GU/690511b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
એલન ગિન્સબર્ગ: જો એલએસડી એક ભૌતિક આસક્તિ છે, જે તે છે જ, હું વિચારું છું, તો શું શબ્દ ધ્વનિ ભૌતિક આસક્તિ નથી?
પ્રભુપાદ: ના, શબ્દ આધ્યાત્મિક છે. મૂળ રૂપે, જેમ કે બાઇબલમાં છે 'સૃષ્ટિનું સર્જન થવા દો', આ ધ્વનિ, આ આધ્યાત્મિક ધ્વનિ છે. સર્જન. સર્જન હતું નહીં. ધ્વનિએ સર્જન કર્યું. તેથી ધ્વનિ મૂળ રૂપે આધ્યાત્મિક છે, અને શબ્દ દ્વાર।.. ધ્વનિ - ધ્વનિથી, આકાશ વિકસિત થાય છે; આકાશથી, હવા નિર્માણ થાય છે; હવાથી, અગ્નિ નિર્માણ થાય છે; અગ્નિથી, પાણી નિર્માણ થાય છે; પાણીથી ભૂમિનું નિર્માણ થાય છે.
એલન ગિન્સબર્ગ: ધ્વનિ તે સર્જનનું પ્રથમ તત્વ છે?
પ્રભુપાદ: હા, હા.
એલન ગિન્સબર્ગ: પ્રાચીન રીતે, મૂળ ધ્વનિ શું હતો?
પ્રભુપાદ: વૈદિક વિધાન છે ૐ. હા. તો ઓછામાં ઓછું આપણે સમજી શકીએ છીએ તમારી બાઇબલમાંથી, કે ભગવાને કહ્યું, 'સૃષ્ટિનું સર્જન થવા દો'. તો આ ધ્વનિ, અને સૃષ્ટિનું સર્જન થયું. ભગવાન અને તેમની ધ્વનિ અભિન્ન છે, પરમ નિરપેક્ષ. હું કહું છું 'શ્રીમાન ગિન્સબર્ગ'," આ ધ્વનિ અને હું, થોડું અલગ છે. પણ ભગવાન તેમની શક્તિથી અભિન્ન છે.
690511 - વાર્તાલાપ - કોલંબસ