GU/Prabhupada 0220 - દરેક જીવ ભગવાનનો અંશ છે
Arrival Lecture -- Paris, July 20, 1972
એક વિદ્વાન વ્યક્તિ જે વાસ્તવમાં આધ્યાત્મિક સ્તર ઉપર છે,તે જાણે છે કે,"અહી એક કુતરો છે અને અહી એક વિદ્વાન બ્રાહ્મણ છે. તેમના કર્મોથી તેમને વિવિધ પ્રકારના દેહ પ્રાપ્ત થયા છે,પણ બ્રાહ્મણ અને કુતરાના અંદર આત્માતો એક જ છે." તો ભૌતિક સ્તર ઉપર આપણે તફાવત કરીએ છે કે,"હું ભારતીય છું,તમે ફ્રાંસી છો, તે અંગ્રેજી છે,તે અમેરિકી છે,તે કુતરો છે,તે બિલાડી છે." આ ભૌતિક સ્તર ઉપરનો દ્રષ્ટિકોણ છે, આધ્યાત્મિક સ્તર ઉપર આપણે જોવી શકીએ છે કે દરેક જીવ ભગવાનનો અંશ છે, જેમ કે ભગવદગીતામાં તેની પુષ્ટિ થઇ છે,મમ એવામ્શો જીવ-ભૂત, દરેક જીવ.કોઈ વાંધો નહિ તે કોણ છે. ૮૪,૦૦,૦૦૦ પ્રકારના યોની અથવા રૂપ છે,પણ બધા જ,,તે માત્ર વિવિધ પ્રકારના વસ્ત્રોથી ઢાંકેલા છે, જેમ કે તમે ફ્રાંસી,તમે વિવિધ રીતે વસ્ત્રથી ઢાંકેલા હશો,અને અંગ્રેજી વ્યક્તિ વિવિધ પ્રકારના વસ્ત્રથી ઢાંકેલો છે,અને ભારતીય બીજા પ્રકારથી ઢાંકેલો હશે. પણ વસ્ત્ર ખૂબ મહત્વપૂર્ણ નથી.પણ જે માણસ વસ્ત્રના અંદર છે,તે પ્રમુખ છે. તેમજ,આ દેહ ખૂબ મહત્વપૂર્ણ વસ્તુ નથી. અન્ત્વંત ઇમે દેહ નિત્યસ્યોક્ત શરીરીનાહ (ભ.ગી.૨.૧૮),આ દેહ નશ્વર છે, પણ આ દેહના અંદર આત્મા,તે નશ્વર નથી. તેથી આ માનવ રૂપ અવ્યય વસ્તુનો જ્ઞાનને વિકસિત કરવા માટે છે, દુર્ભાગ્યવશ,આપનું વિજ્ઞાન,સિદ્ધાંત,નિશાળ,કોલેજ અને વિશ્વ-વિધ્યાલયમાં તે માત્ર અને માત્ર નશ્વર વસ્તુઓ સાથે સંબંધિત છે,અવિનાશી સાથે નહિ. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન અવિનાશી વસ્તુને ધ્યાનમાં રાખવા માટે છે, તો આ આંદોલન છે આત્મા માટે,એક રાજનૈતિક,સામાજિક કે ધાર્મિક આંદોલન નથી. તે નશ્વર દેહ સાથે સંબંધિત છે.પણ કૃષ્ણ ભાવનામૃત આંદોલન અવિનાશી આત્મા સાથે સંબંધિત છે. તે નશ્વર દેહ સાથે સંબંધિત છે.પણ કૃષ્ણ ભાવનામૃત આંદોલન અવિનાશી આત્મા સાથે સંબંધિત છે. તમારો હૃદય ધીમે ધીમેથી શુદ્ધ થશે જેનાથી તમે આધ્યાત્મિક સ્તર ઉપર આવી શકો છો. જેમ કે અહી આ આંદોલનમાં અમારા પાસે દુનિયાના બધા રાષ્ટ્રો અને ધર્મોથી વિદ્યાર્થિયો છે. પણ હવે તે કોઈ વિશેષ ધર્મ કે રાષ્ટ્ર કે જાતી કે રંગ વિષે વિચારતા નથી.નહિ. બધાજ કૃષ્ણના અંશ રૂપે વિચાર કરે છે. જ્યારે આપણે તે સ્તર ઉપર આવશું અને જ્યારે આપણે પોતાને તે સ્થાનમાં ક્રિયાશીલ બનાવશું,ત્યારે આપણે મુક્ત થાશું. તો આ આંદોલન ખૂબજ મહત્વપૂર્ણ આંદોલન છે. અવશ્ય સંભવ નથી તમને બધું વિગત જાણકારી થોડા ક્ષણોમાં આપવા માટે, પણ જો તમે ઈચ્છુક છો,તમે કૃપા કરીને અમને સંપર્ક કરો, પત્ર દ્વારા,કે અમારા સાહિત્યને વાંચીને,અથવા વ્યક્તિગત સંપર્ક દ્વારા. કોઈ પણ રીતે,તમારું જીવન શ્રેષ્ઠ હશે. અમને કોઈ પણ તફાવત નથી કે આ,"આ ભારત છે,"આ ઇંગ્લેન્ડ છે.","આ ફ્રાંસ છે.","આ આફ્રિકા છે." અમે દરેક જીવ,માત્ર મનુષ્ય જ નહિ,પણ પશુ પણ, પક્ષી,પશુ,વૃક્ષ,પાણીમાં રેહવા વાળું,જીવ,અને પેટ ઘસડીને ચાલનાર,- બધા ભગવાનના અંશ છે.