્રભુપાદના ઉપદેશોને આજે વિશ્વમાં સુલભ અને અગ્રણી બનાવવા માટે હજી ઘણું કરવાનું બાકી છે. સહયોગી વેબ ટેક્નોલોજી આપણી બધી પાછલી સફળતાઓથી ચડિયાતી બનવાની તક પૂરી પાડે છે.

વાણીસેવા - શ્રીલ પ્રભુપાદની વાણીની સેવા કરવાનું પવિત્ર કર્મ

શ્રીલ પ્રભુપાદે ૧૪ નવેમ્બર, ૧૯૭૭ ના રોજ બોલવાનું બંધ કર્યું, પરંતુ તેમણે આપણને આપેલી વાણી હંમેશા તાજી રહે છે. જો કે, આ ઉપદેશો હજી તેમની મૂળ સ્થિતિમાં નથી, અથવા બધા તેમના ભક્તો માટે સહેલાઇથી સુલભ નથી. શ્રીલ પ્રભુપાદના અનુયાયીઓની તે પવિત્ર ફરજ છે કે તેઓ તેમની વાણીની જાળવણી કરે અને દરેકને તેનું વિતરણ કરે. તેથી અમે તમને આ વાણીસેવા કરવા માટે આમંત્રણ આપી રહ્યા છીએ.

હંમેશાં યાદ રાખો કે વિશ્વભરમાં મારા કાર્યને આગળ ધપાવવા માટે મેં નિયુક્ત કરેલા થોડા માણસોમાંના તમે એક છો અને તમારી સામે તમારું મિશન વિશાળ છે. તેથી, કૃષ્ણને હંમેશાં પ્રાર્થના કરો કે તમને શક્તિ આપે જેથી આ મિશનને પૂર્ણ કરવા માટે હું જે પણ કરી રહ્યો છું તે તમે પણ કરી શકો. મારું પ્રથમ કાર્ય એ છે કે ભક્તોને યોગ્ય જ્ઞાન આપવું અને તેમને ભક્તિ સેવામાં સંલગ્ન કરવા, તો તે તમારા માટે બહુ મુશ્કેલ કાર્ય નથી, મેં તમને બધું જ આપ્યું છે, તો પુસ્તકોમાંથી વાંચો અને બોલો અને ઘણા નવા પ્રકાશ બહાર આવશે. આપણી પાસે ઘણી બધી પુસ્તકો છે, તો જો આપણે આવતા ૧,૦૦૦ વર્ષ માટે પણ પ્રચાર કરતા રહીશું, તો પણ પૂરતો જથ્થો છે. – સત્સ્વરૂપ દાસ (જીબીસી) ને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૬ જૂન ૧૯૭૨

જૂન ૧૯૭૨ માં શ્રીલ પ્રભુપાદે કહ્યું "આપણી પાસે ઘણાં પુસ્તકો છે" અને "પૂરતો જથ્થો"છે જે "આગામી ૧,૦૦૦ વર્ષ" માટે પ્રચાર કરવા પૂરતો છે. તે સમયે, ફક્ત ૧૦ શીર્ષકો જ છાપવામાં આવ્યા હતાં, તો શ્રીલ પ્રભુપાદે જુલાઈ ૧૯૭૨ થી નવેમ્બર ૧૯૭૭ સુધી પ્રકાશિત કરેલી બધી જ વધારાની પુસ્તકોની સાથે વર્ષોની સંખ્યાનો જથ્થો સરળતાથી વધારીને ૫૦૦૦ કરી શકાય. જો આપણે આમાં તેમની મૌખિક સૂચનાઓ અને પત્રો ઉમેરીએ, તો પછી જથ્થો ૧૦,૦૦૦ વર્ષ સુધી વિસ્તરિત થાય છે. આ બધી ઉપદેશોને આપણે કુશળતાપૂર્વક તૈયાર કરવાની જરૂર છે જેથી તેઓ સુલભ થઈ શકે અને યોગ્ય રીતે સમજાઈ શકે જેથી તે સમગ્ર સમયગાળા માટે "પ્રચારમાં ઉપયોગમાં આવે".

