GU/690716c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી જ્યારે કોઈ આ ભૌતિક દૂષણના તેના દુખોને સમજી શકતું નથી, ત્યારે તેનું જીવન પ્રાણીજીવન છે. તે જાણે છે કે તે પીડાઈ રહ્યું છે, પરંતુ તે દુખને કેટલાક વાહિયાત માધ્યમોથી આવરણનો પ્રયત્ન કરી રહ્યું છે: ભૂલીને, પીવાથી, નશો કરીને, આ દ્વારા. તે તેના દુખથી વાકેફ છે, પરંતુ તે પોતાનાં વેદનાને બકવાસની જેમ આવરી લેવા માંગે છે. સસલાની જેમ.સસલું, જ્યારે તે કોઈ વિકરાળ પ્રાણીનો સામનો કરે છે, ત્યારે સસલું આંખો બંધ કરે છે; તે વિચારે છે કે તે સલામત છે. એ જ રીતે, ફક્ત આપણા દુખને કૃત્રિમ માધ્યમથી આવરણનો પ્રયાસ કરીને, તે કોઈ સમાધાન નથી. તે અજ્ઞાન છે. આધ્યાત્મિક જીવનના , આધ્યાત્મિક આનંદ દ્વારા દુખ હલ થઈ શકે છે. "
690716 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