GU/681123 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
નર-નારાયણ:એક ભક્તનો શ્રીમતી રાધા,રાધિકા સાથે ઠીક સંબંધ શું છે?

પ્રભુપાદ:રાધારાણી દૈવી-માયા છે.જેમ કે આપણે છીએ,આપણા ભૌતિક બદ્ધ જીવન માં,આપણે ભૌતિક શક્તિના આધીન છીએ.તેમજ,આપણા મુક્ત અવસ્થામાં આપણને આધ્યાત્મિક શક્તિના આધીન બની જઇયે છીએ.તે આધ્યાત્મિક શક્તિ જ રાધારાણી છે.તો તમને કોઈના આધીન...કોઈ શક્તિના આધીન હોવું પડે છે.તમે પણ શક્તિ છો;તમે તટસ્થ શક્તિ છો.તટસ્થ શક્તિ એટલે કે તમે આધ્યાત્મિક શક્તિના આધીન હોઈ શકો છો અથવા તમે ભૌતિક શક્તિના આધીન હોઈ શકો છો - તે તમારી તટસ્થ સ્તિથી છે.પણ જ્યારે તમે ભૌતિક શક્તિના વશમાં છો,તે તમારી જોખમકારક સ્તિથી છે,અસ્તિત્વ માટે લડાઈ છે.અને જ્યારે તમે આધ્યાત્મિક શક્તિના આધીન છો,તે તમારા સ્વતંત્રનું જીવન છે.રાધારાણી આધ્યાત્મિક શક્તિ છે અને દુર્ગા,કાળી ભૌતિક શક્તિ છે.

681123 - ભાષણ BG As It Is Introduction - લોસ એંજલિસ