GU/670329b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 05:33, 30 April 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વિરહ એટલે અલગ થવું. જુદાઈ. "કૃષ્ણ, તમે ખૂબ જ સરસ છો, તમે ખૂબ જ દયાળુ છો, તમે ખૂબ જ સુંદર છો. પણ હું એટલો બદમાશ છું, હું પાપથી ભરેલો છું, કે હું તમને જોઈ નથી શકતો. તમને જોવા માટે મારી પાસે કોઈ યોગ્યતા નથી." તો આ રીતે, જો કોઈને કૃષ્ણ વિરહ અનુભવ થાય છે, કે "કૃષ્ણ, હું તમારા દર્શન કરવા માંગુ છું, પણ હું એટલો અયોગ્ય છું કે હું તમને જોઈ શકતો નથી," આ વિરહની અનુભૂતિ તમને કૃષ્ણ ભાવનામૃતમાં સમૃદ્ધ બનાવશે. વિરહની અનુભૂતિ. એવું નહીં કે "કૃષ્ણ, મેં તમને જોયા છે. સમાપ્ત. બરાબર. હું તમને સમજી ગયો છું. સમાપ્ત. મારું બધું કામ સમાપ્ત થઈ ગયું." ના! હંમેશાં તમારા વિશે વિચારો કે "હું કૃષ્ણને જોવા માટે અયોગ્ય છું." તે તમને કૃષ્ણ ભાવનામૃતમાં સમૃદ્ધ બનાવશે."
670329 - ભાષણ - સાન ફ્રાન્સિસ્કો‎