GU/681228 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આમ કૃષ્ણ કહે છે કે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે કૃષ્ણમય લોકો છીએ. કૃષ્ણ જે કઈ કહે છે તેને આપણે પૂર્ણ સત્ય તરીકે સ્વીકારીએ છીએ. આમ કૃષ્ણ કહે છે કે જો તમે સૌથી ઊંચા ગ્રહ, જેને બ્રહ્મલોક કહેવાય છે, તેની પર પહોંચવા પ્રયત્ન કરશો તો ત્યાં વેદિક શાસ્ત્ર પ્રમાણે ઘણી બધી ગ્રહકીય વ્યવસ્થાઓ છે. હાલ જે ગ્રહમાં આપણે રહીએ છીએ તેને ભૂર-લોક કહેવાય છે. આ ગ્રહ વ્યવસ્થા ઉપર ભૂવર-લોક છે અને આ ગ્રહ ઉપર સ્વર્ગલોક છે. ચંદ્ર સ્વર્ગલોક ગ્રહ વ્યવાસ્થામાં આવે છે. સ્વર્ગલોક ઉપર જનલોક છે. તેની ઉપર મહાલોક છે, જેની ઉપર સત્યલોક છે.."
681228 - વ્યાખ્યાન આરંભ - લોસ એંજલિસ