તેમાં કોઈ શંકા નથી કે શ્રીલ પ્રભુપાદ ભગવાન ચૈતન્ય મહાપ્રભુના સંદેશનો પ્રચાર કરવા માટેનો ઉત્સાહ અને નિશ્ચય ધરાવે છે. તેનો કોઈ ફરક નથી પડતો કે તેમના વપુએ આપણને છોડી દીધા છે. તેઓ તેમની શિક્ષાઓમાં રહે છે, અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા, તેઓ હવે શારીરિક રીતે હાજર હતા તેના કરતા પણ વધુ વ્યાપક પ્રચાર કરી શકે છે. ભગવાન ચૈતન્યની કૃપા પર સંપૂર્ણ નિર્ભરતા સાથે ચાલો આપણે શ્રીલ પ્રભુપાદના વાણી-મિશનને આલિંગન કરીએ, અને પહેલા કરતા વધુ સંકલ્પ સાથે, તેમની વાણીને ૧૦,૦૦૦ વર્ષના પ્રચાર માટે નિપુણતાથી તૈયાર કરીએ.

પાછલા દસ વર્ષોમાં મેં માળખું આપ્યું છે અને હવે આપણે બ્રિટીશ સામ્રાજ્ય કરતા વધુ બની ગયા છીએ. બ્રિટીશ સામ્રાજ્ય પણ આપણા જેટલું વિસ્તૃત નહોતું. તેમની પાસે વિશ્વનો માત્ર એક ભાગ છે, અને આપણે હજુ વિસ્તરણ પૂર્ણ કર્યું નથી. આપણે વધુ અને વધુ અમર્યાદિત રૂપે વિસ્તૃત થવું જોઈએ. પણ મારે હવે તમને યાદ કરાવવું જ જોઇએ કે મારે શ્રીમદ-ભાગવતમનો અનુવાદ પૂરો કરવાનો છે. આ સૌથી મોટો ફાળો છે; આપણા પુસ્તકોએ આપણને એક આદરણીય સ્થિતિ આપી છે. લોકોને આ ચર્ચ અથવા મંદિરની મૂર્તિપૂજામાં કોઈ વિશ્વાસ નથી. તે દિવસો વીતી ગયા. અલબત્ત, આપણે મંદિરો જાળવવા પડશે કારણ કે આપણો જોશ ઉંચો રાખવો જરૂરી છે. ફક્ત બુદ્ધિવાદ કામ નહીં કરે, વ્યાવહારિક શુદ્ધિકરણ પણ હોવું જ જોઈએ.

તો હું તમને વિનંતી કરું છું કે મને સંચાલનની જવાબદારીઓથી વધુને વધુ રાહત આપો જેથી હું શ્રીમદ્-ભાગવતમનો અનુવાદ પૂર્ણ કરી શકું. જો મારે હંમેશા સંચાલન જ કરવું પડે, તો હું પુસ્તકો પર મારું કાર્ય ન કરી શકું. તે લિખિત પ્રમાણ છે, મારે દરેક શબ્દ ખૂબ જ વિચારીને પસંદ કરવો પડે છે અને જો મારે સંચાલન વિશે વિચારવું પડે તો હું આ કરી શકતો નથી. હું આ બદમાશો જેવો ન બની શકું જે લોકોમાં છેતરપિંડી કરવા માટે કંઈક મનગઢંત તર્કો રજૂ કરે છે. તેથી મારા નિયુક્ત સહાયકો, જીબીસી, મંદિરના પ્રમુખો અને સંન્યાસીઓના સહયોગ વિના આ કાર્ય સમાપ્ત થશે નહીં. મેં મારા શ્રેષ્ઠ માણસોને જીબીસી બનવા માટે પસંદ કર્યા છે અને હું નથી ઇચ્છતો કે જીબીસી મંદિરના પ્રમુખોનો અનાદર કરે. તમે સ્વાભાવિક રીતે મારો સંપર્ક કરી શકો છો, પરંતુ જો મૂળ સિદ્ધાંત નબળો છે, તો વસ્તુઓ કેવી રીતે ચાલશે? તેથી કૃપા કરીને સંચાલનમાં મને સહાય કરો જેથી હું શ્રીમદ્-ભાગવતમ સમાપ્ત કરવા માટે સ્વતંત્ર થઈ શકું જે વિશ્વને આપણું સ્થાયી યોગદાન રહેશે. – બધા સંચાલક મંડળના કમિશનરો (જીબીસી) ને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૧૯ મે ૧૯૭૬

