GU/750125 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હોંગ કોંગમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 10:11, 21 November 2017

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે આપણા જીવનનું રૂપ એક શરીરમાથી બીજા શરીરમાં બદલી રહ્યા છીએ, પણ જો આપણે ભગવાનને સમજવા માંગતા હોઈએ... તે જરૂરી છે. તો જ્યાં સુધી આપણે ભગવાનને સમજીશું નહીં, જ્યાં સુધી આપણે પાછા ભગવદ ધામ નહીં જઈએ, આપણો અસ્તિત્વ માટેનો સંઘર્ષ ચાલુ રહેશે. મન: શષ્ઠાનીન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી (ભ.ગી. ૧૫.૭). આ સંઘર્ષ છે. દરેક વ્યક્તિ સુખી બનવા માટે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યું છે. પણ તે શક્ય નથી. ફક્ત સુખની પાછળ ભાગતા, પણ જ્યારે સમય આવે છે: 'સમાપ્ત. તમારું કાર્ય સમાપ્ત થઈ ગયું છે. હવે બહાર નીકળી જાઓ'. તેને મૃત્યુ કહેવાય છે. તો મૃત્યુ પણ કૃષ્ણ છે. કૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે, મૃત્યુ: સર્વ હરશ ચાહમ (ભ.ગી. ૧૦.૩૪). મૃત્યુ, કૃષ્ણ, મૃત્યુ તરીકે આવે છે. તમારા જીવનકાળમાં, જો તમે કૃષ્ણ ભાવનામૃત સમજો નહીં, તો કૃષ્ણ મૃત્યુ તરીકે આવશે અને તમારી પાસે જે કઈ પણ છે તે લઈ લેશે. સર્વ-હર: પછી તમારું શરીર, તમારો પરિવાર, તમારો દેશ, તમરી બેન્ક, તમારો વેપાર, બધુ જ - સમાપ્ત. 'હવે તમે બીજું શરીર સ્વીકારો. તમે આ બધી વસ્તુઓ વિશે ભૂલી જાઓ.' આ ચાલી રહ્યું છે."
750125 - ભાષણ ભ.ગી. ૭.૧ - હોંગ કોંગ