GU/680619b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 07:42, 1 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ સમજાવી રહ્યા છે કે કેવી રીતે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક જગતમાં, અથવા ભગવદ્ ઘામમાં પ્રવેશી શકે છે. સરળ સૂત્ર એ છે કે જે કોઈપણ ભગવાનના પ્રાકટ્ય, અપ્રાકટ્ય, અને કર્મોને દિવ્ય સમજે છે, સંપૂર્ણ સત્યની સંપૂર્ણ સમજણ સાથે, ફક્ત આ સમજણ દ્વારા તરત જ આધ્યાત્મિક રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. સંપૂર્ણ સત્યને જાણવું એ આપણી વર્તમાન ઇન્દ્રિયો દ્વારા શક્ય નથી. તે પણ એક બીજી હકીકત છે. કારણ કે વર્તમાન ક્ષણે આપણે ભૌતિક રૂપે..., ભૌતિક રીતે અસરગ્રસ્ત છીએ; ભૌતિક ઈન્દ્રિયો નહીં. આપણી ઈન્દ્રિયો મૂળ રૂપે આધ્યાત્મિક છે, પરંતુ તે ભૌતિક દૂષણથી ઢંકાયેલી છે. તેથી પ્રક્રિયા શુદ્ધ કરવાની છે, આપણા ભૌતિક અસ્તિત્વના આવરણને શુદ્ધ કરવાની છે. અને તેની ભલામણ પણ કરવામાં આવી છે - ફક્ત સેવાના વલણ દ્વારા."
680619 - ભાષણ ભ.ગી. ૦૪.૦૯- મોંટરીયલ