GU/690411b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 06:29, 15 January 2021 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વનમાં થોડી મુશ્કેલી હતી કારણકે કંસ કૃષ્ણને મારવા ઈચ્છતો હતો. તે તેના સહાયકોને મોકલતો. તો અમુક અસુરો આવતા, બકાસુર, અઘાસુર અને કૃષ્ણ તેમને મારતા. અને છોકરાઓ પાછા આવીને માતાને વાર્તા સંભળાવતા. 'ઓહ, મારી પ્રિય માતા! આવું થયું અને કૃષ્ણે તેમને મારી નાખ્યા! ખૂબ જ...' (હાસ્ય) માતા કહેશે, 'ઓહ, હા, આપણો કૃષ્ણ ખૂબ જ અદ્ભૂત છે!' (હાસ્ય) તો કૃષ્ણ તેમનો આનંદ હતા. બસ. માતા કૃષ્ણ વિશે બોલી રહી છે, છોકરો કૃષ્ણ વિશે બોલી રહ્યો છે. તો તેઓ કૃષ્ણ સિવાય બીજું કશું જ જાણતા ન હતા. કૃષ્ણ. જ્યારે પણ થોડી મુશ્કેલી હોય છે, 'ઓહ કૃષ્ણ'. જ્યારે આગ હોય ત્યારે 'ઓહ, કૃષ્ણ'. તે વૃંદાવનનું સૌંદર્ય છે. તેમનું મન કૃષ્ણમાં લીન છે. ફિલસૂફી દ્વારા નહીં. સમજણ દ્વારા નહીં, પરંતુ કુદરતી પ્રેમ દ્વારા. 'કૃષ્ણ આપણા ગામનો છોકરો છે, આપણો સબંધી, આપણો મિત્ર, પ્રેમી, આપણા સ્વામી છે.' એક યા બીજી રીતે, કૃષ્ણ."
690411 - વાર્તાલાપ - ન્યુ યોર્ક‎