GU/720604b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લોસ મેક્સિકોમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:58, 21 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
માણસ: કૃષ્ણે સૃષ્ટિની રચના શા માટે કરી?

પ્રભુપાદ: કારણકે તેઓ રચયિતા છે. ભગવાન, તેઓ રચયિતા તરીકે જાણીતા છે. તેઓ ઘણી બધી રચના કરે છે, તેમણે તમારી પણ રચના કરી છે. તમે પણ રચના કરી રહ્યા છો. તમે વૈજ્ઞાનિકો, તમે ઘણી બધી રચના કરી રહ્યા છો. તમારી પાસે રચના શક્તિ છે. ઇલેક્ટ્રિશિયન વિદ્યુત પંખા, વિદ્યુત બત્તી, હીટર, ઘણી બધી વસ્તુઓની રચના કરે છે. ઇલેક્ટ્રિશિયન, તે સ્વભાવ છે. અને ભગવાન સર્વોચ્ચ છે. તેમની પાસે શક્તિ છે કેવી રીતે રચના કરવી, રચના કરવી, રચના કરવી. તેઓ રચના દ્વારા ઘણા બધામાં વિસ્તરણ કરી રહ્યા છે. ઘણા, જ્યાં વિભિન્નતાઓ છે, તેનો મતલબ રચના. તો આ પણ તેમની રચનાઓમાથી એક છે. જ્યારે રચનાની જરૂર હતી, તેથી તેમણે રચના કરી. જરૂર હતી કે અમુક જીવોને આનંદ કરવો હતો. તેમણે કૃષ્ણની સેવા કરવી ન હતી. તો તેમના માટે, અહી ભૌતિક જગતમાં આનંદ કરો.

720604 - વાર્તાલાપ ક - મેક્સિકો