અહીં શ્રીલ પ્રભુપાદ કહે છે "મારા નિયુક્ત સહાયકોના સહયોગ વિના આ કાર્ય સમાપ્ત થશે નહીં" કે જેથી તેઓ "વિશ્વમાં આપણા સ્થાયી યોગદાન" ની રચના કરી શકે. શ્રીલ પ્રભુપાદના પુસ્તકો જ છે જેમણે "આપણને એક આદરણીય પદ આપ્યું છે" અને તેઓ "વિશ્વને સૌથી મોટું યોગદાન" છે.

વર્ષોથી, બીબીટીના ભક્તો, પુસ્તક વિતરકો, શ્રીલ પ્રભુપાદના શબ્દોને દ્રઢપણે પકડી રાખનારા પ્રચારકો અને તેમની વાણીને એક અથવા બીજી રીતે વિતરણ કરવા અને સાચવવા માટે સમર્પિત એવા અન્ય ભક્તો દ્વારા ખૂબ વાણીસેવા કરવામાં આવી છે. પરંતુ હજી ઘણું કરવાનું બાકી છે. બૃહદ-બૃહદ-બૃહદ મૃદંગ (વર્લ્ડ વાઇડ વેબ) ની ટેક્નોલોજી દ્વારા એક સાથે કામ કરીને હવે આપણી પાસે ખૂબ જ ટૂંકા ગાળામાં શ્રીલ પ્રભુપાદની વાણીની એક અપ્રતિમ અભિવ્યક્તિ નિર્માણ કરવાની તક છે. અમારો પ્રસ્તાવ છે કે આપણે વાણીસેવામાં એક સાથે જોડાઈએ અને ૪ નવેમ્બર, ૨૦૨૭ સુધીમાં વાણી-મંદિર બનાવવું છે, કે જે સમયે આપણે બધા અંતિમ ૫૦ માં સમારોહની ઉજવણી કરીશું. શ્રીલ પ્રભુપાદના વિરહમાં સેવાના ૫૦ વર્ષ. શ્રીલ પ્રભુપાદને આ એક ખૂબ જ યોગ્ય અને સુંદર પ્રેમાર્પણ હશે, અને તેમના ભક્તોની બધી ભાવિ પેઢીને એક ભવ્ય ભેટ હશે.

મને ખુશી છે કે તમે તમારા પ્રિન્ટિંગ પ્રેસનું નામ રાધા પ્રેસ રાખ્યું છે. તે ખૂબ જ આનંદકાયક છે. ભગવાન કરે કે તમારું રાધા પ્રેસ જર્મન ભાષામાં આપણા બધા પુસ્તકો અને સાહિત્ય પ્રકાશિત કરવામાં સમૃદ્ધ બને. તે ખૂબ જ સરસ નામ છે. રાધારાણી એ કૃષ્ણના શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ સેવિકા છે, અને કૃષ્ણની સેવા કરવા માટે હાલના સમયે પ્રિન્ટિંગ મશીન સૌથી મોટું માધ્યમ છે. તેથી, તે ખરેખર શ્રીમતી રાધારાણીનું પ્રતિનિધિ છે. મને આ વિચાર ખૂબ જ ગમે છે. – જય ગોવિંદ દાસ (બુક પ્રોડક્શન મેનેજર) ને શ્રીલ પ્રભુપાદનો પત્ર, ૪ જુલાઈ ૧૯૬૯

