GU/700504b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:49, 20 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે માત્ર તે જ ખોરાક ખાઈ શકીએ છીએ જે વિગ્રહને, કૃષ્ણને અર્પિત થયેલો છે. તેને કહેવાય છે યજ્ઞ-શિષ્ટાશિન: (ભ.ગી. ૩.૧૩). જો આપણે કોઈ પાપ પણ કર્યું હશે, આ પ્રસાદને ગ્રહણ કરવાથી આપણે તેને પ્રતિકાર આપીએ છીએ. મુચ્યન્તે સર્વ-કિલ્બિષૈ:. યજ્ઞ-શિષ્ટ... અશિષ્ટ એટલે કે યજ્ઞને અર્પિત કર્યા પછીના શેષ ખાદ્યપદાર્થો. જો કોઈ તેને ખાશે, તો મુચ્યન્તે સર્વ કિલ્બિષૈ:. કારણ કે આપણું જીવન પાપમય છે, તો આપણે, મારા કહેવાનો અર્થ છે કે, પાપમય કાર્યોથી મુક્ત થઇ જઈશું. તે કેવી રીતે છે? તે પણ ભગવદ્ ગીતામાં વ્યક્ત છે, કે અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામી (ભ.ગી. ૧૮.૬૬): 'જો તમે મને શરણાગત થશો, ત્યારે હું તમને બધા પાપોથી રક્ષણ આપીશ'. જો તમે એવી શપથ લેશો કે "કૃષ્ણને અર્પિત કર્યા વગર હું કઈ પણ ગ્રહણ નહીં કરું," તેનો અર્થ છે તે શરણાગતિ છે. તમે કૃષ્ણને શરણાગત થાઓ, કે 'મારા પ્રિય પ્રભુ, જે પણ તમને અર્પિત નથી હું તેને ગ્રહણ નહીં કરું'. તે શપથ છે. તે શપથ શરણાગતિ છે. અને કારણ કે શરણાગતિ છે, તેથી તમે પાપથી બચી જાઓ છો."
700504 - ભાષણ ઈશોપનિષદ ૧ - લોસ એંજલિસ