GU/690411 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વનમાં થોડી મુશ્કેલી હતી કારણકે કંસ કૃષ્ણને મારી નાખવાની પાછળ હતો. તે તેના મદદનીશોને મોકલતો હતો. તો અમુક અસુરો આવતા, બકાસુર, અઘાસુર, અને કૃષ્ણ તેમને મારી નાખતા. અને છોકરાઓ પાછા આવતા અને તેમની માતાઓને કથા કહેતા. 'ઓહ, મારી પ્રિય માતા! આવું અને આવું થયું અને કૃષ્ણે તેને મારી નાખ્યો! બહુ...' (હાસ્ય) માતા પણ, 'ઓહ, હા, આપણો કૃષ્ણ અદ્ભુત છે!' (હાસ્ય) તો કૃષ્ણ તેમનો આનંદ હતો. બસ તેટલું જ. માતા કૃષ્ણ વિશે બોલી રહી છે, છોકરો કૃષ્ણ વિશે બોલી રહ્યો છે. તો તેથી તેઓ કૃષ્ણ સિવાય બીજું કશું જાણતા ન હતા. કૃષ્ણ. જ્યારે પણ કોઈ સંકટ હોય, 'હે કૃષ્ણ'. જ્યારે આગ લાગે, 'હે કૃષ્ણ'. તે વૃંદાવનનું સૌંદર્ય છે. તેમનું મન કૃષ્ણમાં લીન છે. તત્વજ્ઞાનથી નહીં. સંપૂર્ણ સમજણથી નહીં, પણ સ્વાભાવિક પ્રેમથી. 'કૃષ્ણ આપણા ગામનો બાળક છે, આપણો સંબંધી, આપણો મિત્ર, આપણો પ્રેમી, આપણો સ્વામી.' એક યા બીજી રીતે, કૃષ્ણ."
690411 - વાર્તાલાપ - ન્યુ યોર્ક