GU/690103 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
" ભક્તનો અર્થ છે કે તેને ભગવાન સાથેના પોતાના નિશ્ચિત સબંધ વિશેની ખાતરી છે. અને તે સંબંધ શું છે? તે સંબંધનો આધાર પ્રેમ છે. ભક્ત ભગવાનને પ્રેમ કરે છે, અને ભગવાન ભક્તને પ્રેમ કરે છે. આ એકમાત્ર સંબંધ છે. તે બધુજ છે. ભગવાન ભક્તની પાછળ હોય છે અને ભક્ત ભગવાનની પાછળ હોય છે. આ સબંધ છે. તો કોઈક એકે તો આ સબંધ ને સ્થાપિત કરવો પડશે. જેમકે અર્જુનનો કૃષ્ણ સાથેનો સબંધ એક મિત્રતાનો છે, એવીજ રીતે તમે પણ ભગવાન સાથે પ્રેમનો સબંધ જોડી શકો છો. તમે ભગવાનનાં મુખ્ય સેવક તરીકે સબંધ બનાવી શકો છો. તમે એક પિતા કે પુત્રની જેમ પણ સબંધ સ્થાપી શકો છો. સબંધો તો ઘણાંબધાં હોય છે. આંપણને આ ભૌતિક જગતમાં સબંધ મળ્યો હોવાથી, ભગવાન સાથેનાં એ પાંચ સંબંધોનું આ ફક્ત દુષિત પ્રતિબિંબ છે પણ આંપણે એ બધું ભુલી ગયાં છીએ. આ કૃષ્ણની ચેતનાનાં હલનચલનથી આંપને તેને ફરીથી જીવંત કરી શકીએ છીએ. આમાં કાંઈજ નવીનતા નથી.

આ એક પાગલ માણસને સામાન્ય જીવનની સ્થિતિમાં લાવવાની છે. ભગવાનને ભૂલી જવાનો અર્થ એક અસામાન્ય સ્થિતિ છેઅને ભગવાન સાથે સબંધ હોવો એ એક સામાન્ય સ્થિતિ છે."

690103 - ભાષણ બી જી 04.01-6 - લોસ એંજલિસ