૨૦ મી સદીના વધુ સારા ભાગ માટે, પ્રિન્ટિંગ પ્રેસે ઘણા લોકો પાસેથી સફળ પ્રચાર માટેનાં સાધનો પ્રદાન કર્યા. શ્રીલ પ્રભુપાદે કહ્યું હતું કે સામ્યવાદીઓ તેમના વિતરણ કરેલી પત્રિકાઓ અને પુસ્તકો દ્વારા ભારતમાં પોતાનો પ્રભાવ ફેલાવવામાં કેટલા નિપુણ હતા. શ્રીલ પ્રભુપાદે આ ઉદાહરણનો ઉપયોગ એ વિચાર વ્યક્ત કરવા માટે કર્યો કે તેઓ કેવી રીતે કૃષ્ણ ભાવનામૃત માટે વિશ્વભરમાં તેમના પુસ્તકોનું વિતરણ કરીને એક મોટા પ્રચાર કાર્યક્રમનું નિર્માણ કરવા ઈચ્છતા હતા.

અત્યારે, ૨૧ મી સદીમાં, શ્રીલ પ્રભુપાદનું નિવેદન "કૃષ્ણની સેવા કરવા માટે હાલનું સૌથી મોટું માધ્યમ" નિ:શંકપણે ઇન્ટરનેટ પ્રકાશન અને વિતરણની ઘાતાંકીય અને અપ્રતિમ શક્તિ પર લાગુ થઈ શકે છે. વાણીપિડિયામાં, અમે આ આધુનિક સમૂહ વિતરણ મંચ પર યોગ્ય રજૂઆત માટે શ્રીલ પ્રભુપાદના ઉપદેશો તૈયાર કરી રહ્યા છીએ. શ્રીલ પ્રભુપાદે કહ્યું હતું કે જર્મનીમાં તેમના ભક્તોની રાધા પ્રેસ "વાસ્તવમાં શ્રીમતી રાધરાણીની પ્રતિનિધિ" હતી. તેથી અમે નિશ્ચિત છીએ કે તેઓ વાણીપિડિયાને પણ શ્રીમતી રાધરાણીની પ્રતિનિધિ માનશે.

ઇસ્કોન ભક્તો દ્વારા ઘણા સુંદર વપુ-મંદિરો પહેલેથી જ બનાવવામાં આવ્યાં છે - ચાલો હવે આપણે ઓછામાં ઓછું એક ભવ્ય વાણી-મંદિર બનાવીએ. વપુ-મંદિરો ભગવાનના વિગ્રહોના પવિત્ર દર્શન આપે છે, અને એક વાણી-મંદિર ભગવાન અને તેમના શુદ્ધ ભક્તોના ઉપદેશોના, જેમ શ્રીલ પ્રભુપાદે પ્રસ્તુત કર્યા છે, પવિત્ર દર્શન આપશે. ઇસ્કોન ભક્તોનું કાર્ય સ્વાભાવિક રીતે વધુ સફળ થશે જ્યારે શ્રીલ પ્રભુપાદના ઉપદેશો તેમની યોગ્ય, પૂજનીય સ્થિતિમાં સ્થિત હશે. હવે તેમના બધા વર્તમાન "નિયુક્ત સહાયકો" માટે એક અદભૂત તક છે કે તેઓ તેમના વાણી-મંદિરના નિર્માણના વાણી-મિશનને સ્વીકારે અને સમગ્ર આંદોલનને તેમાં ભાગ લેવાની પ્રેરણા આપે.

જે રીતે શ્રીધામ માયાપુરમાં ગંગાના કાંઠેથી ઉદ્ભવેલું પ્રચંડ અને સુંદર વપુ-મંદિર, સમગ્ર વિશ્વમાં ભગવાન ચૈતન્યની કૃપા ફેલાવવામાં મદદરૂપ થવાનું છે, તેવી જ રીતે શ્રીલ પ્રભુપાદના ઉપદેશોનું વાણી-મંદિર તેમના ઇસ્કોન મિશનને વિશ્વભરમાં ફેલાવવામાં મજબૂતી આપી શકે છે અને આવનારા વર્ષો-વર્ષ સુધી શ્રીલ પ્રભુપાદનું પ્રાકૃતિક પદ સ્થાપિત કરી શકે છે.

