GU/681127 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 23:54, 5 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, જો તે સમજી શકે કે આ દુન્યવી સ્થિતિ ફક્ત ભ્રમ છે... "હું" અને "મારું," ના સિદ્ધાંતના આધારે, મેં જે પણ વિચારોનું નિર્માણ કર્યું છે, તે બધો જ ભ્રમ છે. તો વ્યક્તિ, જ્યારે કોઈ વ્યક્તિ ભ્રમમાંથી બહાર આવવા માટે બુદ્ધિશાળી બને છે, ત્યારે તે આધ્યાત્મિક ગુરુને શરણે જાય છે. અર્જુન દ્વારા તે જ દાખલો આપવામાં આવી રહ્યો છે. જ્યારે તે ખૂબ જ દ્વિધામાં હોય છે... તે કૃષ્ણ સાથે મિત્ર તરીકે વાત કરી રહ્યો હતો, પણ તેણે જોયું કે "આ મૈત્રીપૂર્ણ વાત મારા પ્રશ્નનો હલ નહીં કરે." અને તેણેને કૃષ્ણને સ્વીકાર્યા... કારણકે તે કૃષ્ણનું મૂલ્ય જાણતો હતો. ઓછામાં ઓછું, તેણે જાણી લીધા હશે. તે મિત્ર છે. અને તે જાણે છે કે કૃષ્ણને સ્વીકારવામાં આવે છે... "જોકે તેઓ મારા મિત્રની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ મહાન અધિકારીઓ દ્વારા કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે સ્વીકારવામાં આવે છે."
681127 - ભાષણ ભ.ગી. ૦૨.૦૮-૧૨ - લોસ એંજલિસ