વાણીસેવા - સેવા આપવા માટે વ્યાવહારિક કર્મ

  • વાણીપિડિયાને પૂર્ણ કરવું એટલે શ્રીલ પ્રભુપાદના ઉપદેશો એવી રીતે રજૂ કરવા કે કોઈ પણ આધ્યાત્મિક શિક્ષકના કાર્યો માટે આજ સુધી કોઈએ કર્યું નથી. અમે દરેકને આ પવિત્ર મિશનમાં ભાગ લેવા આમંત્રણ આપીએ છીએ. એકસાથે આપણે શ્રીલ પ્રભુપાદને વિશ્વ માટે એક અનન્ય સંપર્ક આપીશું કે જેની વિશાળતા ફક્ત વેબ (ઈન્ટરનેટ) દ્વારા જ શક્ય બનશે.
  • આપણી ઇચ્છા એ છે કે વાણીપિડિયાને શ્રીલ પ્રભુપાદના ઉપદેશોની બહુવિધ ભાષાઓમાં નંબર ૧ સંદર્ભ જ્ઞાનકોશ (એનસાયકલોપિડીયા) બનાવવામાં આવે. આ ફક્ત ઘણા બધા ભક્તોની નિષ્ઠાપૂર્વક પ્રતિબદ્ધતા, બલિદાન અને સમર્થનથી થશે. આજની તારીખમાં, ૧,૨૨૦ થી વધુ ભક્તોએ વાણીસોર્સ અને વાણીક્વોટ્સ બનાવવા અને ૯૩ ભાષાઓમાં અનુવાદમાં ભાગ લીધો છે. હવે વાણીક્વોટ્સ પૂર્ણ કરવા અને વાણીપિડિયાના લેખો, વાણીપુસ્તક, વાણીમિડિયા અને વાણીવર્સિટીના અભ્યાસક્રમો બનાવવા માટે અમને નીચેની કુશળતાવાળા ભક્તોના વધુ સમર્થનની જરૂર છે:
• વહીવટ
• સંકલન
• અભ્યાસક્રમ વિકાસ
• ડિઝાઇન અને લેઆઉટ
• નાણાં વ્યવસ્થા
• સંચાલન વ્યવસ્થા
• પ્રમોશન
• સંશોધન
• સર્વર જાળવણી
• સાઇટ ડેવલપમેન્ટ
• સોફ્ટવેર પ્રોગ્રામિંગ
• શિક્ષણ
• તકનીકી સંપાદન
• તાલીમ (પ્રશિક્ષણ)
• અનુવાદ
• લેખન
  • વાણીસેવકો તેમના ઘર, મંદિર અને ઓફિસમાંથી તેમની સેવા પ્રદાન કરે છે, અથવા તેઓ શ્રીધામ માયાપુર અથવા રાધાદેશમાં અમુક સમયગાળા માટે પૂર્ણ સમય માટે અમારી સાથે જોડાઇ શકે છે.

દાન

  • છેલ્લા ૧૨ વર્ષોથી, વાણીપિડિયાને મુખ્યત્વે ભક્તિવેદાંત પુસ્તકાલય સેવાઓ એ.એસ.બી.એલ. દ્વારા પુસ્તક વિતરણ મારફતે નાણાં પૂરા પાડવામાં આવી રહ્યા છે. તેનું નિર્માણ ચાલુ રાખવા માટે, વાણીપિડિયાને બીએલએસની વર્તમાન ક્ષમતાથી વધુ નાણાંની જરૂર છે. એકવાર પૂર્ણ થઈ ગયા પછી, અમને આશા છે કે વાણીપિડિયા ઘણા સંતુષ્ટ મુલાકાતીઓના નાના દાન દ્વારા ટકી રહેશે. પરંતુ અત્યારે, આ નિ:શુલ્ક જ્ઞાનકોશ (એનસાયકલોપિડીયા) ના નિર્માણના પ્રારંભિક તબક્કાઓને પૂર્ણ કરવા માટે, નાણાકીય સહાય આપવાની સેવા નિર્ણાયક છે.
  • વાણીપિડિયાના સમર્થકો નીચેના વિકલ્પોમાંથી એક પસંદ કરી શકે છે

સ્પોન્સર: વ્યક્તિ કે જે ઈચ્છા મુજબની રકમ નું દાન આપે છે

સપોર્ટિંગ પેટ્રોન: એક વ્યક્તિ અથવા સંસ્થા જે ઓછામાં ઓછું ૮૧ યુરો નું દાન આપે છે

સસ્ટેઈનીંગ પેટ્રોન: એક વ્યક્તિ અથવા સંસ્થા જે ઓછામાં ઓછું ૮૧૦ યુરો નું દાન આપે છે જે કે જેમાં ૯૦ યુરોની ૯ માસિક ચુકવણીનો પણ વિકલ્પ છે.

ગ્રોથ પેટ્રોન: એક વ્યક્તિ અથવા સંસ્થા જે ઓછામાં ઓછું ૮,૧૦૦ યુરો નું દાન આપે છે જે કે જેમાં ૯૦૦ યુરોની ૯ માસિક ચુકવણીનો પણ વિકલ્પ છે.

ફાઉન્ડેશનલ પેટ્રોન: એક વ્યક્તિ અથવા સંસ્થા જે ઓછામાં ઓછું ૮૧,૦૦૦ યુરો નું દાન આપે છે જે કે જેમાં ૯,૦૦૦ યુરોની ૯ માસિક ચુકવણીનો પણ વિકલ્પ છે.

  • દાન થઈ શકે છે ઓનલાઇન અથવા અમારા [email protected] ના પેપલ એકાઉન્ટ દ્વારા. જો તમે બીજી પદ્ધતિ પસંદ કરો છો અથવા દાન કરતા પહેલા વધુ પ્રશ્નો હોય, તો અમને [email protected] પર ઇમેઇલ કરો.

અમે આભારી છીએ - પ્રાર્થના

અમે આભારી છીએ

આભાર શ્રીલ પ્રભુપાદ
અમને તમારી સેવા કરવાની આ તક આપવા માટે.
અમે તમારા મિશનમાં તમને પ્રસન્ન કરવા માટે યથા-શ્રેષ્ઠ પ્રયાસો કરીશું.
ભગવાન કરે તમારા ઉપદેશો લાખો ભાગ્યશાળી આત્માઓને આશ્રય આપે.


પ્રિય શ્રીલ પ્રભુપાદ,
અમને શક્તિ પ્રદાન કરો
બધા સારા ગુણો અને ક્ષમતાઓ સાથે
અને અમારી પાસે લાંબા ગાળા માટે મોકલવાનું ચાલુ રાખો
નિષ્ઠાપૂર્વક પ્રતિબદ્ધ ભક્તો અને સંસાધનો
જેથી અમે સફળતાપૂર્વક તમારૂ ભવ્ય વાણી-મંદિર બનાવીએ
જે બધા માટે કલ્યાણકારી નીવડે.


પ્રિય શ્રી શ્રી પંચ તત્ત્વ,
કૃપા કરીને શ્રી શ્રી રાધા માધવના પ્રિય ભક્ત બનવામાં અમારી સહાય કરો
અને શ્રીલ પ્રભુપાદ અને આપણા ગુરુ મહારાજના પ્રિય શિષ્યો બનવામાં અમારી સહાય કરો
અમને સુવિધા આપવાનું ચાલુ રાખો જેથી અમે શ્રીલ પ્રભુપાદના મિશનમાં ચપળતાપૂર્વક અને મહેનતથી કાર્ય કરીએ
જેથી તેમના ભક્તો પ્રસન્ન થાય.

આ પ્રાર્થનાની નોંધ લેવા બદલ આભાર

ટિપ્પણી

ફક્ત શ્રીલ પ્રભુપાદ, શ્રી શ્રી પંચ તત્ત્વ અને શ્રી શ્રી રાધા માધવની કૃપાશક્તિ દ્વારા જ આપણે આ અગાધ વિશાળ કાર્ય સિદ્ધ કરવાની આશા રાખી શકીએ છીએ. આ રીતે આપણે તેમની કૃપા માટે સતત પ્રાર્થના કરીએ છીએ.